Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
થાય છે એવું અનુમાન અમે કરીએ છીએ ” તે તેની સામે અમારી એવી દલીલ છે કે મંત્ર દ્વારા ઈષ્ટફળની પ્રાપ્તિમાં મંત્રનું જ્ઞાન માત્ર જ કારણભૂત હોતું નથી, પરંતુ મંત્રાદિને વિધિપૂર્વક જાપ કરવા રૂપ ક્રિયા પણ કારણભૂત હોય છે, તે પ્રકારની ક્રિયા વિના ઈચ્છિત ફળની પ્રાપ્તિ થતી નથી.
જે આ કથનની સામે એવી દલીલ કરવામાં આવે કે “મના સમરણ રૂપ જ્ઞાનમાત્રથી પણ કઈ કઈ વાર ઈષ્ટફળની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. છતાં પણ આપ આવી પ્રત્યક્ષ વિરૂદ્ધની વાત કેમ કરો છો કે ક્રિયા સહિત જ્ઞાન જ મેક્ષપ્રાપ્તિમાં કારણભૂત બને છે?
તે આ બાબતનું સમાધાન આ રીતે થઈ શકે-મંત્રના જ્ઞાનમાત્રથી જ તે મંત્રનું ફલ પ્રાપ્ત થઈ શકતું નથી, કારણ કે મંત્રજ્ઞાન તે ક્રિયાશુન્ય હોય છે. જે જ્ઞાન કિયાવિહીન હોય છે તે પિતાના કાર્યનું જનક હોતું નથી. જેમ ઔષધના જ્ઞાનમાત્રથી રેગ દૂર થતી નથી, પરંતુ તેનું સેવન કરવાથી જ રોગ દૂર થાય છે, એમ માત્ર જ્ઞાન દ્વારા જ મોક્ષપ્રાપ્ત થતો નથી પણ સંયમ રૂપ કિયાની પણ તેમાં આવશ્યકતા રહે છે. તેથી એ વાત માનવી જ પડશે કે જે વસ્તુ (જ્ઞાન) કોઈ કાર્યની જનક હોય છે, તે કિયારહિત હોતી નથી. જેમકે કુંભકાર, તેને ઘડાદિ પાત્ર બનાવવાનું જ્ઞાન હોવું જોઈએ, ત્યારે જ તે ઘડાદિ પાત્ર બનાવી શકે છે. આ પ્રકારનું આ કથન પ્રત્યક્ષ અનુભવની વિરૂદ્ધ જતું નથી, કારણ કે લેકમાં એવું જ જોવામાં આવે છે. તેથી જ એ વાત માનવી પડશે કે જ્ઞાનમાત્રથી–ક્રિયાશૂન્ય જ્ઞાનથી–સાક્ષાત્ ફલ ઉત્પન્ન થતું જોવામાં આવતું નથી. કદાચ એવી દલીલ કરવામાં આવે કે મંત્રાનુસ્મરણમાં પરિજપનાદિ કિયા તે જોવામાં આવતી નથી, પરંતુ મંત્રાનુસ્મરણ માત્રથી જનિત ફલ તે જોવામાં આવે છે, તે એવી સ્થિતિમાં જ્ઞાનમાત્રને તે ફળની પ્રાપ્તિમાં કારણભૂત ન માનવામાં આવે, તે તે ફળ ક્યા કારણે ઉત્પન્ન થયેલું માનવું ? તે તેનું સમાધાન આ પ્રમાણે સમજવું–એવી પરિસ્થિતિમાં જે કુલ મળે છે, તે મંત્ર દ્વારા નિબદ્ધ દેવતા વિશેષને કારણે જાયમાન ગણવું જોઈએ. દેવતા સક્રિય હોય છે તે કારણે એવું માનવું જોઈએ કે કિયાસાધ્ય તે ફલ છે, માત્ર મંત્રજ્ઞાન સાધ્ય તે ફલ નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૧ ૬