Book Title: Abhaykumar Charitra
Author(s): Sumtishekharvijay
Publisher: Govardhannagar Vinanagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 302
________________ સર્ગ-૧૨ ૨૯૭ અભય સાધુએ હંમેશા જ એક પ્રકારના અસંયમને, બે પ્રકારના રાગ અને દ્વેષના બંધનને અને મન-વચન- કાયાના દંડને છોડ્યા. ૩૦૫. સાતા-ઋદ્ધિ અને રસ ત્રણ પ્રકારના ગારવનો ત્યાગ કરતા, માયા–નિદાન અને મિથ્યાત્વ સત્યનો ઉદ્ધાર કર્યો. ૬. જ્ઞાન-દર્શન–ચારિત્રની વિરાધનાનો ત્યાગ કરતા આણે મનોગુપ્તિ વચનગુપ્તિ અને કાયગુપ્તિનો આશ્રય કર્યો. ૭. ક્રોધ-માન-દંભ અને લોભ એ ચાર કષાયનો નિગ્રહ કર્યો. પરિગ્રહ, ભય, મૈથુન અને આહાર સંજ્ઞાનો ત્યાગ કર્યો. ૮. આર્ત રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મ અને શુકલ ધ્યાન કર્યું. ૯. અભયમુનિએ કાય-અધિકરણ, કેષ, પરિતાપ, અને વધથી ઉત્પન્ન થયેલી પાંચેય ક્રિયાઓનો સતત ત્યાગ કર્યો. ૧૦. રૂપ-રસ- ગંધ-સ્પર્શ અને શબ્દ એ પાંચ કામગુણોનો ત્યાગ કર્યો. પ્રાણાતિપાતની વિરતિ વગેરે ગુણોનું પાલન કર્યું. ૧૧. ઈર્યા–ભાષા-એષણાઆદાન અને ઉત્સર્ગ એ પાંચ સમિતિનું પાલન કરતા આણે પૃથ્વી-અપૂ–તેઉ–વાયુ અને વનસ્પતિ કાયનું રક્ષણ કર્યું. ૧૨. કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રણ લેશ્યાનો ત્યાગ કરતા આણે તેજો, પદ્મ અને શુક્લ લેશ્યાનું સેવન કર્યું. ૧૩. આલોક, પરલોક, આદાન, અકસ્માત, આજીવિકા, મરણ અને અપયશમાંથી ઉત્પન્ન થયેલ સાત ભયોને યથાર્થ નામવાળા અભયે ત્યાગ કર્યો. ૧૪. જાતિ-કુલ–બળ-રૂપ-તપએશ્વર્ય-શ્રત–લાભ એ આઠ મદનો મુનિરાજે ત્યાગ કર્યો. ૧૫. નવ બ્રહ્મચર્યની ગુપ્તિના પાલક મુનિએ સંસક્ત વસતિ, સ્ત્રીના શરીરને જોવું, સ્ત્રીકથા, સ્ત્રીનું આસન, ભતની અંદર કામક્રીડાનું સાંભળવું, પૂર્વક્રીડાનું સ્મરણ, અતિમાત્ર આહાર, સ્નિગ્ધ ભોજન અને દેહભૂષાનો ત્યાગ કર્યો. ૧૭. આર્જવ, માર્દવ, ક્ષાંતિ, સત્યવાણી, સંયમ, તપ, આર્કિંચન્ય, બ્રહ્મચર્ય શૌચ એ દશ પ્રકારના ધર્મનું સેવન કર્યું. ૧૮. દર્શન-વ્રત-સામાયિક-પૌષધ કાર્યોત્સર્ગ–અબ્રહ્મ- સચિત્તનો ત્યાગ- આરંભ-પ્રેષ્ઠ પ્રયોગ– ઉદ્દિષ્ટ ભોજનનો ત્યાગ અને સાધુની પ્રતિમા આ શ્રાવકની અગિયાર પ્રતિમાને જાણે છે અને ઉપદેશ આપે છે. ૨૦. બાર ભિક્ષુ પ્રતિમા, તેર ક્રિયાસ્થાનો, ચૌદ ભૂતગ્રામ, પંદર પરમાધાર્મિક તથા ષોડશક ગાથાઓ, સત્તર પ્રકારનો અસંયમ, અઢાર પ્રકારના બ્રહ્મચર્ય, ઓગણીશ જ્ઞાતા અધ્યયન, વીશ અસમાધિ સ્થાનો, શબલના એકવીશ સ્થાનો, બાવીશ પરીષહોને જાણ્યા, છોડ્યા અને યથોચિત કર્યું. ૨૪. તેણે ત્રેવીશ સૂત્રકૃત અધ્યયનોને જાણ્યા. ચોવીશ જિનેશ્વરની સ્તવના અને નમસ્કારને કરે છે. ૨૫. મુનિએ પચીશ ભાવના ભાવી. દશાકલ્પ અને વ્યવહાર સૂત્રમાં રહેલા છવ્વીશ ઉદ્દેશ કાલોને જાણ્યા અને મુનિના સત્યાવીશ ગુણોનું પાલન કર્યું. ૨૭. અઠયાવીશ આચાર અધ્યયનોને જાણ્યા. ઓગણત્રીશ પાપસ્થાનો અને ત્રીશ મોહનીય સ્થાનોનો ત્યાગ કર્યો. એકત્રીશ સિદ્ધના ગુણોને સારી રીતે જાણ્યા. આણે બત્રીશ યોગના સંગ્રહની શ્રદ્ધા કરી. તે બુદ્ધિમાને તેત્રીશ આશાતાનનો ત્યાગ કર્યો. ૩૦. પ્રતિસિદ્ધ કૃત્યોનું આચરણ ન કર્યું. જિનેશ્વરોએ કહેલા સર્વભાવોની સમ્યક પ્રરૂપણા કરી. ૩૧. એમ ગુણોના સમૂહથી યુક્ત ભક્તિમાન અભયમુનિએ શ્રી મહાવીરના બે ચરણકમળની સેવા કરી. ૩૨. નિઃસ્પૃહી તેણે સાધુઓના વિનય વૈચાવ કરતા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું. ૩૩. વિનયી, મહાપ્રજ્ઞ મુનીશ્વરે જલદીથી અગિયાર અંગોને સૂત્ર અને અર્થથી ભણ્યા. ૩૪. જિનેશ્વરની આજ્ઞાથી ગીતાર્થ મુનિઓની સાથે ભવ્યોને પ્રતિબોધ કરતો પૃથ્વીતલ ઉપર અલગ વિચર્યો. ૩૫. મુગ્ધ, બુદ્ધિ, મધ્યમબુદ્ધિ, બુદ્ધિની સભામાં રહેલા આણે એકવાર ગંભીર ધર્મદેશના આપી. ૩૭. અહો! મોહ નરેન્દ્ર રાજાનો પત્ર અને રાગનો વિખ્યાત પુત્ર મકરધ્વજ રાજાને પનારે પડેલા જીવો ઘણાં દુઃખી થાય છે. આનો સર્વથા ત્યાગ કરીને સ્વર્ગ અને મોક્ષના સુખ આપનાર, સંવરનો આશ્રય કરો.

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322