Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શંકા–જ્ઞાનચારિત્રને સામાન્યતઃ એક્ષપ્રાપ્તિના કારણરૂપ બતાવ્યાં છે, તેથી મોક્ષપ્રાપ્તિમાં પ્રધાન કારણ તે જ્ઞાનને જ માનવું જોઈએ, ચારિત્રરૂપ ક્રિયાને પ્રાધાન્ય મળવું જોઈએ નહીં. (૨) અથવા એકલા જ્ઞાનને જ મે ક્ષ. પ્રાપ્તિના કારણભૂત ગણવું જોઈએ-ચારિત્રરૂપ કિયાને કારણભૂત ગણવા જોઈએ નહીં.
જેમ જ્ઞાનનું ફળ કિયા છે, એજ પ્રમાણે ક્રિયા બાદ જે મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, તે પણ જ્ઞાનના ફળરૂપ જ હોય છે, તેથી જ્ઞાનને જ મેક્ષનું કારણ માનવું જોઈએ.
વળી બેધકાળમાં પણ જે પરિ છેદાત્મક પદાર્થ જ્ઞાન થાય છે તેનું કારણ પણ જ્ઞાન જ હોય છે. પરિછેદના અનન્તર (પશ્ચાત ) જે રાગાદિકેને નિગ્રહ (જીતવાનું) થાય છે, તેનું કારણ પણ જ્ઞાન જ છે. જેવી રીતે માટી ઘડાની રચનામાં કારણભૂત બને છે, એજ માટી તે ઘડાની રચના પહેલાં જે પિંડ, શિવિર, (માટીમાંથી બનાવવામાં આવતે થાળીના જે આકાર વિશેષ), કેશ અને કુશૂલાદિકની રચનામાં પણ કારણભૂત હોય છે, એ જ પ્રમાણે જ્ઞાનમોક્ષને માટે કારણભૂત હોય તે વચગાળાના ય પરિચ્છેદનું અને રાગાદિકેને નિગ્રહનું કારણ હોવું જ જોઈએ. વળી મંત્રના અનુસરણ માત્રથી વિષ ઉતરી જવારૂપ ફળ તથા આકાશગમન આદિ રૂપ અનેક પ્રકારનાં કાર્ય જે જોવામાં આવે છે, તે જ્ઞાનમાત્રના ફલસ્વરૂપ જ હોય છે. તે એ જ્ઞાનનું જેવું લૌકિક ફળ પ્રતીત થાય છે એવું જ લકત્તર-મોક્ષ પ્રાપ્તિરૂપ અદષ્ટ ફળ પણ હોવું જ જોઈએ, તેને પણ જ્ઞાનના ફળસ્વરૂપ માનવામાં શું વાંધે છે?
ઉત્તર-“જ્ઞાન જ પ્રધાન છે, જ્ઞાન જ એક કારણ છે-કિયા કારણ નથી.” આ પ્રકારનું કથન યુક્તિયુક્ત નથી, કારણ કે જ્ઞાનથી ક્રિયા થાય છે અને ક્રિયાથી ઈષ્ટફળની પ્રાપ્તિ થાય છે, તેથી બનેમાં કારણતા માનવી જોઈએ. જે જ્ઞાનમાત્રને કારણે માનવામાં આવે, તે જ્ઞાનના ફલરૂપ ક્રિયા છે એવું માનવું વ્યર્થ બની જશે. આપના મત પ્રમાણે તે ક્રિયા રહિત જ્ઞાનમાત્ર જ પિતાના કાર્યને સિદ્ધ કરી દેશે, પરંતુ એવું બનતું નથી. કારણ કે કારણરૂપે કિયાને સ્વીકાર કરવામાં આવે છે, મોક્ષપ્રાપ્તિમાં ચારિત્રાત્પાદન દ્વારા જ્ઞાન ઉપકાર હોય છે, જ્ઞાનથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે અને ચારિત્ર વડે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી મોક્ષપ્રાપ્તિમાં સાક્ષાત્ કારણભૂત તે ક્રિયા જ છે, અને ક્રિયામાં જ્ઞાન કારણભૂત છે. તેથી મોક્ષ પ્રાપ્તિમાં જ્ઞાન પરમ્પરારૂપે કારણભૂત બને છે. સાક્ષાત રૂપે તો કિયા જ કારણભૂત બને છે. આ રીતે કિયા જ પ્રધાનતર કારસિદ્ધ થાય છે, તેથી ક્રિયામાં અપ્રધાનતા અને અકારણતા ઘટાડી શકાતાં નથી.
જે જ્ઞાન અને ક્રિયા, એ બન્નેને મિક્ષપ્રાપ્તિમાં એક સાથે ઉપકારક માનવામાં આવે તે પણ ક્રિયામાં પ્રધાનતા અને કારણુતાનું પ્રતિપાદન કરી શકાય છે. આ રીતે કિયામાં અપ્રધાનતા અને અકારણતા સંભવિત હતાં નથી.
શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૧
૧૧ ૩