Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જીવના વિષયમાં આજ્ઞા દેનારને જીવાજ્ઞાનિકા ક્રિયાજન્ય દોષ લાગે છે, તથા અજીયના વિષયમાં આજ્ઞા દેનાર જીવને અજીવાજ્ઞાપનિકા ક્રિયાજન્ય દ્વેષ લાગે છે. જીવનું અને અજીવનું વિદ્યારણુ કરતી વખતે જે ક્રિયા થાય છે તેને અનુ ક્રમે જીવ વૈદારણિકી અને અજીવ વૈદારણિકી ક્રિયા કહે છે. આ સઘળું વણુ ન નૈસષ્ટિકી ક્રિયાના વધુન પ્રમાણે સમજવું.
ક્રિયાના નીચે મુજબના એ પ્રકાશ પણ પડે છે (૧) અનાભાગ પ્રત્યયા અને (૨) અનવકાંક્ષા પ્રત્યયા. જે ક્રિયાનું કારણ અનાભાગ અજ્ઞાન હાય છે તે ક્રિયાને અનાલેપ્રત્યત્યયા ક્રિયા કહે છે, તથા વશરીર આદિની અનપેક્ષા જે ક્રિયામાં કારણભૂત હાય છે તે ક્રિયાને અનત્રકાંક્ષા ક્રિયા કહે છે. તેમાંની જે અનાભાગપ્રત્યયા ક્રિયા છે તે એ પ્રકારની છે–(૧) અનાયુક્ત આદાનતા રૂપ અને (૨) અનાયુક્ત માનતા રૂપ, ઉપચાગની અસ્થિરતામાં વસ્ત્ર, પાત્ર આર્દિને ગ્રહણુ કરવા રૂપ જે ક્રિયા થાય છે તેને અનાયુક્ત આદાનતા રૂપ ક્રિયા કહે છે. તથા ઉપયાગની અસ્થિરતામાં જે વસ્ત્ર, પાત્રાદિકની પ્રમાજેના કરવા રૂપ ક્રિયા થાય છે તેને અનાયુક્ત પ્રમાનતા ક્રિયા કહે છે. આલેક અને પરલેાકના અવાય અને ભયથી રહિત જીવની જે ક્રિયા હોય છે તેને અનવકાંક્ષા ક્રિયા કહે છે. તેના પણ એ પ્રકાર છે–(૧) આત્મશરીરા નવકાંક્ષા પ્રત્યયા, અને (૨) પરશરીરાનવકાંક્ષા પ્રત્યયા. પેાતાના શરીરની અપેક્ષા (દરકાર) કર્યા વિના પેાતાનાં જ અંગવિશેષાનું છેદન કરવા રૂપ જે ક્રિયા થાય છે તેને આત્મશરીરાનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા કહે છે, જેમકે નપુંસક બનવાની ક્રિયા.
-
અળદ આદિ પરશરીરેાને છેદવાની-તેમને ડામ દેવાની ખસી કરવાંની, નાથવાની આદિ ક્રિયા કરનાર વ્યક્તિ પરશરીરાનવકાંક્ષા પ્રત્યયા કિયા કરે છે. પ્રેમપ્રત્યયા અને દ્વેષપ્રત્યયાના ભેદથી પણ ક્રિયા એ પ્રકારની કહી છે. માયા લાલરૂપ રાગ જે ક્રિયાના કારણરૂપ હાય છે તે ક્રિયાને પ્રેમપ્રત્યયા ક્રિયા કહે છે, ક્રાધમાન રૂપ દેષ જે ક્રિયામાં કારણભૂત હાય છે તે ક્રિયાને દ્વેષપ્રત્યયા ક્રિયા કહે છે. પ્રેમપ્રત્યયા ક્રિયાના એ ભેદ કહ્યા છે-(૧) માયાપ્રત્યયા અને (૨) લાભપ્રત્યયા. દ્વેષપ્રત્યયા ક્રિયાના પણું નીચે પ્રમાણે એ ભેદ પડે છે-(૧) ક્રોષપ્રત્યયા અને (૨) માનપ્રત્યયા. તેમના અર્થ સરળ હાવાથી વધુ સ્પષ્ટતાની જરૂર નથી. ॥ સૂ૦૪ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૦૦