Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમને ત્યાગ કરતા નથી, ત્યાં સુધી તે નવ વાડ સહિત અબ્રહ્મવિરમણ વ્રતનું (બ્રહાચર્ય વ્રતનું) પાલન કરવાને સમર્થ થઈ શકતો નથી. એજ પ્રમાણે “rો વહેળ સંગ સંગમેકના, નો જવળ સંવરેvi
જ્યાં સુધી આત્મા જ્ઞ પરિજ્ઞાથી આ આરંભ અને પરિગ્રહરૂપ બે સ્થાનને જાણતા નથી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી જ્યાં સુધી તેમને પરિ. ત્યાગ કરતા નથી, ત્યાં સુધી તે પરિપૂર્ણ વિશુદ્ધ) સંયમથી પિતાના આત્માને સંયમિત કરી શકતા નથી. પૃથ્વીકાય આદિના સંરક્ષણરૂપ ૧૭ પ્રકારનો સંયમ કહ્યો છે. આરંભ અને પરિગ્રહના ત્યાગપૂર્વક જ આ સંયમની આરાધના થઈ શકે છે. એ જ પ્રમાણે જ્યાં સુધી આત્મા જ્ઞ પરિજ્ઞાથી આરંભ અને પરિ. ગ્રહના સ્વરૂપને જાણતો નથી અને પ્રત્યાખ્યાન દ્વારા તેમને પરિત્યાગ કરતો નથી, ત્યાં સુધી તે આસ્રવદ્વાર નિરોધરૂપ વિશુદ્ધ સંવરને પ્રાપ્ત કરી શક્તો નથી, એટલે કે એ આત્મા આસ્રવ દ્વારને રોકી શકતો નથી.
“ મામિવિધિrif scuisiા” એજ પ્રકારે આત્મા જ્યાં સુધી જ્ઞ પરિજ્ઞા દ્વારા આરંભ અને પરિગ્રહરૂપ બને સ્થાનને જાણતો નથી અને પ્રત્યાખ્યાન દ્વારા તેમને પરિત્યાગ કરતા નથી, ત્યાં સુધી તે પરિપૂર્ણ એવાં વિષયક ગ્રાહક આમિનિબેધિક જ્ઞાનને ઉત્પન્ન કરી શક્તો નથી. અહીં કેવલ” શબ્દનો અર્થ “પરિપૂર્ણ” છે. “ મ” ઉપસર્ગ પાંચ ઈન્દ્રિ અને મને નિમિત્તક બોધમાં સંશય વિપર્યય જ્ઞાનનો અભાવ પ્રકટ કરવા માટે વપરાય છે. એટલે કે પાંચ ઇન્દ્રિય અને મનદ્વારા જે પ્રતિનિયત સંબદ્ધ વર્તમાન વસ્તુને બંધ થાય છે, એનું નામ જ અભિનિબંધ મતિજ્ઞાન છે. તે આભિનિબોધ જ્ઞાન જે સંશય અને વિપર્યયથી રહિત હોય તે જ તેને કેવલ ( પરિપૂર્ણ વિશુદ્ધ) આભિનિબેધિક મતિજ્ઞાન કહેવાય છે. તે અભિનિધજ આભિનિધિક રૂપ છે. “gવં સુચના મોહિઝાઇ, મનપજ્ઞાન, વચના” એજ પ્રમાણે આત્મા જ્યાં સુધી આરંભ અને પરિગ્રહરૂપ બે સ્થાનને જ્ઞ પરિજ્ઞાથી જાણતો નથી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વારા જ્યાં સુધી તેમને પરિત્યાગ કરતા નથી, ત્યાં સુધી તે વિશુદ્ધ શ્રુતજ્ઞાનને (શ્રતશાસ્ત્રાનુસારી
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧૧૯