Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનિત્યાદિ ભાવનાના કારણભૂત પદાર્થને જાણીને બેધ પ્રાપ્ત કરે છે, તેમને પ્રત્યેક બુદ્ધ કહે છે. તેમની પણ સામાન્યતઃ એક વર્ગણું હોય છે.
પ્રશ્ન-સ્વયં બુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં શું તફાવત છે?
ઉત્તર–સ્વયં બુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં બેધિ, ઉપધિ, કૃત અને લિંગની અપેક્ષાએ ભેદ છે. સ્વયંબુદ્ધને બેધિ પ્રાપ્તિમાં બાહ્ય નિમિત્તોની આવશ્યકતા રહેતી નથી, પરંતુ પ્રત્યક્ષ બુદ્ધોને બધિપ્રાપ્તિમાં બાહ્ય નિમિત્તાની જરૂર રહે છે. તેમની ઉપાધિ આદિનું વર્ણન અન્ય શાસ્ત્રોમાંથી જાણું લેવું જોઈએ.
આચાર્ય વગેરે દ્વારા બોધિત થઈને સિદ્ધ થનારા અને બુદ્ધધિત સિદ્ધો કહે છે. તેમની વર્ગનું પણ એક હોય છે. સ્ત્રીલિંગમાંથી બુદ્ધાધિત થયેલા સિદ્ધોની અને પુરુષ લિંગમાંથી બુદ્ધબેધિત થયેલા સિદ્ધોની પણ એક એક વર્ગણ હોય છે. સ્વલિંગમાંથી (સદેરક મુખવસ્ત્રિકા આદિના ધારક સાયુલિંગમાંથી) સિદ્ધ થયેલા છની વર્ગ પણ એક હેય છે. તથા પરિવ્રાજક આદિ અન્ય લિગમાંથી સિદ્ધ થયેલા જીની પણ એક વર્ગણા હોય છે. ગ્રહસ્થામાંથી સિદ્ધ થયેલા મરુદેવી આદિ જીને ગૃહિલિંગ સિદ્ધો કહે છે. તે ગૃહિલિંગ સિદ્ધોની પણ વર્ગથી એક છે. “તીર્થ સિદ્ધનામ થી લઈને ગૃહિલિંગ સિદ્ધો પર્યન્તના સિદ્ધોને પાઠ અહીં “લવે (યાવત ) પદથી ગ્રહણ થયે છે. તથા એક એક સમયમાં જે એક એક સિદ્ધ થાય છે, તેમને એકસિદ્ધ કહે છે. એવાં એકસિદ્ધોની વર્ગણામાં પણ સામાન્યની અપેક્ષાએ એકવ સમજવું. એક સમયમાં બે થી લઈને ૧૦૮ પર્યન્તના જે સિદ્ધ થાય છે તેમની વર્ગનું પણ એક હોય છે. એક સમયમાં જે અનેક સિદ્ધ થાય છે તે કેટલા થાય છે તેનું પ્રતિપાદન અન્ય સિદ્ધાન્ત ગ્રંથમાં આ પ્રમાણે કરવામાં આવ્યું છે-“વત્તા ગણવાઢા” ઈત્યાદિ. આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે એક સમયમાં વધારેમાં વધારે ૩૨ પર્યન્તના સિદ્ધ થાય છે, ત્યારપછીના બીજા સમયમાં પણ ૩૨ જ સિદ્ધ થાય છે, આ રીતે ત્રીજાથી આઠમાં સમય સુધીના પ્રત્યેક સમયમાં પણ ૩૨-૩૨ પર્યંતના સિદ્ધો જ થાય છે. ત્યારબાદ સિદ્ધો થવામાં અવશ્ય આંતરે પડી જાય છે. ત્યારબાદ જ્યારે ૩૩ થી લઈને ૪૮ પર્યન્તના સિદ્ધ થાય છે, ત્યારે નિરન્તર સાત સમય સુધી ૩૩ થી લઈને ૪૮ પર્યન્તના જ સિદ્ધ થતાં રહે છે. ત્યાર બાદ અવશ્ય આતરે પડી જાય છે. ત્યારબાદ જ્યારે એક સમયમાં ૪૯ થી થી લઈને ૬૦ સુધીના સિદ્ધ થવા માંડે છે, ત્યારે નિરન્તર છ સમય સુધી એટલાં જ સિદ્ધો થયા કરે છે, ત્યારબાદ અવશ્ય આંતર પડી જાય છે. ત્યાર બાદ જ્યારે એક સમયમાં ૬૧ થી લઈને ૭૨ સુધીના સિદ્ધી થવા માંડે છે, ત્યારે આઠમાં સમય સુધી એટલાં જ સિદ્ધ થયા કરે છે, અને ત્યારબાદ અવશ્ય આંતરે પડે છે. આ કામે વૃદ્ધિ થતાં થતાં જ્યારે એક સમયમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૮૧