________________
અભયકુમાર ચરિત્ર
૩૧૪
શરૂઆત થાયછે.) શિખરી વગેરે ઉત્તમ પર્વતોને ધારણ કરનાર, જેની દાઢાઓ પશ્ચિમ અને પૂર્વ દિશામાં લવણસમુદ્ર સુધી વિસ્તરેલી છે. સૂર્ય અને ચંદ્ર જેને પ્રદક્ષિણા આપી રહ્યા છે, જેમાં વ્રજના સારવાળો કિલ્લો છે, દઢ—ઊંચા,– ફલકો સહિત વજ્રના કિલ્લાથી વીંટળાયેલ, ઊંચા મેરુપર્વતને ધારણ કરનાર, કૂપસ્તંભથી યુક્ત, આકાશગંગા જેવા સફેદ સિતપટથી યુક્ત દેવતાઓથી અધિપ્રતિષ્ઠત સારા પાણીના કૂવા અને ઉષ્ટ્રિકાથી સહિત, સુવર્ણપર્વતને ધરનાર, ચુલિકારૂપી પાંજરાથી યુક્ત, સમુદ્રમાં લંબાયેલ શિખરી અને ઉષ્ટ્રિકાથી સહિત, સુવર્ણપર્વતને ધરનાર, સમુદ્ર સુધી લંબાયેલ બંને છેડે દાઢાને ધારણ કરતા શિખરી અને હિમવત પર્વતને ધારણ કરનાર વિક્રેય અને ક્રેય વસ્તુ સમૂહથી યુક્ત લોકોનો સમૂહ જેમાં વસી રહ્યો છે એવો આ જંબુદ્રીપ નામની લીલાને ધારણ કરતો રહેશે ત્યાં સુધી આ ચરિત્ર જય પામો. પ્રતિ અક્ષરની ગણનાથી આ ચરિત્રમાં અનુષ્ટુપ છંદના નવહજાર શ્લોકમાંથી છત્રીશ શ્લોક ઓછા છે અર્થાત્ ૮૯૬૪ શ્લોક છે. ૫૦.
શ્રી ચંદન, અશોક, સુબંધુ જીવ, પુન્નાગ, સંતાન અને કાંબક વૃક્ષોની શોભાવાળો, માકંદ (આમ્ર) કુંદ–અર્જુન જાતિના વૃક્ષોથી રમ્ય ઉદ્યાન જેવો ઉકેશ નામનો પ્રસિદ્ધ વંશ છે. ૧. આ વંશમાં વીર જિનેશ્વર ઉપર શ્રેષ્ઠ ભક્તિને ધારણ કરતો મોતી જેવો નિર્મળ, સજ્જન શિરોમણિ વીરદેવ નામનો શ્રાવક થયો. ૨. તેને પાર્શ્વ નામનો સજ્જન પુત્ર થયો. જે કાર્યનો જયી, સદ્ગુણધર્મકાર્યમાં નિપુણ, પ્રદ્યુમ્નલક્ષ્મી અને ગુરુરામનો સમુદ્ર જેવો મધ્યસ્થી અને પરોપકારી હતો. ૩. તેને માનદેવ નામે મોટો પુત્ર થયો. જેના નામથી આજે પણ તેના ગોત્રો કુલધર, બહુદેવ અને યશોવર્ધન સિદ્ધિને મેળવે છે. શ્રેષ્ઠ દર્શનવાળા તેઓને પુનમના ચંદ્ર જેવા નાના ભાઈઓ થયા. જેઓએ કીર્તિ અને જ્યોત્સ્નાની છટાથી દશે દિશાઓમાં પરમ પ્રકાશને પાથર્યો. ૪. તેમાં યશોવર્ધન નિર્મળ શીલરૂપી અમૃતને ધરનાર થયો. શ્રી જિનચંદ્રસૂરિએ બાળપણમાં જ તરુનંદન સમાન પોતાના પટ્ટ ઉપર આરોપિત કર્યા. સારા સ્કંધ-વિશાલપત્ર-ફૂલ; કલ્યાણકારી ફળ અને છાયાવાળા શ્રી જિનપતિ સૂરિ હંમેશા કયા મનુષ્યો વડે ઉપાસના ન કરાયા ? ૫. માનદેવ સાધુને ત્રણ શિષ્યો થયા. જેઓ પોતાના કુળરૂપી કુમુદના વનને આનંદ આપવામાં પુનમના ચંદ્ર સમાન થયા. ૬. ધનદેવીની ધનશ્રીએ જિનપાલ વગેરે આઠ પુત્રોને જન્મ આપ્યો. તેની પ્રથમ પત્ની ગુર્જરી હતી. બીજી વરાહ હતી. જેના પુત્રોને હું કહું છું. ૭. આ આઠમાં યશોધર નામના પુત્રે સાધુવર્ગના સ્વામી પોતાના કાકા ગુરુ જિનપતિ પાસે દીક્ષા લઈને સુસાધુલક્ષ્મીના ભાગને ગ્રહણ કરીને, સિદ્ધિના હેતુથી સદ્ધર્મ વ્યવહાર કોટિને કર્યો. જેથી આણે હંમેશા મુનિવર્ગમાં ઉત્તમ સાધુત્વને પ્રાપ્ત કર્યુ. ૮. આ નગરમાં બીજો સરણ નામનો સગૃહસ્થ હતો. આને વીરી પત્નીથી જન્મેલો સાહણ નામે પુત્ર થયો. તે ઘણો સામ્ય અને કલાની ભૂમિ થયો. તીર્થોમાં યાત્રા કરીને પોતાની ઋદ્ધિના કૂટ સમાન હર્ષથી વીજાપુરમાં શીતલનાથ પ્રભુની દેવ કુલિકાને કરાવી. ૯. નીસ્વદેવની બે સ્ત્રીઓ હતી. તે બે માં પ્રથમ પદ્મશ્રી સદ્ગુણથી વાસિત અને શીલરૂપી હંસથી આદર કરાયેલી હતી. ૧૦. તેની બીજી પત્ની જસહિણી હતી જેણીએ એક કરોડ નમસ્કારનો જાપ કરીને ક્રોડ ચોખાથી ઉજમણું કર્યું હતું. ૧૧. પ્રથમની પદ્મશ્રી પત્નીએ તેજથી સૂર્ય જેવા હર્ષને ધારણ કરતા જેહાડ સાધુ નામના ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. હંમેશા દેવની આરાધના કરનારી પદ્મશ્રીએ રાત્રિના શેષ ભાગમાં નક્ષત્રમાલા શોભાને ધારણ કરતી હંમેશા એક ક્રમને આચરનારી કુલરૂપી આકાશના અલંકાર શીલરૂપી ચંદ્રની ચાંદનીને ધારણ કરનારી સંપદ નામની પુત્રીને જન્મ આપ્યો. ૧૨. બીજી સ્ત્રીને કલ્યાણ કલાથી યુક્ત, સૌમ્ય, અમૃતવાણીને વર્ષાવનાર, ગુરુની સેવા કરનારા, લાલણ અને ખીંબડ બે સજ્જન પુત્રો થયા. અને સાધ્વી સુકેશાની જેમ મોટા તપને તપનારી વાલ્હી પુત્રી થઈ. જેણે ચોથ ભક્ત કર્યા વચ્ચે વચ્ચે પંદર ઉપવાસ સુધીના તપો કર્યા. ૧૩. ખીંબડ સાધુ (સાધુ એટલે સગૃહસ્થ