Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અજીવદૃષ્ટિકા. અશ્વાદિરૂપ સજીવ વસ્તુને જોવાને માટે જતાં જીવ દ્વારા જે કર્મબંધરૂપ વ્યાપાર થાય છે તેને જીવદૃષ્ટિક ક્રિયા કહે છે. તથા ચિત્રાદિ અજીવ વસ્તુઓને જેવા જતાં જીવ દ્વારા જે કર્મબંધરૂપ વ્યાપાર થાય છે, તેને અછવદૃષ્ટિક ક્રિયા કહે છે. એ જ પ્રમાણે પૃષ્ટિકા કિયાના પણ બે ભેદ છે. (૧) જીવસૃષ્ટિકા અને (૨) અજીવપૃષ્ટિકા. રાગદ્વેષથી મુક્ત થઈને જીવને વિષે પ્રશ્ન પૂછનાર દ્વારા જે કર્મબંધરૂપ વ્યાપાર થાય છે તેને જીવસૃષ્ટિક ક્રિયા કહે છે અને એ જ પ્રકારે અજીવ વિષે પ્રશ્ન પૂછનાર જીવે દ્વારા જે કર્મબંધ રૂપ વ્યાપાર થાય છે તેને અજીવપૃષ્ટિકા ક્રિયા કહે છે.
પ્રાતીતિકી કિયા અને સામન્તપનિપાતિકી ક્રિયાના ભેદથી પણ ક્રિયાના બે પ્રકાર પડે છે. બાહ્ય વસ્તુની પ્રતીતિ કરીને જે ક્રિયા થાય છે તેને પ્રાતીતિકી કિયા કહે છે. બધી તરફથી એકત્ર થવામાં લેકે દ્વારા જે કર્મબંધ રૂપ વ્યાપાર થાય છે તેને સામતોપનિપાતિકી ક્રિયા કહે છે. પ્રાતીતિકી કિયા બે પ્રકારની છે-(૧) જીવપ્રતીતિકી અને (૨) અજીવ પ્રતીતિકી. જીવની પ્રતીતિ કરીને જે કમબંધ રૂપ વ્યાપાર થાય છે તેને જીવપ્રાતીતિકી ક્રિયા કહે છે. તથા અવની પ્રતીતિ કરીને જે રાગદ્વેષજન્ય કામ બંધ થાય છે તેને અજીવ પ્રાતીતિકી ક્રિયા કહે છે. સામજોપનિપાતિકી કિયાનાં પણ એવા જ બે ભેદ છે-(૧) જીવ સામનોપનિપાતિકી અને (૨) અજીવ સામજોપનિ. પાતિકી. જેમકે કોઈને બળદ સુંદર છે. જે જે મનુષ્ય તેને જોવે છે તે તે મનુષ્ય તેની પ્રશંસા કરે છે. તેથી તે બળદને માલિક ખુશ થાય છે. આ રીતે તેના દ્વારા જીવસામનોપનિપાતિકી કિયા થાય છે. તથા અજીવ રથ આદિ વસ્તુને જોઈને હર્ષ પામનાર વ્યક્તિ દ્વારા અજીવ સામન્તપનિપાલિકી કિયા થાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧