Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા–અન્ય પ્રકારે પણ કર્મની સત્તાની પ્રતીતિ થાય છે. જેમકે “ बालशरीर' अन्यदेहपूर्वकम् इन्द्रियादिमत्वात्-यद् यत् इन्द्रियादिमत् तत्तत् अन्य देहपूर्वकम् यथा बोलदेहपूर्वकं युवशरीर इन्द्रियादिमच्चेदं बालशरीरं तस्मात् अन्यशरीપૂર્વ ઈન્દ્રિયાદિકેવાળું હોવાથી જેમ યુવાન માણસનું શરીર બાલદેહપૂર્વક હોય છે, એજ પ્રમાણે ઇન્દ્રિયાદિકવાળું હવાથી ખાલશરીર પણ અન્યદેહપૂર્વક હોય છે. જે અન્યદેહપૂર્વક આ બાલશરીર હોય છે, તે અન્ય દેહ જ કમરૂપ છે. આ પ્રકારના અનુમાન પ્રયોગથી પણ કર્મની સત્તા સિદ્ધ થાય છે.
શંકા–ભલે કર્મની સત્તા માનવામાં આવે, પણ એકલા પાપતત્વને જ માનવું જોઈએ, પુણ્યતત્વ માનવાની જરૂર જ શી છે! પુણ્યના ફલરૂપ જે સુખ છે, તે તે પાપ જેમ જેમ અપકૃષ્ટ થતું જાય છે તેમ તેમ અપકૃષ્ટ પાપના ફલરૂપે પ્રાપ્ત થતું જ રહે છે. પાપ જ્યારે અત્યન્ત ઉત્કર્ષ અવસ્થાએ પહોંચી જાય છે, ત્યારે તે અત્યંત દુઃખદાયક ફલ આપનારું બની જાય છે, અને જેમ જેમ તે વધારેને વધારે અપકૃષ્ટ અવસ્થાએ પહોંચતાં પહેાંચતા પરમાપકૃષ્ટ અવસ્થાથી સંપન્ન બની જાય છે, તેમ તેમ શુભ ફળને વિકાસ થતું જાય છે. તેથી પરમાપકૃષ્ટ અવસ્થા સંપન્ન પાપનું શુભ ફળ–સુખરૂપ ફળ છે. અને તે પાપને જ્યારે સવથા ક્ષય થઈ જાય છે, ત્યારે જ મેક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે સર્વથા પાપક્ષય જ મેક્ષ છે. જેમ અત્યન્ત અપથ્ય આહારના સેવનથી રેગ થાય છે, અને જે એજ અપથ્ય સેવનને ધીરે ધીરે ઓછું કરતા જવાથી અપશ્ય સેવનની સ્તકતા (અલ્પતા, ન્યૂનતા) થઈ જાય છે. આ રીતે તે સ્તક અપચ્યાહારના સેવનથી શરીરમાં નરેગતા આવી જાય છે અને આહારને બિલકુલ ત્યાગ કરવાથી પ્રાણમક્ષ ( મરણ) થઈ જાય છે.
ઉત્તર–“અત્યન્ત અપકર્ષરૂપ પાપથી સુખને પ્રકર્ષ થાય છે,” આ કથન ખરૂં નથી. કારણ કે જે આ સુખપ્રકર્ષની અનુભૂતિ થાય છે, તે તેને અનુરૂપ કર્મના પ્રકર્ષથી ઉત્પન્ન થયેલી હોય છે. કારણ કે તે પ્રકઈ અનુભૂતિરૂપ હોય છે, જેમકે દુખપ્રકર્ષાનુભૂતિ, દુઃખ,કર્ષાનુભૂતિ તેને અનુરૂપ પાપના પ્રકર્ષથી જનિત હોય છે એ સ્વીકાર કરવામાં આવ્યો છે, તો એ વાતને પણ સ્વીકાર કરે જોઈએ કે સુખપ્રકનુભૂતિ સ્વાનુરૂપ (તેને અનુરૂપ) પુણ્યકર્મના પ્રકર્ષથી જનિત હશે. આ રીતે સુખનું કારણ હોવાથી પુણ્યતત્વ સ્વતંત્ર તત્વ છે, એ સ્વીકાર કરે જ જોઈએ. એ સૂ૦૧૧
પુણ્યના પ્રતિપક્ષભૂત પાપની પ્રરૂપણ આ પ્રમાણે છે –
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧
૩૪