Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રહે છે. વિવિધ રનોથી આપને ભંડાર ભરપૂર છે. ધનધાન્યથી આપણે દેશ પરિપૂર્ણ છે. આપને ત્યાં બધી પ્રકારની ઋદ્ધિસિદ્ધિ વિદ્યમાન છે. તેના પર આપનું અખંડ સામ્રાજ્ય છે આપના પ્રતાપરૂપી અનલ (અગ્નિ)થી સંતપ્ત થઈને શત્રુઓ એવા તે નાસી ગયાં છે કે ત્યાં જડતાં નથી. જાણે કે તેઓ દિગન્તાને આશ્રય લઈને છુપાઈ ગયાં છે. આપનું તેજ ઈન્દ્રના તેજની જેમ ચારે બાજુ ચમકી રહ્યું છે. પ્રતિદિન આપની રાજ્યલક્ષ્મી શુકલપક્ષના ચન્દ્રની જેમ વૃદ્ધિ પામતી જાય છે. જાણે કે તે રાજ્યલમી આપણા રાજમહેલના પ્રાંગણમાં શુકલપક્ષના ચન્દ્રની કલાની જેમ વૃદ્ધિ પામતી અખંડ કીડ કરી રહી છે. આટલી આટલી સુખ-સમૃદ્ધિ હોવા છતાં આપ શા કારણે ઉદાસ થઈ ગયા છે, તે જાણવાને હું ઘણી આતુર છું.”
રાણીની આ પ્રકારની જિજ્ઞાસાને જાણીને પ્રસન્નચન્દ્ર રાજાએ તેને કહ્યું, “હે રાણી મૃત્યુને પૈગામ લઈને યમને દૂત આવી રહ્યો છે. થોડા જ સમયમાં શત્રુ આવી પહોંચશે, તેની સાથે મારે જરૂર જવું પડશે. તે કારણે આજ મારા મનમાં ઉદાસીનતા વ્યાપી ગઈ છે. ”
રાજાની આ પ્રકારની વાત સાંભળીને રાણીએ કહ્યું-“નાથ ! આ આપ શું કહે છે ! આપને અહીંથી લઈ જવાને કણ સમર્થ છે? જે આપને અહીંથી લઈ જવાને કેઈ આવશે તે હું તેને મારી અનુપમ મુદ્રિકા અથવા સર્વસ્વ આપીને પણ તેના હાથમાંથી આપને મુક્ત કરાવીશ. તે આપે ચિંતા શા માટે કરવી જોઈએ !”
રાણીની આ ભેળપણયુક્ત વાતે સાંભળીને રાજાએ તેને કહ્યું-“દેવી ! તમે ભેળાં અને સરળ સ્વભાવવાળાં છે, તેથી તમારા મુખમાંથી આ પ્રકારની વાત નીકળી રહી છે. શું મોતને રોકવાની કેઈમાં શક્તિ છે ખરી? શું અમૂલ્ય અદ્રિકાદિની ભેટ દ્વારા મતને રેકી શકાય છે ખરું જે એવી રીતે મતથી બચી શકાતું હેત તે જગતમાં કઈ પણ વ્યક્તિ મરત જ નહીં ! સર્વ સંપત્તિ અર્પણ કરવા છતાં તેને ટાળી શકાતું નથી, તેને રોકવાને કઈ સમર્થ નથી.”
આ પ્રકારનું રાજાનું સત્યાર્થ કથન સાંભળીને રાણીએ કહ્યું-“નાથ !” કયાં છે એ યમદૂત ? મને બતાવે તે ખરાં ! ”
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧