________________
અભયકુમાર ચરિત્ર
उ०८ તલવારને નચાવતા વચ્ચે ઢાલને ધરીને ફરી ફરી પ્રહારોને ઝીલતા હતા. ૩૧. પછી કામદેવે સંવરની ઢાલને ખગના પ્રહારથી સૂત્રધાર જેમ ઘણથી શિલાતટને ભાંગે તેમ ભાંગી. ૩૨. યુદ્ધ કરવામાં દક્ષ સંવરે વિવેકરૂપી તલવારથી પોતાના શત્રુની તલવારને છેદી મનને ન છેવું. ૩૩. તીક્ષ્ણ જુગુપ્સા છૂરીને લઈને મકરધ્વજ યુદ્ધે ચડ્યો. અહો! આની શૌર્યવૃત્તિ અલૌકિક છે. ૩૪. ત્રણ દંડની વિરતિ રૂપી છૂરીને હાથમાં લઈ સંવર યુદ્ધ કરવા લાગ્યો. અહો ! આની વીરવૃત્તિ કેવી અખંડ છે. ૩૫. વિવિધ પ્રકારના ભંગોથી તેઓના છરિકા યુદ્ધને નિહાળતા દેવો વિસ્મિત થયા કે સર્વ પ્રકારના યુદ્ધોમાં છરિકા યુદ્ધ વિષમ છે. ૩૬. સંવરે કૃપાણીથી શત્રુની કૃપાણીને એવી રીતે હણી જેથી કૃપાણીમાંથી ઢાલ નીચે પડી ગઈ. ૩૭. મુદ્રિ ઉપર મુદ્ધિ રહી તો પણ વીરવૃત્તિને નહીં છોડનાર મહાપરાક્રમી મકરધ્વજે મલ્લની જેમ બે બાહથી યુદ્ધ કરવાનો આરંભ કર્યો. ૩૮. તુરત જ છરિકાને મૂકીને સર્વ વીરોમાં શિરોમણિ સંવરે બે બાહુથી યુદ્ધ કર્યું. વીરો વીરવ્રતમાં ઉઘુક્ત હોય છે. ૩૯. મલ્લની જેમ જગતમાં વીર સંવર અને મકરધ્વજ શસ્ત્ર વિના યુદ્ધ કરતા આશ્ચર્ય સહિત દેવો વડે જોવાયા. ૪૦. ક્યાંક સંધીઓને ટાળીને સંવરે મકરધ્વજને પૃથ્વી ઉપર પાડ્યો. જ્યાં ધર્મ ત્યાં જય. ૪૧. આ વિશ્વવીર સંવર પૃથ્વી ઉપર જય પામે છે, જય પામે છે. જેણે કામમલ્લનું માન ફૂલની જેમ મસળી નાખ્યું. ૪૨. એમ સ્તુતિ કરતા ખુશ થયેલા દેવો અને વિદ્યાધરોએ પણ સંવર ઉપર ચકચકિત પુષ્પની વૃષ્ટિ કરી. ૪૩. જયશ્રીએ આના ગળામાં અતિશય હર્ષથી જેમ કુમારી સ્વયંવર માળા પહેરાવે તેમ વરમાળા પહેરાવી. ૪૪. એકાંતે જ જે તારો પટ્ટભક્ત છે તેની સામે નહીં જોઉં હું તારો દોસ્ત છું એમ વારંવાર બોલતો જીવિતનો અર્થી કામદેવ તણખલાને મુખમાં લેતો સંવર વડે છોડી દેવાયો. ક્ષત્રિયો પડેલાને પાટુ મારતા નથી. ૪૬. હારી જવાથી કામની પર્ષદા વિખેરાઈ ગઈ એટલે લજ્જાથી અધોમુખ થયો. જેમ સસલોંદરમાં પેશી જાય તેમ કામ ગુપ્ત રીતે પોતાના ઘરમાં ગયો. ૪૭. લજ્જાથી પિતામહ મોહરાજને અને પિતા રાગકેસરીને ન મળ્યો. હારમાં વીરોને મોટી લજ્જા થાય છે. ૪૮. સ્વયં આવીને મોહ અને રાત્રે મકરધ્વજને પ્રતિબોધ કર્યો. અરે ! ત્રણ જગતમાં વીર! હે ધીરતાના પર્વત! ૪૯. યુદ્ધમાં ક્યારેક જય કે ક્યારેક પરાજય થાય છે. તેથી હે વત્સ! સામાન્ય જનની જેમ તું ખુદને ન પામ. આ પ્રમાણે પ્રબોધિત કરાયેલો કામ પરાભવથી ઉત્પન્ન થયેલી વ્યથાને છોડીને પોતાના નર્મ (મશ્કરી)ના કાર્યમાં લાગી ગયો. ૫૧.
આ બાજુ સંવરવીરે પણ રણભૂમિને શુદ્ધ કરીને ચારિત્ર ધર્મરાજાને નમવા માટે હર્ષથી સન્મુખ ચાલ્યો. પર. હે ચારિત્ર ધર્મરાજ શિખામણિના સાક્ષાત્ પ્રતાપ! હે શત્રુરૂપી કૈરવ વનને સંકોચવા માટે સૂર્ય મંડલ સમાન ૫૩. હે કામમલ્લને જીતીને ભુજબળને સફળ કરનાર ! હે ધરાધીર મહાવીર ! હે સંવર જય પામ! આનંદ પામ! ૫૪. ઊંચા હાથ કરીને સ્થાને સ્થાને સ્તવના કરાતાં સંવરે આવીને ચારિત્ર ધર્મરાજને નમન કર્યું. પ૫. આ શું? એમ ચારિત્ર ધર્મરાજ આશ્ચર્યચકિત થયો છે તે પ્રસ્તાવજ્ઞ સદાચાર પ્રતિહારે જણાવ્યું ૫૬. હે સ્વામિનું! આપના બે ચરણમાં આ સંવર કોટવાલ નમન કરે છે. કામમલ્લને જીતીને હમણાં જ સીધો અહીં આવેલ છે. પહેલાથી આપ પૂજ્યપાદનું તથા મુખ્ય મહત્તમનું સ્વરૂપ જાણ્યા વગર પણ આણે કામદેવની સાથે યુદ્ધ કર્યુ છે. ૫૮. હે સ્વામિન્! મકરધ્વજ શત્રને મરણ પમાડીને આ વીર શિરોમણિએ હેલાથી જીત્યો છે. ૫૯. આને સાંભળીને અમદથી પૂરાયેલ ચારિત્ર ધર્મરાજાએ સંવરને ભેટીને વારંવાર આલિંગન કર્યુ. ૬૦. સંતુષ્ટ થયેલ ચારિત્ર ધર્મરાજે પોતે સ્વયં સંવરના બે સ્કંધોની સ્વર્ણપુષ્પોથી પૂજા કરી. ૬૧. આ પ્રમાણે રાજા વડે ગૌરવિત (અત્યંત સન્માનિત) કરાયેલ છિન્નકંટક સંવર સૂર્ય-પૃથ્વી અને ચંદ્ર રહેશે ત્યાં સુધી પોતાના સ્થાનનું પાલન કરશે. ૬૨.