Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક સખ્યાવાળે છે એ આદિ સખ્યાવાળા નથી, આ કથનનુ' સ્પષ્ટીકરણ આ આ પ્રમાણે છે—દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આ આત્મા એક અખંડ દ્રવ્યરૂપ છે, તેથી તે એક જ સખ્યાવાળા છે. આ કથન એકાન્તતઃ સમજવું જોઇએ નહીં, પરન્તુ અમુક અપેક્ષાએ ( અમુક દૃષ્ટિએ ) જ ગ્રહણ કરાયુ' છે એમ સમજવું. તેથી જ્યારે પ્રદેશાર્થતાની અપેક્ષાએ આત્માના વિચાર કરવામાં આવે છે, ત્યારે તે અસંખ્યાત પ્રદેશાત્મક હાવાથી અનેકરૂપ પણ છે. જૈન દર્શનકારાએ દરેક વસ્તુને વિચાર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક, આ બન્ને નયને આધારે જ કર્યાં છે. જ્યારે દ્રબ્યાર્થિક નયની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે ત્યારે વિચારની દૃષ્ટિ એક મૂળ દ્રવ્યપર જ રહે છે—તેમાં રહેલા પ્રદેશ, ગુણુ અને ક્રમભાવી પર્યાયેાપર ષ્ટિ રહેતી નથી. આમ હોવા છતાં પણ તે તેમના સૌને નિષેધ કરતા નથી, પરન્તુ તે તેમના ઉપર માત્ર ગજનિમીલિકા જ ( ગજનિમીલિકા—ન્યાય પ્રમાણેની વૃત્તિ) ધારણ કરે છે. કારણ કે દ્રવ્ય ગત તે બધાંના નિષેધ કરવા એટલે એકાન્ત માન્યતાને પ્રશ્નય ( આધાર ) દેવા જેવું અને છે, જે અનેકાન્ત માન્યતાની દૃષ્ટિએ સર્વથા નિષિદ્ધ છે. પર્યાચાર્થિક નયનું જ બીજું નામ પ્રદેશાતા છે. “ આત્મા અસખ્યાત પ્રદેશેાવાળા છે, ” આ કથન વ્યવહારાશ્રિત છે—નિશ્ચયાશ્રિત નથી. જેટલા વ્યવહાર છે તે પર્યાયાશ્રિત છે, અને પર્યાયની અપેક્ષાએ જ્યારે વસ્તુના વિચાર કરવામાં આવે છે, ત્યારે દ્રવ્યને ગૌણુ કરીને માત્ર પર્યાયને જ પ્રધાનતા અપાય છે. આ રીતે પર્યાયાર્થિક દૃષ્ટિએ વિચાર કરતાં અનેક પર્યંચાના આશ્રયભૂત હાવાથી આત્મા અનેક પશુ છે.
અવયવી દ્રવ્યસિદ્ધિ—
શ'કા—અવયવી દ્રવ્યરૂપે આત્મા એક છે એવું કથન ખરાખર નથી, કારણ કે વિચાર કરતાં, અવયવી દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ સાખિત થતું નથી. કેવી રીતે તે સાખિત થતું નથી, તે નીચે બતાવ્યુ' છે—
અવયવી દ્રવ્ય એટલે અવયવેામાંથી નિષ્પન્ન થયેલું દ્રવ્ય. શું તે અવયવી દ્રવ્ય અવયવેા કરતાં ભિન્ન હોય છે કે અભિન્ન હાય છે? જો એમ કહેવામાં આવે કે અવયવી દ્રવ્ય તેના ( પેાતાના ) અવયવેાથી ભિન્ન હાય છે, તે એવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૦