Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઝેરી સર્પોના અભેઢ જ્ઞાનરૂપ વિષથી હું પ્રત્યેક ગતિમાં મૂર્જિત થયે! છું. મારા આત્માને કાઈ પણ પ્રદેશ એવા નથી કે જે જ્ઞાનાવરણીય આદિ કમ રજૂ વડે કસીને બાંધ્યા ન હેાય. હૅવે સ'સારના ભયથી વ્યાકુળ થઈને હું સકળ કલ્યાણધારક, ભવજલધિતારક, સકળ દુઃખદ્વારક, સિદ્ધપદાયક, અને શિવસુખ વિધાયક સયમરૂપ મહેલની છત્રછાયામાં આવી પહોંચ્યા છુ. તા એવી સ્થિતિમાં, ચારિત્રમેહનીય ક્રમના ઉડ્ડયથી આ વિકલ્પાને આધીન થઈને મેં જે ચારિત્રની આરાધનામાંથી પરાંગસુખ વાની ક્રિયા કરી છે તે મારા દ્વારા એક ભયકર અપરાધ થઈ ગયા છે, તેને લીધે મારા આત્માની શુદ્ધિમાં મેટા અવરોધ ઊભા થયા છે તેના પ્રથમ પગથિયારૂપ પ્રાણાતિપાત વિરમણુ વ્રતનું તેના દ્વારા ખંડન ( ધ્વંસ ) થઈ ગયું છે. મે અજ્ઞાનીએ આ કેવા મહા અનથ કરી નાખ્યા છે !” આ પ્રમાણે આત્મગૌં રૂપ શુભ ધ્યાનાધ્યવસાય દ્વારા તે પ્રસન્નચંદ્રરાજર્ષિએ પાપના ચક્કરમાં પડેલા પોતાના આત્માની નિંદા કરતાં કરતાં મન દ્વારા જ પૂર્ણાંકમા ક્ષય કરી નાખ્યા.
જ્યારે તે પ્રસન્નચંદ્રરાજર્ષિ આ પ્રકારે આત્મગહીં કરવામાં મગ્ન થયેલા હતા ત્યારે શ્રેણિક રાજાએ મહાવીર પ્રભુને ફરીથી એજ પ્રશ્ન કર્યાં, “ હું ભગવન્ ! અત્યારે જ જો તે રાષિ કાળધર્મ પામી જાય, તેા કઈ ગતિમાં જાય ? ” મહાવીર પ્રભુએ કહ્યું- હે રાજન્ ! જો તેઓ અત્યારે જ કાળધમ પામી જાય, તે સર્વાસિદ્ધને પાત્ર બની શકે છે. ” ત્યારે શ્રેણિક રાજાએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછ્યું–“ હે આપે પહેલાં તેને સાતમી નરકને પાત્ર કહ્યો હતા હવે આપ તેને સર્વોસિદ્ધને પાત્ર કહેા છે, તેા આપના આ જવાખનું કારણ શું છે ? ” ત્યારે મહાવીર પ્રભુએ પૂર્વ આશયના અને વમાન આશયના સમસ્ત ભેદભાવ તેને સમજાન્યે!. ખરાખર એજ સમયે પ્રસન્નચદ્ર રાજર્ષિ પાસે દુંદુભિનાદ થવા લાગ્યા. દેવાએ એકત્ર થઈને તેમના જય પેાકારવા માંડયા. તે દુંદુભિનાદ તથા જયનાદ સાંભળીને રાજા શ્રેણિકે મહાવીર પ્રભુને પૂછ્યું- હે ભગવન્ ! આ દુઃ
ભગવન્ !
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૦ ૬