Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપકૃષ્ટતમ જે શુભ છે તે પુરયજન્ય જ હોય છે. જે પરમાપકૃષ્ટ પુણ્યનું ફલ પરમાપકૃષ્ટ શુભ છે એજ પ્રકૃષ્ટ દુ:ખ છે. એજ પરમાપકૃષ્ટ પુણ્યને સર્વથા ક્ષય થતાં પુણ્યરૂપ બંધના અભાવને લીધે મોક્ષ મળે છે. જેમ અત્યન્ત પચ્યાહારના સેવનથી પરમાગ્યરૂપ સુખની પ્રાપ્તિ થાય છે, અને જ્યારે તે મનુષ્ય ધીરે ધીરે પચ્યાહારનો ત્યાગ કરવા માંડે છે અને અપચ્યાહારનું સેવન કરવા માંડે છે ત્યારે તેના આરોગ્યરૂપ સુખને નાશ કરવા માંડે છે અને જ્યારે તે આહારને સર્વથા ત્યાગ કરી નાખે છે, ત્યારે તેનું મરણ થઈ જાય છે. પુષ્યને પચ્યાહારના જેવું અહીં પ્રકટ કર્યું છે.
ઉત્તર--આ વાત ઉચિત નથી કારણ કે પુણ્યની જેમ પાપ પણ એક સ્વતંત્ર તત્વ છે. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-આ દુઃખના પ્રકધનો જે અનુભવ છે, તે રવાનુરૂપ કર્મના પ્રકર્ષથી જનિત હોય છે, કારણ કે તે અનુભવ પ્રકર્વાનુભવરૂપ હોય છે. જેવી રીતે સુખના પ્રકર્ષને અનુભવ સ્વાનુરૂપ પુણ્યના પ્રકર્ષથી જનિત તમે માન્ય છે, એ જ પ્રમાણે આ દુઃખના પ્રકર્ષને અનુભવ પણ પ્રકષનુભવરૂપ હોવાથી સ્વાનુરૂપ પાપકર્મના પ્રકર્ષથી જનિત હશે, એવું પણ તમારે માનવું જ જોઈએ. આ રીતે પાપ-દુઃખના હેતુ (કારણ) રૂપ છે, એ વાતને સ્વીકારવી જોઈએ. જે ૧ર છે
આસ્રવ કે એકત્વ કા નિરૂપણ
પુણ્યકર્મ અને પાપકર્મનું નિરૂપણ પૂરું કરીને હવે સૂત્રકાર કર્મબન્ધના કારણરૂપ આસવનું નિરૂપણ કરે છે-“p બાર” ઈત્યાદિ છે ૧૩ છે
મૂલાર્થ-આસવ એક છે. મે ૧૩ છે
ટીકાર્થ-જેના દ્વારા આત્મામાં અષ્ટવિધ કર્મો પ્રવેશ કરે છે તેનું નામ આસવ છે. તે આસવ કર્મબંધના કારણરૂપ છે. તે એક સંખ્યાવાળે છે. આસવના નીચે પ્રમાણે ૪૨ ભેદ છે-ઈન્દ્રિય પાંચ, કષાય ચાર, અવ્રત પાંચ, ક્રિયા પચીસ અને યોગ ત્રણ અથવા દ્રવ્યાસવ અને ભાવાવના ભેદથી આઝવ બે પ્રકારના હોય છે. નાવ આદિમાં છિદ્ર દ્વારા પાણીને પ્રવેશ થ તે દ્રવ્યાસ્ત્રવ છે. કારણ કે તેના દ્વારા નાવમાં જલને પ્રવેશ થાય છે. ભાવાસ્ત્રવ ઈન્દ્રિયાદિરૂપ હોય છે. આ છિદ્રો દ્વારા જીવરૂપ નૌકામાં કમરૂપ જલને પ્રવેશ થાય છે. આ રીતે આસ્તવમાં અનેકવિધતા જણાતી હોવા છતાં આસવ સામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ પ્રકટ કરવામાં આવ્યું છે. જે સૂ૦૧૩ છે
હવે સૂત્રકાર આસવના પ્રતિપક્ષરૂપ સંવરનું નિરૂપણ કરે છે--
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૩૬