Book Title: Abhaykumar Charitra
Author(s): Sumtishekharvijay
Publisher: Govardhannagar Vinanagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 300
________________ સર્ગ-૧૨ ૨૯૫ રત્ન સમાન, શાલિના પાંચ કણોમાંથી અસંખ્ય કણો આપ્યા. ૪૧. જીવોને ભાગ્યથી આવી પુત્રવધૂની પ્રાપ્તિ થાય છે. અથવા કામધેનુ કોના ઘરે અવતરે? ૪૨. જેના ઘરમાં રોહિણી પુત્રવધૂ છે. તે ધનાવહ શ્રેષ્ઠી ધન્ય છે. અથવા સમુદ્રની પુત્રી લક્ષ્મી વિષ્ણુના ઘરે જ વસે છે. ૪૩. પછી શ્રેષ્ઠીની આજ્ઞાથી સુંદર રુચિને ધરનારી ચારેય પણ પુત્રવધૂઓ પોતપોતાના સ્થાને ગઈ. ૪૪. આ પ્રમાણે વ્યવસ્થા કરીને ધન શેઠે કર્મ અને ધર્મને સુખપૂર્વક કર્યો. જેનું ઘર મર્યાદામાં વર્તતું હોય તેના ઘરમાં ધર્મ, પ્રર્વતે. ૪૫. હે અભયમુનિ! તને ચારેય પુત્રવધૂઓનું ઉદાહરણ કહ્યું. હવે આનું રહસ્ય સ્પષ્ટ કરતા ઉપનયને સાંભળ. ૪૬. જેવું રાજગૃહ છે તેવો નરભવ છે. જે પ્રમાણે ચાર પુત્રવધૂઓ છે તે પ્રકારે આ જીવો છે. ૪૭. જેમ ધનાવહ શ્રેષ્ઠી છે તેમ અનેક ભવ્ય જીવોના હિતને નિર્માણ કરવામાં નિપુણ ગુરુઓ છે. ૪૮. પાંચ શાલિકણોથી જેમ પાંચ મહાવ્રત જાણવા. વધૂના કુલગૃહની સમાન શ્રીમાનું ચતુર્વિધ સંઘ છે. ૪૯. જેમ ધનાવહે વધૂકુલગૃહની સમક્ષ જે દાણાઓ આપ્યા તેમ ગુરુએ સંઘ સમક્ષ પાંચ મહાવ્રતોને આપ્યા. ૫૦. જેમ ઉઝિકાએ પાંચ ચોખાના દાણાને છોડીને અશુચિનું સાફ કરવું વગેરે કાર્યોને કરતી દુઃખી થઈ તેમ જે સુખલંપટ પાંચ મહાવ્રતોને નેવે મૂકીને આ જ જન્મમાં અવશ્ય દુઃખી થાય છે. પર. લોકો પણ આની નિંદા કરે છે. હે વ્રતભ્રષ્ટ! હે દુરાશય! હે અદષ્ટવ્યમુખ! હે પાપી મારી દષ્ટિથી દૂર થા. પ૩. અરે નિર્મયાદ! અરે નિર્લજ્જ! સર્વસંઘ સમક્ષ સ્વમુખે વ્રતો ઉચ્ચરીને તેં છોડી દીધા. ૫૪. જેમ નિર્ધની દુઃખને ભોગવે છે એમ વ્રતભ્રષ્ટ જીવ પરલોકમાં દુર્ગતિમાં પડીને ઘણાં દુઃખોને ભોગવે છે. પ૫. જેમ શાલિકણોના ભક્ષણથી ભોગવતીએ સેવકના કાર્યો કરીને કાયા અને મનના ઘણાં દુઃખો ભોગવ્યાં તેમ આજીવિકાના હેતુથી સાધુવેશને લઈને વ્રતોનું ખંડન કરે છે તે ઘણો દુઃખી થાય છે. ૫૭. આ ભવમાં નિંદાને પાત્ર થાય છે અને પરભવમાં વિવિધ પ્રકારના દુઃખોને અનુભવે છે. અન્યાય ક્યારેય સુખકારક થતો નથી. ૫૮. જેમ વિચક્ષણ રક્ષિકા શાલિના રક્ષણથી સસરાદિને માન્યભોગનું ભાજન થઈ તેમ જે નિરતિચાર મહાવ્રતોનું પાલન કરીને પોતાના આત્માનો વિસ્તાર કરવા સમર્થ થાય છે. ૬૦. આ લોકમાં ધાર્મિક જનોમાં પ્રશંસનીય થાય છે અને પરલોકમાં સ્વર્ગ–અપવર્ગ (મોક્ષ)માં સુખનું ભાજન થાય છે. ૬૧. જેમ સ્ત્રીઓમાં શિરોમણિ ચોથી પુત્રવધૂ રોહિણી કણોની વૃદ્ધિ કરીને ઘરમાં સર્વસ્વની સ્વામિની થઈ, શ્વસુર આદિવર્ગની અને સમસ્ત જનની પ્રશંસનીય અને માન્ય થઈ, તેમ જે ભવ્ય વ્રતોને હર્ષથી સ્વીકારીને સ્વયં અતિચારોના ત્યાગ કરતો, પાલન કરે છે તે ઉપર ઉપરના ગુણ સ્થાનકોને પ્રાપ્ત કરીને બીજા ભવ્ય જીવોને મહાવ્રતનું પ્રદાન કરીને શાસનની ઉન્નતિ કરે છે. ૫. આક્ષેપાદિ ધર્મકથાઓથી ઉત્તમ કથક બનીને મનનું આકર્ષણ કરીને મિથ્યાષ્ટિઓને પણ બોધ પમાડે છે. ૬૬. સ્વદેશમાં અને પરદેશમાં સ્વતીર્થમાં અને અન્ય તીર્થમાં પરમ ખ્યાતિને મેળવે છે. તે પોતે અતિ નિરાશંસ હોય છે. ૬૭. આગળના ભવોમાં ઘણાં દુઃખ મિશ્રિત સુખો અનુભવ્યા હવે સંયમની આરાધના કરીને થોડા કાળમાં સ્વર્ગ સુખોને અનુભવીને મોક્ષ સુખને મેળવે છે. ૬૮. હે અભય મહામુનિ!રક્ષિકા અને રોહિણીના ન્યાયથી (દષ્ટાંતથી) શુભની પ્રાપ્તિ માટે પાંચ મહાવ્રતોનું પાલન કરવું અને વૃદ્ધિ કરવી. ૬૯. અભયમુનિએ કહ્યું: હે નાથ! આપના અનુશાસનને ઈચ્છું છું. ગૃહસ્થપણામાં જે સાધુ જેવો થયો તે સાધુ થયા પછી શું ન જાણે? ૭૦. પછી પ્રભુએ અભયકુમારના શ્રેણિક રાજા વગેરે સાંસારિક સર્વજનોની ઉપબૃહણા કરી. ૭૧. તમે ધન્ય છો જેના પુત્ર રાજ્યની સંપદાનો ત્યાગ કરીને જલદીથી લીલાપૂર્વક પુરુષોના સ્થાનને પ્રાપ્ત કર્યા.

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322