Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાચક નથી. તેથી સૂત્રમાં તેનું અલગરૂપે પ્રતિપાદન કરાયું છે. પરંતુ
જ્યાં જ્ઞાનપદ દ્વારા દર્શનને ગ્રહણ કરવામાં આવ્યું હોય છે, ત્યાં દર્શન પદ્ધ શ્રદ્ધારૂપ અર્થનું બોધક થતું નથી; પણ સામાન્યરૂપ અર્થને ગ્રહણ કરનાર દર્શનનું જ બોધક થાય છે. સામાન્ય જ્ઞાનની બે ધારાઓ વહે છે–એક ધારા વિશેષ ગ્રાહકરૂપ હોય છે અને બીજી ધારા સામાન્ય ગ્રાહકરૂપ હોય છે. તેમાંથી વિશેષગ્રાહકરૂપ ધારાનું નામ જ્ઞાન છે અને સામાન્ય ગ્રાહકરૂપ ધારાનું નામ દર્શન છે. સામાન્ય જ્ઞાનપદના પ્રયોગ દ્વારા જ્ઞાન અને દર્શન, એ બંનેને ગ્રહણ કરવામાં આવે છે.
શ્રદ્ધારૂપ દર્શનનું નિરૂપણ– “જેના દ્વારા અથવા જેના સદભાવને લીધે પદાર્થોને શ્રદ્ધાના વિધ્યભૂત કરાય છે પદાર્થો પર શ્રદ્ધા મૂકાય છે તેનું નામ દર્શન છે. તે દર્શન મેહનીય કર્મના ક્ષયથી ક્ષપશમથી જન્ય હોય છે, અને તે પ્રત્યે શ્રદ્ધા રાખવારૂપ આત્મના એક પરિણામ વિશેષરૂપે હોય છે. જો કે શ્રદ્ધારૂપ પરિણામનાં અનેક ભેદ કહ્યાં છે, છતાં પણ શ્રદ્ધાના સામ્યની અપેક્ષાએ તેમાં એકતા બતાવવામાં આવી છે. અથવા જીવને એક સમયમાં એક જ શ્રદ્ધા થતી હોય છે, તે કારણે પણ તેમાં એકતા પ્રકટ કરવામાં આવી છે, એમ સમજવું.
શંકા-જ્ઞાન અને દર્શનમાં સામાન્ય બંધની અપેક્ષાએ તે એકતા રહેલી છે. છતાં તે બનેને અલગ અલગ શા માટે ગણ્યા છે ?
ઉત્તર-દર્શન તત્વશ્રદ્ધારૂપ હોય છે અને તે દર્શનનું કારણ જ્ઞાન હોય છે. તેથી કારણકાર્યની અપેક્ષાએ તે બન્નેમાં ભેદ માનવામાં આવેલ છે.
ચારિત્રનું નિરૂપણ–“જે વારિ” મેક્ષાભિલાષી જીવે દ્વારા જેનું સેવન કરવામાં આવેલ છે, તેનું નામ ચારિત્ર છે. અથવા જેના દ્વારા મુક્તિમાં જવાય છે તે ચારિત્ર છે. અથવા આઠ પ્રકારનાં કર્મોના સમૂહને જેના દ્વારા આત્માપરથી દૂર કરવામાં આવે છે, તેનું નામ ચારિત્ર છે. ચારિત્રમેહનીયના ક્ષયથી અને ક્ષયપશમથી આ ચારિત્ર ઉત્પન્ન થાય છે, તેથી તે આત્માનું એક વિરતિરૂપ પરિણામવિશેષ છે. જો કે તેને સામાયિક આદિ અનેક ભેદ છે, છતાં પણ વિરતિ સામાન્યની અપેક્ષાએ તેમાં એક પ્રકટ કરવામાં આવ્યું છે. અથવા-એક સમયમાં તે એક જ હોય છે, તેથી પણ તેને એક કહ્યું છે.
પ્રશ્ન–પહેલાં જ્ઞાન થાય છે, ત્યારબાદ દર્શન થાય છે અને ત્યારબાદ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તે આ ક્રમમાં શી યુક્તિ રહેલી છે?
ઉત્તર–અજ્ઞાત હોય એવા કેઈ પણ પદાર્થ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. અને જેના ઉપર શ્રદ્ધા ઉત્પન્ન ન થાય તે અનુષ્ઠાન (ક્રિયા) ને વિષય પણ બની શક્તા નથી. તેથી જ આ પ્રકારને ક્રમ રાખવામાં આવે છે, અને એજ તેમાં યુક્તિ રહેલી છે. સૂ૦૪પા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૫૭