Book Title: Abhaykumar Charitra
Author(s): Sumtishekharvijay
Publisher: Govardhannagar Vinanagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 316
________________ અભયકુમાર ચરિત્ર ૩૧૧ ગ્રંથકર્તાની પ્રશસ્તિ આ પ્રમાણે મેં મિથ્યાત્વથી અતિ પુષ્ટ થયેલ કર્મલતાને લણવા દાતરડા સમાન, શ્રોતાના પ્રમોદના ભરને જગાડનાર, સદા પવિત્ર અભયકુમાર ઋષિનું વિચિત્ર અને આશ્ચર્યકારી ચરિત્રને મારી શક્તિની અપેક્ષા વગર કહ્યું. ૧. વિવિધ પ્રકારના નિર્મળ–અદ્ભૂત ઉત્તમ સત્ત્વવાળું મહર્ષિનું વિશદ ચરિત્ર ક્યાં? અથવા અહીં સર્વશુદ્ધિ વિનાની મારી અતિમંદ બુદ્ધિ ક્યાં? ૨. અને વળી શું પંગુ પર્વત ઉપર ચઢવા સમર્થ થાય? શું કાયર શસ્ત્રોના સમૂહને સહન કરવા સમર્થ થાય? શું અંધ આંખોથી જોઈ શકે ? શું વામન (ઠીંગણો) તાળના ફળને લઈ શકે? ૪. શું કંઠ વગરનો જ્યારે ગાઈ શકે? ૪. શું વાછરડો ક્યાંય ભારને વહન કરી શકે? શું નિર્ધન કયારેય ઘણાં ભંડારને આપી શકે? એમ બુદ્ધિહીન હું સમર્થ ચરિત્રનું વર્ણન કરવા સમર્થ થાઉં? ૫. તો પણ મેં નિર્મળ ગુણવાળા ચરિત્રનું વર્ણન કર્યુ છે તેમાં આ કારણ છે. સરસ્વતી દેવીએ મારી ઉપર કૃપા વરસાવી છે તેથી મારી બુદ્ધિ મિથ્યાત્વથી રહિત થઈ છે. ૬. જે શ્રુત સમુદ્રની અધિષ્ઠાયિકા, જિનેશ્વરના મુખમાં વસનારી, કલ્પશાખા વગેરેની સમાન, વાણીદેવી ખુશ થયે છતે નિર્મળ સુબુદ્ધિને આપનારી છે. ૭. જેમ સમુદ્રમાં નાખેલો ઘડો પોતા પ્રમાણ પાણીને ગ્રહણ કરે છે. અધિક નહીં. અરે ! અત્યંત નિર્મળ આંખની કીકી હોય તો પણ કેટલાક જ તારાને ગણી શકે છે બધાને નહીં. ૮. જેમ સામાન્ય રાજા પૃથ્વીતલમાં અલ્પ દેશને જ ભોગવે છે તેમ મેં અભય ઋષિરાજના ઘણાં નિર્મળ ગુણોમાંથી થોડા ગુણો કહ્યા છે. ૯. અને તેથી ખરેખર હું બુદ્ધોની જનતામાં પ્રસિદ્ધ એવા હાસ્યનું સ્થાન બનીશ અથવા તો અહીં બીજો કુપથમાં ભલે જાય પણ સંત કયારેય કંઈપણ હસતા નથી. ૧૦. કવિઓની સ્તુતિથી અમૃતતુલ્ય એકમાત્ર સંતો નિષ્પન્ન થતા નથી. આ જ હેતુથી ડુંગર સમાન બીજાના દુષણો જોવા છતાં પણ ગ્રહણ કરતા નથી. ૧૧. પરંતુ દુર્જન વર્ગ સ્તુત્ય છે કારણ કે જેમ ખેડૂત ક્યારાના મધ્યમાંથી પાણીને ચૂસી જનારા ઘાસના પુજને કાઢે તેમ. જે હંમેશા જ કાવ્યમાંથી દોષગણને કાઢે છે. ૧૨. જેમ ઘાસ કાઢી નાખ્યા પછી કેવલ સુંદર શાલિ–ઘઉ–મુ વગેરે ધાન્યથી સુંદર ક્ષેત્ર સુંદરતાથી શોભતું બને છે તેમ કાવ્ય પણ દોષના સમૂહ વિનાનું બને છે. ૧૫. આ ચિંતા બાજુ પર રહો. અથવા હું અખિલ શાસ્ત્રોના સમૂહને જાણનારા સુધીન્દ્રોની પાસે યાચના કરું છું કે તમે સંશોધન કરો જેથી સર્વ પણ શાસ્ત્ર દોષ વિનાનું થાય. ૧૪. શીતલેશ્ય તારાઓના સમૂહથી યુક્ત, અમૃતને ઝરાવનાર કિરણોના સમૂહવાળું, આકાશના (વિદ્વાનોના) માર્ગને અનુસરનારું ચાંદ્ર નામનું કુલ છે. ૧. આ ચાંદ્રકુળમાં કામદેવને જીતી લેનારી રૂપ લક્ષ્મીવાળા, સૂર્યમંડલની મધ્યમાં રહેલા, બુધ પૃથ્વીપતિ શ્રી વર્ધમાનસૂરિ થયા. જેણે ધરણેન્દ્ર વડે તંત્રિત મહાભ્યવાળા સૂરિયંત્રને જાણ્યું. જેણે વિચારીને અને ચૈત્યવાસને ત્યજીને વસતિ (ઉપાશ્રય)માં નિવાસ કર્યો. ૩. તેના શિષ્ય જિનેશ્વરસૂરિ થયા જેણે અણહિલ નગરમાં દુર્લભ રાજાની પર્ષદામાં વસતિમાર્ગ (સાધુઓને ઉપાશ્રયમાં રહેવાનો માર્ગ) પ્રગટ કર્યો. ૪. બુદ્ધિના ભંડાર સંવિગ્ન ચૂડામણિ, નિર્વાણ માર્ગ માટે સૂર્ય સમાન તેમણે નવરસથી યુક્ત લીલાવતી નામની કથા તથા સંવેગકારક તથા સૂત્ર અને વૃત્તિ સહિત મહાકોશ કથાનક તથા તર્ક-ન્યાય વિલાસનમાં એક ચતુર સન્નીતિ રત્નાકર તર્કની રચના કરી. ૫. તેઓના બે શિષ્યો થયા. તેમાં પ્રથમ જિનચંદ્ર સૂરિરાજ થયા જેણે વૈરાગ્ય રસથી તરબોળ સંવેગરંગશાલા કથાનું નિર્માણ કર્યું. ૬. તથા તેમણે સંવેગની વિશેષ વૃદ્ધિ માટે બૃહન્નમસ્કાર ફલ અને સાંભળનાર વર્ગ માટે અમૃતની પરબ સમાન ક્ષપક (સાધુ) શિક્ષાને કરી. ૭. બીજા શિષ્ય અભયદેવસૂરિ થયાં જેમણે પ્રકર્ષ પ્રજ્ઞાથી દેવસૂરિને જીત્યા. તથા અર્થથી ફુટ ભવ્યજનને ઉપકાર કરવામાં સરસ નવાંગી ટીકા કરી. ૮. તેમણે ઔપપાતિક ઉપાંગ તથા પંચાશક અષ્ટક ઉપર ટીકા રચી અને ખંભાતમાં પાર્શ્વનાથ પ્રભુની

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322