Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
એજ પ્રમાણે સેન્દ્રિય અને અનિન્દ્રિયના ભેદથી પણ જો બે પ્રકારના હોય છે. સંસારી જીવો ઇન્દ્રિયોથી યુક્ત હોય છે અને સિદ્ધો અનિદ્રિય હોય છે. તથા સગી કેવલી આદિ પણ અનિન્દ્રિય જીવે છે. સગીકેવલીઓને અનિદ્રિય કહેવાનું કારણ એ છે કે તેમનામાં ક્ષાવિકભાવ અને પરિણામિક ભાવનો ભેદ કે જે જીવત્વ ભાવ છે એજ રહે છે તેમની ઈન્દ્રિયે ક્ષાપ શમિક હોય છે. એટલે કે ઇન્દ્રિય જન્ય જ્ઞાન ક્ષાપશમિક હોય છે. - સવેદક અને અવેદકના લેટથી પણ જો બે પ્રકારના હોય છે. જે જમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અથવા નપુંસકવેદને ઉદય હોય છે, તે જીવને સવેદક કહે છે. જેમને તે વેદને ઉદય હોતો નથી એવાં જીને અદક કહે છે. સંસારી જી સંવેદક હોય છે અને સિદ્ધ આદિ જી અવેદક હોય છે.
રૂપી અને અરૂપીના ભેદથી પણ જીવોના બે પ્રકાર પડે છે. રૂપ એટલે આકાર, જે જ આકારથી યુક્ત હોય છે તેમને રૂપી કહે છે અને જે જીવે આકારથી રહિત હોય છે તેમને અરૂપી કહે છે. જેટલાં શરીયુક્ત જીવે છે તે બધાં સરૂપી છે અને શરીરથી રહિત હોય એવાં જીવોને અરૂપી કહ્યા છે. જીવની સાથે જ્યાં સુધી શરીરને બંધ રહે છે, ત્યાં સુધી તે સંસારી જીવ ગણાય છે અને તે કારણે તે સંસ્થાન (આકાર) વર્ણ આદિથી યુક્ત હોય છે. સિદ્ધ જી અરૂપી હોય છે. શરીરથી રહિત થઈને જ જીવ સિદ્ધ બને છે. તેથી તેઓ સંસ્થાન, વર્ણ આદિથી રહિત હોય છે. માટે જ તેમને અરૂપી માનવામાં આવે છે. સમુદ્ર અને અપુલના ભેદથી પણ જીવોના બે પ્રકાર પાડી શકાય છે. કર્માદિ મુદ્રલેથી યુક્ત અને સમુદ્રલ જી કહે છે. સંસારી જો આ પ્રકારના હોય છે. તેનાથી ભિન્ન એવાં અપુલ જીવોમાં સિદ્ધોની ગણતરી થાય છે.
સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નકના ભેદથી પણ છ બે પ્રકારના હોય છે. ભવરૂપ સંસારને જે જ પ્રાપ્ત કરતાં રહે છે તે જીવને સંસાર સમાપન્નક કહે છે. સંસારી જી આ પ્રકારના હોય છે. જે જીવે ભવગ્રહણથી રહિત થઈ ગયાં છે તેમને અસંસાર સમાપનક કહે છે. સિદ્ધોની
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧