Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જ્ઞાનને) ઉત્પન્ન કરી શકતું નથી. “શ્રચતે રૂતિ શુ આ વ્યુત્પત્તિ અનુસાર “જે સંભળાય છે તે શ્રત છે” એટલે કે શબ્દને શ્રત કહે છે. તે શબ્દ ભાવશ્રતમાં કારણરૂપ બને છે. તેથી શબ્દમાં જ્ઞાનને ઉપચાર કરાવે છે, અને તેથી જ તેને જ્ઞાનરૂપ કહેવામાં આવેલ છે.
એજ પ્રમાણે જ્યાં સુધી આત્મા આરંભ અને પરિગ્રહરૂપ બે સ્થાનને જ્ઞ પરિજ્ઞાથી જાણતું નથી અને પ્રત્યાખ્યાન દ્વારા તેમને પરિત્યાગ કરતે નથી, ત્યાં સુધી તે પૂર્ણ વિશુદ્ધ અવધિજ્ઞાનને ઉત્પન્ન કરી શકતું નથી. ઈન્દ્રિ અને મનની અપેક્ષા રાખ્યા વિના રૂપિ દ્રવ્યમાત્રને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાની અપેક્ષાએ સાક્ષાત્ જાણનાર જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. આરંભ અને પરિગ્રહના સ્વરૂપને જાણીને તેમના પરિત્યાગ પૂર્વક જ આત્મા આ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે.
એ જ પ્રમાણે જ્યાં સુધી આત્મા જ્ઞ પરિણાથી આરંભ અને પરિગ્રહને જાણતા નથી અને પ્રત્યાખ્યાન દ્વારા તે બન્નેને ત્યાગ કરતું નથી, ત્યાં સુધી તે પૂર્ણરૂપે અથવા વિશુદ્ધરૂપે મન:પર્યવજ્ઞાનને (મનની પર્યાને સાક્ષાત્ જાણનારા જ્ઞાનને) ઉત્પન્ન કરી શકતો નથી.
અહીં “ નો ૪ ૩qહેરના” આ પાઠ પણ જેવો જોઈએ. તેના દ્વારા એ વાચ્યાર્થ થાય છે કે જયાં સુધી આત્મા જ્ઞ પરિજ્ઞાથી આરંભ પરિગ્રહરૂપ બે સ્થાનેને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમને પરિત્યાગ કરતે નથી, ત્યાં સુધી તે પરિપૂર્ણ અથવા વિશુદ્ધ કેવળજ્ઞાનને ઉત્પન્ન કરી શકો નથી. કેઈ પણ જાતની મર્યાદા વિના રૂપી અને અરૂપી દ્રવ્યોને હસ્તામલકવત્ (હાથમાં રહેલા આમળાની જેમ) સાક્ષાત જાણનારા જ્ઞાનને કેવળજ્ઞાન કહે છે. “વિક્રના ” આ પદમાં જે કેવલ વિશેષણ છે તેના દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યું છે કે આ જ્ઞાન એવું હોય છે કે તેમાં મતિજ્ઞાન આદિ જ્ઞાનની અપેક્ષા રહેતી નથી–એટલે કે તે જ્ઞાનેથી સહાયતાની આવશ્યકતા રહેતી નથી. કેવળજ્ઞાનનું નિરાધક સર્વઘાતિ પ્રકૃતિરૂપ જે કેવળ જ્ઞાનાવરણ કર્મ છે, તેને તેમાં સર્વથા ક્ષય થયેલો રહે છે, તેથી તેને વિશુદ્ધ કહ્યું છે. અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહીને રૂપી પદાર્થોને જાણી શકે છે, પરંતુ કેવળજ્ઞાનમાં આવી કે મર્યાદા
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૧ ૨૦