Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
એ વાત જ સ્વીકારવી પડશે કે તે જ્ઞાનસહિત ક્રિયાનું તે ફલ છે. ભલે ક્રિયા જ્ઞાનની સાથે સાથે જ રહેતી હોય અથવા ભલે જ્ઞાનની અનુગામી હોય, પરંતુ એ વાત તે નિશ્ચિત છે કે જ્ઞાનસહભાવિની અથવા જ્ઞાનપૂવિકા સંયમક્રિયા જ મેક્ષપ્રાપ્તિમાં કારણભૂત બને છે. માત્ર ક્રિથા જ મેક્ષનું કારણ બનતી નથી, અને માત્ર જ્ઞાન જ મોક્ષનું કારણ બનતું નથી, એમ સમજવું જોઈએ.
શંકા–આ૫ના કહ્યા પ્રમાણે તે જ્ઞાન અને ક્રિયામાં–તે પ્રત્યેકમાં મોક્ષ પ્રાપ્તિના સાધનરૂપ બનવાને અભાવ છે-તે બનેના મેળમાં જ સાધનતાનો સદ્દભાવ છે, તે એ વાત કેવી રીતે સંભવિત છે? જેમ રેતીના કણમાં તેલ હેતું નથી, તે તેના સમુદાયમાં પણ તેલ સંભવી શકતું નથી એજ પ્રમાણે જે સ્વતંત્ર જ્ઞાનમાં અથવા સ્વતંત્ર ક્રિયામાં મોક્ષ પ્રાપ્તિ કરાવવાની કારણુતા નથી, તે બનેના સમુદાયમાં તે કારણતા કેવી રીતે સંભવી શકે છે?
ઉત્તર–એવી વાતને એકાન્તરૂપે સ્વીકારવામાં આવતી નથી. ઘડાદિ પદાર્થો માટી, દંડ, ચક અને ચીવર આ ચાર સાધને માંના પ્રત્યેક સાધનો દ્વારા બની શકતા નથી. એટલે શું તેમના સમુદાય દ્વારા પણ બની શકતા નથી? આપણે તેમને તે સાધનના સમુદાય દ્વારા તે અવશ્ય નિર્માણ થતાં જઈએ છીએ. એજ પ્રમાણે આપે અહીં પણ એ વાત સ્વીકારવી જ જોઈએ કે અદષ્ટ મોક્ષની પ્રાપ્તિ જીવને જ્ઞાનક્રિયાના સમુદાયથી થઈ શકે છે. આ વાતનું પ્રતિપાદન કરવા માટે બીજું દષ્ટાન્ત લઈએ. કેઈ માણસને તરતાં આવડે છે, પરંતુ તે પાણીના પ્રવાહમાં પડીને હાથપગ હલાવવાનું જ બંધ કરે તે તે જેમ પાણીમાં તણાઈ જાય છે, એજ પ્રમાણે જ્ઞાની જીવ પણ જે ચારિત્રરૂપ ક્રિયા કરતો નથી-સંયમથી વિહીન જ રહે છે–તે તે પણ પ્રમાદ
તવાળી આ સંસારરૂપ નદીના પ્રવાહમાં તણાયા જ કરે છે, એટલે કે જન્મ મરણના ફેરા કર્યા જ કરે છે.
તથા એવું જે કહેવામાં આવ્યું છે કે “મંત્રાદિના અનુસ્મરણરૂપ જ્ઞાન માત્રનું ફલ જેવામાં આવે છે, તે જ્ઞાનને પ્રતાપે મોક્ષરૂપી અદષ્ટ ફળની પ્રાપ્તિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૧૫