Book Title: Abhaykumar Charitra
Author(s): Sumtishekharvijay
Publisher: Govardhannagar Vinanagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 318
________________ અભયકુમાર ચરિત્ર ૩૧૩ મહાનિશીથ તપને વહન કરાવ્યો. જેમણે ઉપવાસના દિવસોમાં પાણી વાપર્યું નથી. ૨૫. એકાંતરે ઉપવાસ કરીને જેમણે બધા યોગો વહન કર્યા અને બાળ સાધુની વેયાવચ્ચ કરીને મહાક્રિયા કરી. ૨૬ સદા સ્વાધ્યાયી નેમિચંદ્ર ગણિએ મારું પાલન કર્યું અને પૂર્વે સામાયિક શ્રુતાદિકનો અભ્યાસ કરાવ્યો. ૨૭. અનેક શિષ્યોને ભણાવનાર સ્કુટભાષી બુદ્ધિમાન સિદ્ધસેન મુનિએ મને વિશેષથી ભણાવ્યો છે. ૨૮. યુગવર જિનચંદ્રાચાર્યના વરિષ્ઠ શિષ્ય નીરોગી દીર્ઘઆયુષી વિશાળ સુંદર ચર્યાચારી, સકલ ગુણના નિધાન, વાચનાચાર્ય વર્ય, ગણિવર ગુણભદ્ર મને પંચિકા ભણાવી છે. ર૯. તે ગુણભદ્ર શ્રીખંભાતતીર્થનગરમાં ઉત્તમ જલ્પવાદમાં વાદી માટે યમદંડ સમાન દિગંબરોને જીતીને જિન તીર્થયાત્રા માટે આવતા સંઘ સહિત શ્રી જિનેશ્વર ગુરુ આચાર્યને ખુશ કર્યા. ૩૦. બુદ્ધિમંદિર માટે અભિષેક સમાન, પોતાના નામની જેમ લક્ષણ વગેરે સર્વ વિદ્યાને જાણનાર, મોટી કવિતાની શીધ્ર રચનામાં બ્રહ્મકલ્પ સમાન શ્રી સૂરપ્રભ નામના મહાત્માએ બાળ કની જેવા વિદ્યાનંદ મને હેલાથી ભણાવ્યો. ૩૧. જે મેઘાવી વડે થોડાક જ દિવસોમાં તર્ક-લક્ષણસાહિત્ય-સિદ્ધાંતરૂપી સમુદ્રના કિનારા પ્રાપ્ત કરાવ્યા. ૩૨. સમ્યક શબ્દશાસ્ત્રના જ્ઞાતા, વ્યાકરણના જાણકારનો સમૂહ, મહાવાદી, સિદ્ધાંતવેદી, વિશાળ સાહિત્યવિદ્યામાં પ્રવણ, નિપુણ બુદ્ધિઓથી ભરેલી સભામાં સકલ ન્યાય તર્કથી સુંદર સજલ્પકેલિ ગોઠવાયે છતે તુરત જ વાદીશ્વરોના ઉદરમાં હાથપગે પ્રવેશ કર્યો. અર્થાત્ એ સભામાં એવો વાદ કર્યો જેથી સભા પણ મુખમાં આંગળા નાખી ગઈ. ૩૩. શાસ્ત્રાર્થમાં સુબોધને ઈચ્છતા સ્વ અને અન્ય ગચ્છના સાધુવર્ગે અતુલ જ્ઞાન નિધિ પાસે આવીને શંકાઓનું સમાધાન મેળવ્યું. ૩૪. જેમણે ક્ષોદકારક (સૂક્ષ્મ અર્થને નય-નિક્ષેપથી જાણવાની ઈચ્છાવાળા) શિષ્યોની પોતાની શારીરિક શક્તિ નહીં હોવા છતાં ગણના ઉપકાર માટે નહીં ભણાવાયેલા તર્ક વગેરે ગ્રંથોને સારી રીતે ભણાવેલા હોય તેની જેમ લીલાથી ભણાવ્યા તે અતિ આશ્ચર્યકારી છે. ૩૫. તે આ ગુણમણીશ્વર શ્રી વિજયદેવસૂરિએ મને વિપુલ પ્રમાણમાં સાહિત્યલક્ષ્મી આપી. ૩૬. ફરી ઘણાં અહંકારથી ઊંચી ડોક લઈને ફરતા સુવિદુર પત્રાવલંબને આપનાર (વાદ કરવા આમંત્રણ આપનાર) મનોનાનંદ નામના બ્રાહ્મણને બૃહદ્વાર નગરીમાં રાજાની સભામાં વાદ મહોત્સવમાં ઘણી યુક્તિઓથી જીતીને જેમણે સંઘ અને જિનપતિ ગુરુને આનંદ પમાડ્યો. ૩૭. ઘણાં શિષ્યોને સમ્યગુ ભણાવી, તૈયાર કરી ગચ્છરૂપી પ્રાસાદના શિખર ઉપર કુંભ અને ધ્વજાનો આરોપ કર્યો. ૩૮. આ વિજયદેવસૂરિના મુખ્ય શિષ્ય શ્રી જિનપાલ ઉપાધ્યાયની પાસે નંદિ આદિ મૂળ આગમ અંગેની વાંચના ગ્રહણ કરી. ૩૯. બીજાઓએ પણ જ્ઞાનદાન કરીને જે ઉપકાર કર્યો છે તેનું હું સતત સ્મરણ કરું છું કેમકે ઉપકારી સુદુર્લભ છે. ૪૦. ચારિત્ર લેવામાં શ્રી જિનપાલ ઉપાધ્યાયે કરેલી ત્રણ વખત સરસ્વતીના ઉપદેશની જેવી પ્રેરણાને હું પામ્યો છે. ૪૧. તેમની પ્રેરણાને સુશુકનની જેમ માનતો કાવ્યના અભ્યાસથી રહિત હોવા છતાં દઢતાનું આલંબન લઈને મેં આ કાવ્યને બનાવ્યું છે. ૪૨. વાગ્મી (બુદ્ધિમાન) તર્કના જ્ઞાતા વૈયાકરણોમાં શિરોમણિ સિદ્ધાંત સમુદ્રનું પાન કરનારા સાહિત્ય માર્ગના મુસાફર નિરુપમ કવિતારૂપી નર્તકીને નૃત્ય કરવા માટે રંગભૂમિ સમાન પૂર્વે નહીં ભણાયેલા આશ્રય નામના વિષમ મહાકાવ્યના બે કાવ્યોના વ્યાખ્યાતા વિવિધ પ્રકારના ગ્રંથોના રચયિતા, શ્રીલક્ષ્મીતિલક ગણિમુનિ તથા વાચનાચાર્યવર્ય, દ્વાશ્રય કાવ્યની ટીકા કરનારા, બે વ્યાકરણના જ્ઞાતા, શાસ્ત્રના ઊંડા અભ્યાસી, સુકવિ અભયતિલક ગણિમુનિએ આ કાવ્યને તપાસી આપ્યું છે. ૪૪. પરોપકારશીલ, બુદ્ધિમાન ધર્મબંધુ અશોકચંદ્ર ગણિએ આની પ્રથમ પ્રત લખી છે. ૪૫. શ્રી આદિનાથ ભગવાન વગેરેના ઊંચા મંદિરોથી વિભૂષિત શ્રી વામ્ભટ્ટ મેરુપુરમાં મેં આ ચરિત્ર ગ્રંથ રચવા પ્રારંભ કર્યો હતો. ૪૬. રાજાઓના અધિપ પ્રતાપી સૂર્યસમાન, શ્રીમદ્ વિશલદેવ ગુર્જરરાજાશ્રી સ્તંભન તીર્થપુરમાં પૃથ્વીનું પાલન કરતા હતા ત્યારે વિક્રમ સંવંત તેરશોને બારની સાલમાં દીવાળીના દિવસે આ ભવ્યતમ કાર્યને પૂર્ણ કર્યું. ૪૭. પૃથ્વીની ગણતરીનો આધાર (અહીંથી દ્વીપોની ગણવાની

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322