Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વ્યાપારમાં શિધ્રવૃત્તિતા રહેવાને કારણે એક જીવ દ્વારા એક કાળે એક જ કાયોગ થાય છે, એ ભ્રમ પેદા થાય છે. તે આ કથન દ્વારા તે અમારી વાતને જ સમર્થન મળે છે. કારણ કે અમે પણ એમ જ કહીએ છીએ કે એક કાળે એક જીવ દ્વારા એક જ કાયયોગ થાય છે, અને તમારી વાત દ્વારા પણ અમારી ઉપર્યુક્ત માન્યતાને જ પુષ્ટિ મળે છે. આ રીતે એક કાળે એક જીવમાં એક જ કાયયોગને સદ્ભાવ હોવાની વાત સિદ્ધ થવાથી. મને યોગ અને વચનગમાં પણ એકત્વ સિદ્ધ થાય છે. ઔદારિક આદિ કાગથી આહત (ખુંટવાયેલ) મને દ્રવ્ય વગણ અને વાદ્રવ્ય વગણુઓની સહાયતાથી જીવની જે પ્રવૃત્તિ (વ્યાપાર) થાય છે, તેને જ મનેયેગ અને વાગ કહેવામાં આવેલ છે. મને યોગ અને વાગ્યોગ એક કાયયોગ પૂર્વક જ થાય છે તેથી પણ મનોયોગ અને કાયગમાં એકતા સિદ્ધ થાય છે. સૂ૦૪૩ માં
કાય વ્યાયામ કે ભેદોં કા નિરૂપણ
કાયવ્યાયામના જ ભેદોમાં એકત્વનું કથન--
" एगे उट्ठाण कम्मबलवीरियपुरिसकारपरकमे देवासुरमणुयाणं तासि તંત્તિ સમણિ૪૪ છે
સૂવાર્થ–-દેવ, અસુર અને મનુષ્યના ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરષ કાર અને પરાક્રમ તે તે સમયે એક હોય છે,
ટીકાર્થ––ઉત્થાન એટલે ઉઠવું તે અથવા ઉર્વી—ભવનરૂપ ચેષ્ટ. એટલે કે ઉઠવાની ક્રિયાને ઉત્થાન કહે છે. ગામનાદિરૂપ ક્રિયાને કર્મ કહે છે. શારીરિક શક્તિને બળ કહે છે. આત્મિક શક્તિને વીર્ય કહે છે. પુરુષત્વાભિમાન પુરુષાર્થનું નામ પુરસ્કાર છે, અને ઉત્સાહનું નામ પરાક્રમ છે. તે ઉત્થાન આદિ છ ક્રિયાઓમાંથી એક જ સમયે દેવ, અસુર અને મનુષ્યમાં એક જ ક્રિયાને સદભાવ હોય છે. વીતરાય કર્મના ક્ષય અને ક્ષપશમથી તે ઉથાન આદિની ઉત્પત્તિ થાય છે, તેથી તેમને જીવના જ પરિણામ વિશેષરૂપ માનવામાં આવ્યાં છે. જો કે વીર્યાન્તરાયના ક્ષય અને પશમની વિચિત્રતાને લીધે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૫૪