Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેનું નામ અભ્યાખ્યાન છે અને પરોક્ષરૂપે સાચા ખોટા દેનું આજે પણ કરવું અથવા આળ ચડાવવું તેનું નામ પિશુન્ય છે. કલહ આદિમાં સામાન્યની અપેક્ષાએ એકત્વ કહેવામાં આવેલ છે. પરવિવાદ–બીજા લોકોની નિંદા કરવા રૂપ પરંપરિવાદમાં પણ સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે, એમ સમજવું.
મેહનીયના ઉદયથી ઉત્પન્ન થયેલ ઉદ્વેગ લક્ષણવાળે જે ચિત્તવિકાર છે તેને અરતિ કહે છે અને મેહનીયના ઉદયથી ઉત્પન્ન થયેલ આનંદરૂપ લક્ષણવાળા ચિત્તવિકારને રતિ કહે છે. આ બંનેને અહીં એકરૂપે પ્રકટ કર્યા છે, કારણ કે જે કંઈ પણ વિષયમાં જીવને રતિ ઉત્પન્ન થાય છે, તે વિષયાતરની અપેક્ષાએ અરતિરૂપે પલટાઈ જાય છે. એ જ પ્રમાણે જે કંઈ વિષયમાં અરતિ થાય છે, તે વિષયાન્તરની અપેક્ષાએ રતિરૂપે પલટાઈ જાય છે. આ રીતે જે રતિ હોય તેને જ અરતિ અને અરતિ હેય છે તેને જ રતિ કહેવામાં આવે છે, તે કારણે તે બન્નેમાં ઔપચારિક એકત્વ છે, એમ સમજવું. એજ પ્રમાણે માયા (કપટ) અને મૃષામિથ્યા–માયા સહિત મૃષાવાદ (કપટ સહિત અસત્ય વચન), આ બનેમાં પણ સામાન્યની અપેક્ષાએ એકવ સમજવું. તે ક્રોધ, માન, લેભ અને મૃષારૂપ સંગ દેને પણ ઉપલક્ષક છે. જો કે પ્રેમાદિક વિષય ભેદથી અને અધ્યવસાયસ્થાન ભેદથી તેમના અનેક પ્રકાર પડે છે, છતાં પણ સામાન્યની અપેક્ષાએ આ દરેકમાં એકત્વ બતાવવામાં આવ્યું છે.
વિપરીત દષ્ટિને મિથ્યાદર્શન કહે છે. તે તમરાદિક શલ્યની જેમ દુઃખનું કારણ બને છે, માટે તેને શલ્ય સમાન કહેલ છે. તેના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે–આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, અનામિક અને સશયિક, ઉપાધિના ભેદથી તે અનેક પ્રકારનું પણ હોય છે. છતાં પણ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ બતાવવામાં આવ્યું છે. એ સૂ૦૫૦ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧