Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્થિતિને એક સાગરેપમ કટાકેટિથી પણ કંઈક ન્યૂન પ્રમાણવાળી બનાવી દે છે. એટલે કે યથા પ્રવૃત્તિકરણના પ્રભાવથી તે મિથ્યાત્વ મેહનીય કર્મની ૭૦ કડાકોડી સાગરોપમની સ્થિતિને ઘટાડીને ૧ સાગરોપમ પ્રમાણ કરતાં પણ ઓછા પ્રમાણુવાળી બનાવી નાખે છે. ત્યારબાદ તેના દ્વારા, તે કર્મની સ્થિતિના અન્તર્મુહૂર્ત પર્યન્તના ઉદય બાદ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામની બે વિશુદ્ધિઓ દ્વારા અન્ડરકરણ કરાય છે. આ અન્તરકણને કાળ પણ એક અન્તર્મુહૂર્તને હોય છે. આ અન્તકરણ કરવાથી તે કર્મની બે સ્થિતિઓ થાય છે. અન્તઃકરણથી નીચેની જે સ્થિતિ થાય છે, તે પ્રથમ સ્થિતિ ગણાય છે. તે અન્તર્મુહર્તમાત્રની જ હોય છે. તથા એજ અન્તરકણથી જે ઉપરિતની બીજી સ્થિતિ હોય છે તે પણ એક અન્તમુહૂર્તની જ હોય છે. પ્રથમ સ્થિતિમાં જીવ મિથ્યાત્વ દલિકેનું વેદન કરે છે, તેથી તે મિથ્યાદૃષ્ટિ રહે છે. અન્ત
હત કાળ પછી જ્યારે તે સ્થિતિ સમાપ્ત થઈ જાય છે ત્યારે અન્તરકરણના પ્રથમ સમયમાં જ જીવ ઔપશમિક સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, કારણ કે તે સમયે મિથ્યાત્વદલિકેના વેદનને અભાવ રહે છે. જેવી રીતે પૂર્વદગ્ધ ઇંધન (લાકડાં) અથવા વેરાનભૂમિ આવતાં જ દાવાનળ ઓલવાઈ જાય છે, એજ પ્રમાણે મિથ્યાત્વ-વેદનરૂપ અગ્નિ પણ અંતઃકરણ પાસે પહોંચીને ઓલવાઈ જાય છે. આ રીતે જીવ ઔષધિ સમાન સમ્યકત્વને પ્રાપ્ત કરીને મદનકેદ્રવ સ્થાનીયના જેવાં દર્શન મેહનીય કમને (જે અશુદ્ધ કર્મ હોય છે) ત્રણ પ્રકારનું કરે છે. દર્શનમેહનીય કર્મના જે ત્રણ પુંજ હોય છે તેમાંથી એક પુંજ અશુદ્ધરૂપ હોય છે, બીજે મુંજ અર્ધવિશુદ્ધરૂપ હોય છે, અને ત્રીજો પુંજ વિશદ્ધરૂપ હોય છે. તે ત્રણે પુજે પિતાપિતાની જાતિના અલગ અલગ પુંજ રૂપે હોય છે. આ ત્રણ પુંજમાંથી અર્ધ વિશુદ્ધ પુંજને જીવમાં જ્યારે ઉદય થાય છે, ત્યારે તે જીવ સભ્ય મિથ્યાદષ્ટિ બને છે. આ અવસ્થામાં અહંત ભગવાન દ્વારા દેખ ત પ્રત્યે તેને અર્ધવિશુદ્ધ શ્રદ્ધા રહે છે. તેની આ પ્રકારની અવસ્થા અન્તમુહૂર્ત પર્યન્તજ ટકે છે. ત્યારબાદ કાં તે તે જીવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૭૫