________________
અભયકુમાર ચરિત્ર
૩૦૬
વગાડયા. ૭૨. આ બાજુ નિરહંકાર વગેરે મુખ્ય નિપુણ વૈતાલિકોએ સંવરના પક્ષમાં રહેલા ભટોને યુદ્ધ માટે ઉત્સાહિત કર્યા. ૭૩. જેમ ચક્રવર્તી ચક્રને આગળ કરે છે તેમ ચારિત્ર ધર્મ રાજા દુર્જેય શત્રુના યુદ્ધના મેદાનમાં સૈનિકને આગળ કરે છે. ૭૪. તે સૈન્યની મધ્યમાં રહીને ચારિત્ર રાજાના મનને આશ્વાસન આપે છે. નહીંતર યુદ્ધમાં ચારિત્ર રાજાનું મન ડોલાયમાન થાય છે. ૭૫. જેણે મોહરાજાના પુત્ર રાગ અને તેના પુત્ર મકરધ્વજને મુખમાં જ જીતીને કુંભધ્વજ વગેરે સૈનિકોને પકડયા. ૭૬. જે એક જ ઘાએ શત્રુઓને માટીની જેમ ચૂરી નાખે છે તે સંવર દેવના તમે સેવકો છો. ૭૭. તમે સ્વયં યુદ્ધમાં અનેકવાર જય મેળવ્યો છે. તેથી હમણાં તમારે યુદ્ધમા તત્પર રહેવું જેથી ચંદ્ર જેવા નિર્મળ કુળનો ઉધ્ધત થાય. અને ક્ષણથી લુચ્ચાઓના મુખો મલિન થાય. ૭૯. ગર્વ વગેરે સહિત અનેક કઠોર બંદીઓના સમૂહોએ પોતાના ભટોને ઉત્સાહિત કર્યા તેઓનો આ પ્રમાણે વ્યાપાર થયો. ૮૦. ભટ શત્રુવીરોના મસ્તક માટે શૂળ સમાન સૈન્યના મધ્યમાં રહેલો હોય તો જ મોહરાજ નરેશ્વર ચિંતા છોડીને સુખપૂર્વક સુવે છે. ૮૧. જેઓની બાણની શ્રેણીઓએ શત્રુઓને જર્જરિત કર્યા છે. ફરી યુદ્ધ માટે શકુન પણ શોધાતું નથી. હનુમાનની જેમ દુર્જય શત્રુના મુખમાં લપડાક મરાય છે તે મકરધ્વજ રાજાના તમે સેવકો છો. ૮૩. તમે ત્રૈલોક્યમા અસહ્ય પરાક્રમી છો. સ્વયં માનવ, દાનવ–દેવો પશુઓને વશ કર્યાં છે. ૮૪. શ્રી જૈનપુરમાં રહેનારા આ પાંચ સાત લોકો પોતાને શૂરવીર માનતા અજ્ઞાનીઓ કાન ખેંચે છે. ૮૫. ત્રણ જગતમાં રહેલા જીવોને જીતનારા તમારી પાસે આ ભટો સમુદ્રમાં લોટની ચપટી સમાન છે. ૮૬. તમે આવા પરાક્રમી છતાં જો આઓથી હારી જશો તો સમુદ્ર તરીને ખાબોચિયામાં ડૂબી ગયા છો એમ કહેવાશે. ૮૭. તેથી હમણાં તમારે દઢ ચિત્તથી યુદ્ધ કરવું જેથી તમે કુળદીપક બની પૂર્વજોને ઉદ્યત કરશો. ૮૮. આ પ્રમાણે બંદીજનોથી ઉત્સાહિત કરાતા માનના ભરથી ઉદ્યત થયેલા વિકટ આટોપવાળા સુભટો પરસ્પર યુદ્ધ માટે મેદાનમાં પડ્યા. ૮૯. કાન સુધી ખેંચી ખેંચીને નિરંતર છોડાતા બાણોથી ધર્નુધરોએ થાંભલા વગરનો બાણ મંડપ બનાવ્યો. ૯૦. પોતાના ભાથામાંથી બાણોને ખેંચતા, બાણોને દોરી ઉપર ચડાવતા ખેંચતા છોડતા લઘુહસ્ત (એટલી ઝડપથી ક્રિયા કરે છે જેથી આ ક્રિયા જોવામાં ન આવી.) જોવાયા નહીં. ૯૧. મેઘના પાણીની ધારાથી લક્ષ્મીને ધારણ કરતી બાણની શ્રેણીએ પતંગિયાની શ્રેણીની જેમ સર્વ આકાશનું આચ્છાદન કર્યું. ૯૨. જેમ કાશપૃથ્વી (વનખંડ) કાશ પુષ્પોથી શોભે તેમ સુભટોએ આંતરા વિના (સતત) છોડેલા બાણોથી રણભૂમી શોભી. ૯૩. જેમ પર્વતો હાથીના દંતના ઘાતોને સહન કરે તેમ પદાતિઓ તલવારના પ્રહારોને સહન કરતા યુદ્ધ કર્યું. ૯૪. ખડ્ગના સંઘટ્ટામાંથી ઉત્પન્ન થયેલ તણખાઓથી જાણે ભટોના મંગલ માટે નીરાજના` વિધિ થઈ. ૯૫. સુભટો વડે વીંઝાયેલી તલવારોના મિલનથી બંને સૈન્યોના અગ્રભાગમાં ભવિષ્યમાં પ્રાપ્ત થનારી જયશ્રીના જાણે વૈડુર્યના તોરણો રચાયા હતા એમ દેખાયું. ૯૬. સુભટો વડે વારંવાર નચાવાતી તલવારની શ્રેણીઓ ઝબકારા મારતી વિદ્યુત લતાની ઘણી વિડંબના કરી. અર્થાત્ વિદ્યુતલતા પણ નચાવાતી તલવારની શ્રેણી આગળ ઝાંખી પડી. ૯૭. સુભટોએ પંક્તિ આકારથી સ્થાપિત કરાયેલી ઉત્તમ ઢાલોએ અત્યંત કપિશીર્ષક માળાને ધારણ કરી. ૯૮. માથા ઉપર આવી પડતા ઘાતોને નિષ્ફળ કરવા લાંબી બાહુવાળા સુભટોએ મસ્તક ઉપર સ્થપાયેલ ઢાલોએ છત્રની લીલાને ધારણ કરી. ૯૯. બંને પણ સૈન્યમાં ઢાલની માળા એવી રીતે સ્થાપિત કરાઈ. જેથી આકાશમાં રહેલ સૂર્ય અને ચંદ્રની બે શ્રેણીની શોભાને
૧. નીરાજના વિધિ : એક પ્રકારનો સૈનિક અથવા ધાર્મિક પર્વ જેમાં રાજા અથવા સેનાપતિ લડાઈના મેદાનમાં જતા પૂર્વે આસો માસમાં ઉજવાતો પર્વ.