Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખાવું જોઈએ નહીં. આ વિચાર કરીને તેણે માંસાહારના પ્રત્યાખ્યાન કર્યા. જ્યારે વર્ષાકાળ સમાપ્ત થઈ ગયે ત્યારે પ્રત્યાખ્યાનને સમય પણ પૂરે થઈ જવાથી તેણે પોતાના સેવકે પાસે અનેક જાતના જીની હત્યા કરાવીને વિવિધ પ્રકારની વાનગીઓની સાથે સાથે માંસ પણ રંધાવ્યું. નેકરેએ આ વિવિધ પ્રકારનું ભોજન તેની પાસે લાવીને મૂકી દીધું, જે કઈ અભ્યાગત ત્યાં આવતે, તેને તે મનપસંદ વસ્તુ આપતી હતી. હવે એવું બન્યું કે માસખમણના પારણે નિમિત્તે કોઈ એક તપોધન અણગાર ગોચરી કરવા નીકળ્યા હતા, તેઓ તે રાજકુમારી પાસે આવી પહોંચ્યા. રાજકુમારીએ તેમને વિનંતિ કરી કે આ માંસને આપ ગ્રહણ કરે. સાધુએ જવાબ આપે-મુનિજનોને માંસ ક૫તું નથી, અમારે માટે માંસાહારને નિષેધ છે.” રાજકુંવરીએ કહ્યું
મુનિરાજ ચોમાસુ પૂરું થઈ ગયું છે, હવે તે તે આપને જરૂર કલ્પી શકે.” સુનિએ જવાબ આપે-“માંસ નિવૃત્તિને માટે તે અમારે સદા વર્ષાકાળ જ છે.” આ પ્રમાણે કહીને તેમણે તેને ધર્મકથા સંભળાવી, જેમાં તેમણે માંસના દેનું વર્ણન કર્યું. “પંવિંચિવમૂર્વ મંતં સુષમગુરૂવીમરછું” તેમણે બતાવ્યું કે માંસ પંચેન્દ્રિય જીવના વધથી ઉત્પન્ન થાય છે, તે દુગધયુક્ત હોય છે. અપવિત્ર હોય છે અને બીભત્સ હોય છે” ઈત્યાદિ. અન્યત્ર પણ એવું જ કહ્યું છે કે “અનુમન્ત” ઈત્યાદિ. મુનિને આ પ્રકારને ઉપદેશ સાંભળી પ્રતિબંધિત થયેલી તે રાજકુંવરીએ દીક્ષા ગ્રહણ કરી. તે રાજકુંવરી દ્વારા પહેલાં દ્રવ્યપ્રત્યાખ્યાન અને પાછળથી ભાવપ્રત્યાખ્યાન થયાં.
બીજી રીતે પણ પ્રત્યાખ્યાનમાં દ્વિવિધતા છે, જે “મહા ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા તે પ્રકટ કરવામાં આવી છે. તેમાં કાળની અપેક્ષાએ દીર્ઘતા અને સ્વતાનું કથન ગહ સૂત્રમાં કહ્યા અનુસાર સમજવું. છે સૂ. ૬
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૧૧