Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કથનથી તે અવયવી દ્રવ્યમાં એકતાનું કથન આકાશ-કુસુમની જેમ અસંભવિત બની જાય છે, કારણ કે અવયની જેમ, તેમનાથી અભિન્ન એવાં દ્રવ્યમાં પણ અનેતા માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે, અથવા તે અવયવેમાં અનેકતાનું દર્શન દુર્લભ થઈ જશે કારણ કે દ્રવ્યની એકતાની જેમ તેનાથી અભિન્ન રહેલા અવયમાં પણ એકતા માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. જે આ દેના નિવારણ માટે એવી દલીલ કરવામાં આવે કે અવયવી દ્રવ્ય પિતાના
અવયથી ભિન્ન છે, તે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ અવયવી દ્રવ્યને પિતાના અવયવોની સાથે જે સંબંધ છે તે શું પ્રત્યેક અવયવની સાથે સર્વરૂપે હોય છે તે દેરારૂપે (અંશતઃ) હેાય છે? જે એવું કહેવામાં આવે કે દ્રવ્યને સંબંધ પિતાના પ્રત્યેક અવયવની સાથે સર્વરૂપે હોય છે, તે દ્રવ્યના જેટલાં અવયવે છે એટલાં જ દ્રવ્ય માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. તે એવી પરિ. સ્થિતિમાં અવયવી દ્રવ્યમાં એકત્વનું કથન કેવી રીતે સિદ્ધ થઈ શકે છે? જે એમ કહેવામાં આવે કે અવયવી દ્રવ્ય પિતાના અવયવોની સાથે એક દેશથી (અંશથી) સંબંધિત હોય છે, તે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તે અવયવી દ્રવ્ય જે પિતાના દેશથી અવય સાથે સંબંધિત છે, તે અનેક દેશમાં પણ શું સર્વાત્મના રહે છે કે એક દેશતઃ રહે છે? જો આ પ્રશ્નના એ જવાબ આપવામાં આવે કે તે પિતાના દેશમાં સર્વાત્મના રહે છે, તે તે કથનથી તે તેમાં અનેકતા માનવારૂપ પૂર્વોક્ત દોષને જ પ્રસંગ પ્રાપ્ત થશે. જે એમ કહેવામાં આવે કે તે પિતાના દેશમાં એક દેશતઃ રહે છે, તે અહીં પણ એજ આશંકા કાયમ રહે છે કે જે દેશથી તે અવયવી દ્રવ્ય તે દેશોમાં રહે છે, તે શું તે ત્યાં સર્વાત્મના રહે છે કે દેશતા રહે છે? આ રીતે પુનઃ પુનઃ આવર્તનથી મૂક્ષિતકારિણી (છેદનારી) અનવસ્થાની પ્રસકિત (પ્રસંગ) પ્રાપ્ત થાય છે, તેથી એવું જ માનવું જોઈએ કે જે અવયવી દ્રવ્ય જ નથી, તે તેમાં એકત્વની માન્યતા આકાશકુસુમ સમાન અસંભવિત છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૧.