________________
સર્ગ-૨
૩૫ વિવાહ ન કરવો એવો નિયમ ગ્રહણ કર્યો હતો. આ હેતુથી (નિયમના પ્રભાવથી) સેંકડો પાણીના ઘડાથી
સ્નાન કરે છે તો પણ આઓ (કન્યાઓ) પાણીના બિંદુથી પણ ભીંજાતી નથી. ૪૮. તો પણ રાજાને પૂછીને તેઓની માતાઓએ પાંચ કન્યાઓને પરણાવી. તે આ કુલસ્ત્રીઓનો કુલધર્મ છે કે પતિને પૂછીને સર્વ કરાય છે. ૪૯. વીતભય નગરના રાજા શ્રીમદ્ ઉદાયનને પ્રભાવતી પરણાવી, ચંપાનગરીના સ્વામી દધિવાહન રાજાને પદ્માવતી પરણાવી. ૫૦. કોસાંબી નગરીના શતાનીક રાજાની સાથે મૃગાવતીને પરણાવી. ચોથી શિવપુત્રીને ઉજ્જૈનના રાજા ચંડપ્રદ્યોતને પરણાવી. ૫૧. શ્રી મહાવીર પરમાત્માના મોટાભાઈ નંદીવર્ધન રાજાની સાથે જ્યેષ્ઠાને પરણાવી. બાકીની બે પુત્રીઓ કુમારી છે તેમાં મોટી સુજ્યેષ્ઠા અને નાની ચેલણા છે. પર. ઉત્તમ નેપથ્યથી વિભૂષિત થયેલી તે બંને બે હાથમાં પુસ્તકોને ધારણ કરતી શોભી, પરસ્પર એકબીજાના અભિમાનથી જાણે સરસ્વતી અને લક્ષ્મીનું રૂપ ધારણ ન કર્યુ હોય તેવી લાગી. ૫૩. જવું, આવવું, ઉભવું, બેસવું વગેરે તથા જિનપ્રતિમાનું પૂજન કરવું. આવશ્યક વગેરે કૃત્યો કરવામાં અને કળાગ્રહણને બિંબ અને તેની છાયાની જેમ હંમેશા સાથે મળીને કરતી હતી. ૫૪. આ બે કુમારી તથા ઉત્તમ દાસીઓથી કન્યાનું અંતઃપુર શોભી રહ્યું હતું ત્યારે જેમ હંસલીઓથી ભરેલા તળાવમાં બગલી આવે તેમ એક દુષ્ટ વૃદ્ધકુતાપસી આવી ચડી. ૧૫. જેમ કોઈ આત્મા મારવાડ દેશની સભામાં ઉપદેશ આપે કે જળશૌચ ધર્મનું મૂળ છે તેમ તે તાપસી અંતઃપુરની કન્યાઓને ઉપદેશ આપવા લાગી કે ધર્મનું મૂળ જળશૌચ જ છે. જળશૌચ વિના આખું જગત ભ્રાન્તિમાં પડેલું છે. ૫૬. તે આ પ્રમાણે
કેટલાક ઘાંચીની જેમ મલિન વસ્ત્ર પહેરનારા માથાનો લોચ કરાવીને કલેશ પામે છે. બીજા કેટલાક ગ્રહિલો ઊભા ઊભા ભોજન કરે છે. કેટલાક નગ્ન રહીને પોતાને છૂપાવતા રહે છે. પ૭. કેટલાક ગધેડાની જેમ રાખથી ખરડાયેલા જટાના ભારને વહન કરે છે. કેટલાક સ્ત્રીની જેમ કેડ ઉપર વસ્ત્ર બાંધીને ગોવાળની જેમ ગાયોને ચારે છે. ૫૮. કેટલાક ભોજનના અર્થીઓ માટીના ઠીકરાને લઈને દીનતા ધારણ કરે છે. આ બધાની સમસ્ત ચેષ્ટા જલશૌચ વગર ફોતરા ખાંડવાની જેમ વંધ્યા છે. ૫૯.
પછી શાસ્ત્રશ્રુતિમાં તીક્ષ્ણ બુદ્ધિવાળી સુજ્યેષ્ઠાએ તાપસીને કહ્યું: શું તું વાયડી થઈને સ્મશાનમાં ભમી છે? શું શું તું સન્નિપાતથી ઉન્મત્ત બનેલી છે? ૬૦. અથવા તો ક્રૂર ગ્રહોથી ગ્રસાયેલી છે? અથવા તો શું કોઈએ તારું લૂંટી લીધું છે? અથવા તો વૃદ્ધાવસ્થાને કારણે તારું મગજ ચસકી ગયું છે? જેથી તે આ અણઘટતું વચન બોલે છે? ૧. જે તું બોલે છે કે જલશૌચ જ ધર્મ છે તે તારી વાત સાચી નથી કારણ કે શાસ્ત્રમાં શૌચ પાંચ પ્રકારે બતાવ્યું છે. તેમાં પ્રથમ શૌચ દયા, બીજું સત્યવચન, ત્રીજું તપ, ચોથું ઈન્દ્રિય જય, પાંચમું જળશૌચ છે એમ તું જાણ. આગળના ચાર શૌચ વિના ઘણાં પણ પાણીથી પાપરૂપી કાદવથી ખરડાયેલ આ આત્મા જેમ મદિરાથી ખરડાયેલ વાસણ શુદ્ધ થતું નથી તેમ કોઈ રીતે શુદ્ધ થતો નથી. ૩. હકુમતા! વિલોડિત જળથી ધર્મ થતો હોય તો પાણીમાં વસનારા શિશુમાર–માછલાં–બગલાં વગેરે બધા કરતા પહેલા દેવભવમાં ઉત્પન્ન થાય. ૬૪. જો જળશૌચથી પરલોકની સિદ્ધિ થતી હોય તો દંભરૂપ પાખંડને શા માટે વળગીને રહી છો? દેડકીની જેમ નદીના પાણીમાં કેમ પડી નથી રહેતી? ૬૫. પરિમિત ગાળેલા પાણીથી શૌચને કરીને જેઓ જિનશાસનની આરાધના કરે છે તેઓ જ સંસાર સાગરને તરે છે તારા જેવા જીવો બીજાને ડૂબાડીને ડૂબે છે. ૬૬.
૧. જળશૌચઃ જળશૌચ એ જ ધર્મ છે એવો ઉપદેશ આપવામાં આવે તો મારવાડ દેશમાં પાણીની અતિશય તંગી હોવાથી ત્યાંના લોકો જળશૌચ કરી શકે નહીં. ત્યાં આવો ઉપદેશ અપ્રીતિકર છે. તેમ અહીં જળશૌચ એ જ ધર્મ છે તે અસ્થાને છે. અર્થાતુ ખોટો છે.