Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પણ એ ભેદ છે. (૧) ઊનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા અને (૨) તયતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા. જે ક્રિયા જીવ અજીવાદિક વસ્તુઓને ન્યૂન અથવા
અતિરિક્ત (અધિક) પ્રમાણમાં પ્રતિપાદિત કરનારા મિથ્યાદર્શનરૂપ કારણને લીધે થાય છે, તે ક્રિયાને ઊનતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કહે છે. જેમકે કઈ મિથ્યાદષ્ટિ જીવ પિતાના આત્માને માટે એવું માને છે કે હું શરીરરૂપ જ છું અથવા અંગુષ્ઠપર્વ પ્રમાણરૂપ છું અથવા યવમાત્રરૂ૫ છું અથવા તદુલ માત્રરૂપ છું. આ રીતે તે પિતાને ન્યૂન રૂપે જાણે છે. ત્યારે કઈ મિથ્યાદષ્ટિ જીવ પિતાને સર્વવ્યાપકરૂપ-અધિક રૂપે માને છે. એવા જીવ દ્વારા આ ક્રિયા થાય છે. તથા તે કિયા સિવાયનું મિથ્યાદર્શન જે ક્રિયામાં કારણભૂત હોય છે, તે ક્રિયાને તકયતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કહે છે. જેમકે એવું માનવું કે આત્મા છે જ નહીં. કિયામાં આ રીતે પણ દ્વિવિ. ધતા સંભવી શકે છે-એક દૃષ્ટિની અપેક્ષાએ અને બીજી પૃષ્ટિથી અપેક્ષાએ, દૃષ્ટિની અપેક્ષાએ જે ક્રિયા થાય છે તેને દૃષ્ટિકા કિયા કહે છે. અને પૃષ્ટિની અપેક્ષાએ જે કિયા થાય છે તેને પૃષ્ટિકા ક્રિયા કહે છે.
દુષ્ટદર્શન અથવા વસ્તુના દર્શનરૂપ ક્રિયા જેમાં કારણરૂપ હોય છે, તે કિયાને દૃષ્ટિકા કિયા કહે છે. દર્શનને માટે જે ગતિકિયા તે થાય છે તે દૃષ્ટિકા ક્રિયા છે અથવા “ રિટ્રિયા ” ની છાયા “દબ્રિજ્ઞા” પણ થઈ શકે છે દર્શ. નથી અથવા દેખવા રૂપ ક્રિયાથી જે કર્મબંધ રૂપ વ્યાપાર થાય છે તેને દષ્ટિા કિયા કહે છે. પૃષ્ટિ એટલે પ્રશ્ન. પ્રશ્ન અથવા વસ્તુ જે ક્રિયામાં કારણરૂપ હોય છે, તે ક્રિયાને પૃષ્ટિકા કિયા કહે છે. અથવા “પુપ્રિયા” આ પદની સંસ્કૃત છાયા “પુષ્ટિના” પણ થઈ શકે છે. પૃષ્ટિ એટલે પ્રશ્ન સાવધ પ્રશ્નથી જનિત વ્યાપાર દ્વારા જે કર્મબંધ રૂપ વ્યાપાર થાય છે તેને પૃષ્ટિના કિયા કહે છે. દષ્ટિકા કિયા બે પ્રકારની હોય છે. (૧) જીવષ્ટિક અને (૨)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧