Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ભિનાદ તથા દેવે દ્વારા જયનાદ કેમ થઈ રહ્યો છે?” ત્યારે મહાવીર પ્રભુએ તેમને આ પ્રમાણે જવાબ આપ્યો-“ હે શ્રેણિક ! શુભધ્યાનયુક્ત પ્રસનચંદ્ર રાજર્ષિના પશ્ચાત્તાપની આગમાં સમસ્ત કર્મરૂપી ઈધન બળીને ખાખ થઈ જવાથી તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે તેથી સુરાસુર મળીને તેને મહિમા પ્રકટ કરી રહ્યા છે. આ પ્રકારનું પ્રસન્નચંદ્ર રાજષિનું દૃષ્ટાન્ત ભાવગહનું પ્રતિપાદન કરવાને માટે અહીં આપવામાં આવ્યું છે.
દ્રવ્યગહમેં અંગારમદકાચાર્ય કા દ્રષ્ટાંત
તથા “ ના રિહરુ” કઈ કઈ મુનિ કેવળ વચન દ્વારા જ ગહ કરે છે. અહીં “વા” શબ્દ વિકલ૫ાર્થક અથવા અવધારણાર્થક છે કહેવાનું તાત્પર્ય એ છે કે કઈ કઈ મુનિ માત્ર વચનથી જ નહીં કરે છે, મનથી ગહ કરતા નથી. વચન દ્વારા ગહનું પ્રતિપાદન કરવા માટે અંગારમર્દનાચાર્યનું દષ્ટાન્ત અહીં આપવામાં આવ્યું છે–
વસંતપુર નામે નગર હતું, ત્યાં જિતશત્રુ નામને રાજા હતા. તે બાર તેને આરાધક અને તીર્થંકરના શાસનને પ્રભાવક હતિ. સદેરક મુહપત્તી ધારણ કરીને તે બને સમયમાં આવશ્યક કાર્ય (પ્રતિક્રમણ) કરતો હતો. તે રાજાએ એક રાત્રે એવું સ્વપ્ર દેખ્યું કે પાંચસે હાથીઓના સમૂહથી વીંટ ળાયેલો એ એક ભુંડ મારા નગરમાં આવ્યું છે. આ પ્રકારનું સ્વમ આવ્યા બાદ જ્યારે તેની નિદ્રાને ભંગ થયો ત્યારે તે આ સ્વમ બાબત વિચાર કરવા લાગ્યા. હવે એવું બન્યું કે એક રુદ્રદેવ નામના આચાર્ય પિતાના ૫૦૦ શિષ્યોના સમૂહ સાથે એજ દિવસે વિહાર કરતાં કરતાં એજ નગરમાં આવી પહોંચ્યા. શુભ ગ્રહોથી યુક્ત શનિની જેમ, કલ્પવૃક્ષેથી યુક્ત એક એરંડાની જેમ, અને હંસના સમૂહથી ઘેરાયેલા બગલાને જે પ્રકારની દૃષ્ટિથી જોવામાં આવે છે તે પ્રકારની દૃષ્ટિથી જિતશત્રુએ રુદ્રદેવ આચાર્યને જોયા. દેખતાં જ તેમણે અદ્ભુત્થાન, વન્દનાદિ દ્વારા તેમને સત્કાર કર્યો.
માળીની રજા લઈને રુદ્રદેવાચાર્ય પિતાના ૫૦૦ શિષ્યો સાથે વસંતપુર નગરના એક ઉદ્યાનમાં પધાર્યા. રાજાએ વિચાર કર્યો કે આ મંડળીમાં સ્વમમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૦૭