Book Title: Abhaykumar Charitra
Author(s): Sumtishekharvijay
Publisher: Govardhannagar Vinanagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 283
________________ અભયકુમાર ચરિત્ર ૨૭૮ કુટજ, બાણ, સપ્તચ્છેદ વગેરે વૃક્ષો શરદ લક્ષ્મીને જોઈને જાણે રોમાંચિત ન થયા હોય તેમ ખીલી ઉઠયા. ૩૬. કાકડી વગેરે સર્વ વેલડીઓએ પત્રોથી પોતાના ફળોને ઢાંક્યા અથવા તો તે વખતે યક્ષિણીઓએ પોતાના ઘડાને ઢાંક્યા. ૩૭. પૃથ્વી રૂપી સ્ત્રીની મોતીથી યુક્ત નીલપટી ન હોય તેમ બરફના કણ બાઝેલી હરિયાળી શોભી. ૩૮. ઉદાયન રાજાના યશને જાણે સ્વર્ગમાં લઈ જવા ઉધત ન થયા હોય તેમ મધુરભાષી, સારસ પક્ષીઓ આકાશમાં ઊડતા શોભ્યા. ૩૯. રાજ્યોત્સવ વખતે શરદ લક્ષ્મી વડે જાણે વંદન મલિકા ન રચાઈ હોય તેમ પંક્તિ આકારમાં ગોઠવાયેલી લીલી પોપટની શ્રેણી શોભી. ૪૦. શરદઋતુની શોભાને જોઈને ઉદાયન રાજા લશ્કર અને વહાનની સાથે દશપુર નગરીથી પોતાના દેશ તરફ ચાલ્યો. ૪૧. વિજયોત્સવ પ્રસંગે મેળવવા યોગ્ય ભેટણાને સ્થાને સ્થાને લોકો પાસે ગ્રહણ કરતો ઉદાયન રાજા વીતભય નગરમાં પહોંચ્યો. ૪૨. પોતાના સ્વામીનો નગર પ્રવેશ કરાવવા તરત જ પ્રધાનોએ નગરીને સુશોભિત કરાવી. તેવા પ્રકારના આગમનમાં તેમ કરવું શોભે છે. ૪૩. રાજમાર્ગમાં સ્થાને સ્થાને નીચે લટકતા તોરણો બાંધવામાં આવ્યા અને દુકાને દુકાને રેશમી વસ્ત્રો બાંધવામાં આવ્યા. ૪૪. કચરો વાળીને માર્ગો એકદમ ચોખા કરવામાં આવ્યા. ચારે બાજુ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. ૪૫. પોતાના સ્વામીના જયના લાભથી ખુશ થયેલ નગરના લોકો વડે હર્ષપૂર્વક જોવાતા રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. ૪૬. જેમ ઈન્દ્ર સૌધર્મ સભામાં પ્રવેશે તેમ ચતુરપુરુષો વડે કરાતા અનેક મંગલોપૂર્વક રાજાએ મહેલમાં પ્રવેશ કર્યો. ૪૭. કુશળ પૂછવા આવતા સર્વલોકની સાથે રાજાએ બહુમાનપૂર્વક વાત કરી કેમકે ઉત્તમ પુરુષોની સામે મદ ન કરવો જોઈએ. ૪૮. ધર્મ, અર્થ અને કામ પરસ્પર વિરુદ્ધ હોવા છતાં આશ્ચર્ય એ છે કે વિરોધ કર્યા વિના એકી સાથે રાજામાં રહ્યા. ૪૯. એકવાર પૌષધશાળામાં રહેલ રાજાએ પૌષધવ્રતનો સ્વીકાર કર્યો. તેવા પ્રકારના જીવોમાં કોઈક ધર્મની કાષ્ટા (પરાકાષ્ટા) છે. ૫૦. રાત્રે ધર્મજાગરિકા કરતા રાજાને અતિ સુંદર ધ્યાન થયું. સૌભાગ્યવંત જીવોને પછી પછીનો ધર્મ પ્રાપ્ત થાય છે. પ૧. પૃથ્વીતલ ઉપર તે ગ્રામ, નગર, દેશો પણ ધન્ય છે જ્યાં શ્રીમાન મહાવીર પ્રભુ સ્વયં વિહરે છે. પર. તે જીવો પણ ધન્ય છે જેઓ ભગવાનના મુખરૂપી કમળમાંથી નીકળેલા ધર્મોપદેશના રસને ભ્રમરની લીલાથી પીએ છે. ૫૩. જેઓ પ્રભુની પાસે ભવદુઃખના ભયને છેવા સમ્યગ્દર્શન સહિત શ્રાવકધર્મને સ્વીકારે છે તેઓ પ્રસંશનીય છે. ૫૪. જેમ ભટો યુદ્ધમાં જય મેળવે છે તેમ જેઓ શ્રી વીર જિનેશ્વર પાસે સર્વવિરતિને ગ્રહણ કરે છે તેઓ પ્રશંસનીયોમાં પણ પ્રશંસનીય છે. પ૫. જેમ હાર, ઉરઃસ્થળને અલંકૃત કરે છે તેમ ભગવાનશ્રી મહાવીર મારા નગરને અલંકૃત કરે તો સકલ દુઃખને છેદનારી અને મોક્ષ સુખને આપનારી દીક્ષાને હું ગ્રહણ કર્યું અને કર્મોની ભિક્ષાને આપું. ૫૭. પછી હે અભયકુમાર ! તેના અનુગ્રહ માટે અમે ચંપાનગરીમાંથી વીતભય નગર તરફ વિહાર કર્યો. ૫૮. દેવો વડે નિર્માણ કરાયેલ સમવસરણમાં સિંહાસન ઉપર ધર્મ દેશના કરવાના હેતુથી અમે બેઠા. ૫૯. ઉત્તમ રસવતીને સાંભળીને ભુખ્યો જેટલો આનંદ પામે તેનાથી અનંતગણો આનંદ અમારા આગમનને સાંભળીને રાજાને થયો. ૬૦. તેણે અમારા ખબર આપનારને ઘણું ધન આપ્યું અથવા હિતકારી વચન બોલનારી આ જીભ કામધેનુ સમાન છે. ૧. ત્યારપછી બાકીના સર્વ વ્યાપારને છોડીને, રાજા પરિવાર સહિત પરમ ઋદ્ધિથી હર્ષપૂર્વક અમને વંદન કરવા આવ્યો. ૨. અમને પ્રદક્ષિણા આપીને, નમીને, વૈમાનિક દેવોની પાછળ બેઠો, ધર્મમાં કે કર્મમાં ક્રમ સાચવવો કલ્યાણકારી છે. ૬૩. ભવ્ય જીવોને બોધ આપવા અમે ધર્મદેશનાનો પ્રારંભ કર્યો એમ કરવાથી તીર્થકરના નામ કર્મ વેદાય છે. ૬૪.

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322