Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂત્રા——અવસર્પિણી એક છે, સુષમસુષમા એક છે, (યાવત્) દુષ્ટમદુષમા એક છે. ઉત્સર્પિણી એક છે, ક્રુષ્ણમદુખમા એક છે, (યાવત) સુષમસુષમા એક છે.
ટીકા-મકુલ, ચમ્પા, અશેક આદિ પુષ્પા આવવાની ક્રિયા નિયમિત રીતે અમુક સમયે થયા કરે છે. તેના નિયામક કાળ જ છે. આ રીતે કાળની સત્તા પુરવાર થાય છે. તે કાળ અવસર્પિણી અને ઉત્સર્પિણીના ભેદથી એ પ્રકારના છે, જે કાળમાં આયુષ્ય, શરીરાદિ ભાવાની હીનતા થતી જાય છે, તે કાળને અવસર્પિણીકાળ કહે છે. તે ૧૦ કાડાકોડી સાગરાપમ પ્રમાણુ હાય છે. તે અવસર્પિણી કાળમાં સ્વરૂપની અપેક્ષાએ અહીં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. આ વસર્પિણી કાળમાં સમસ્ત થુલ ભાવ અનન્તગણુા ઘટતાં જાય છે, અને અશુભ ભાવ ક્રમે ક્રમે અનન્તગણા વધતાં જાય છે. તે આવસર્પિણી કાળના નીચે પ્રમાણે છ ભેદ પડે છે.
(૧) સુષમસુષમા—આ પ૪માં અને શબ્દો સમાન અવાળાં છે. ‘સમા' એટલે ‘ વર્ષ ’ સારા વને સુષમા કહે છે, જે કાળમાં સારાં વર્ષોં આવે છે, તે કાળને સુષમસુષમા કહે છે, સુષમા સુષમા આ બે શબ્દો અત્યન્ત સુખસ્વભાવના વાચક છે. કહેવાનું તાત્પ એ છે કે જે કાળમાં અત્યન્ત સુખસ્વભાવવાળાં વર્ષો આવ્યાં કરે છે, તે કાળનું નામ સુષમસુષમાકાળ છે.
આ કાળમાં સ્વરૂપની અપેક્ષાએ એકતા સમજવી જોઈએ. આ સુષમસુષમાકાળ અવસર્પિણીના પહેલા આરકમાં (આરામાં) આવે છે. તે ચાર કાડાકાડી સાગર પ્રમાણુના હાય છે. અહીં ‘યાવત્' પથી નીચેના ચાર ભેદોને ગ્રહણ કરવામાં આવ્યા છે. एगा सुसमा, एगा सुसमदुस्समा, एगो दुस्समसुसमा, पगा दुस्समा ” સુષમસુષમા કાળ પછી સુષમા કાળ શરૂ થાય છે. તે કેવળ સુખસ્વભાવવાળા જ હોય છે. તેમાં પણ સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવું જોઈએ. તે સુષમાકાળ ત્રણ કાડાકીડી સાગર પ્રમાણવાળા હોય છે. અવસર્પિ ણીના ત્રીજા આરાને સુષમદુષ્પમાકાળ કહે છે. તેમાં અધિક પ્રમાણમાં સુખને અને અલ્પ પ્રમાણમાં દુઃખના અનુભવ થાય છે. તે એ કાડાકોડી સાગર પ્રમાણવાળા હોય છે. તેમાં પણ સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવું. અવસિપણીના ચેાથા આરાને દુમસુષમા કાળ કહે છે. તે ચેાથા આરામાં દુઃખના અધિક અને સુખને અલ્પ અનુભવ થાય છે. તે એક કાડાકીડી સાગર કરતાં ૪૨ હજાર વર્ષ ન્યૂન પ્રમાણવાળા છે. તેમાં પણ સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવુ. અવસર્પિણીના પાંચમાં આરાને દુખમા કાળ કહે છે. આ આરામાં જીવા દુઃખના જ અનુભવ કરે છે, તે ૨૧ હજાર વર્ષના કહ્યો છે. અને તેમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
७०