Book Title: Abhaykumar Charitra
Author(s): Sumtishekharvijay
Publisher: Govardhannagar Vinanagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 301
________________ અભયકુમાર ચરિત્ર ૨૯૬ ૭ર. તથા તમે પણ પ્રશંસનીય છો જે હર્ષ પામી સુસમાધિથી અભયકુમારની પાસે ઠાઠથી વ્રત અપાવ્યું. ૭૩. હવે રાજા જિનેશ્વર અને અભયકુમાર મુનિને નમીને એક અભયનું સ્મરણ કરતાં પોતાના સ્થાને ગયા. ૭૪. જિનેશ્વરે અભયમુનિને ગણધરને સુપ્રત કર્યા. અથવા સ્વામીએ ત્રણ જગતને અભય આપ્યું છે. ૭૫. હર્ષ પામેલી અભયની માતા નંદાએ લાંબા સમય સુધી વિચાર્યું કે મારો પુત્ર અભય ધન્ય છે. ૭૬. અનાસક્ત ભાવે ન્યાયપૂર્વક પિતાના રાજ્યનું પાલન કરીને હમણાં તીર્થકરની પાસે ચારિત્ર લીધું. ૭૭. સાહસી મનુષ્યોની બંને પણ ગતિ સારી થાય છે. એક ઉત્તમ રાજ્ય લક્ષ્મી અને બીજી પ્રવજ્યા. ૭૮. જો મારો પુત્ર દીક્ષા લઈને વિશ્વનંદન થયો તો મારે હવે ઘરે રહીને શું કરવું છે? ૭૯. હું પણ સ્વામિની પાસે ચારિત્ર લક્ષ્મીનો સ્વીકાર કરું. અથવા તો ગાય વાછરડાને હર્ષથી અનુસરે છે જ. ૮૦. નંદાએ પણ રાજા પાસેથી દીક્ષાની રજા મેળવી લીધી. બુદ્ધમાનોએ સર્વના સમાધાનથી અર્થાત્ સર્વની સંમતિથી ધર્મ કરવો જોઈએ. ૮૧. રાજા વડે રજા અપાયેલી નંદાએ હલ્લ અને વિહલ્લને બે દિવ્ય કુંડળ અને ક્ષૌમાવસ્ત્ર યુગલને આપ્યું. ૮૨. શ્રેણિક રાજાએ નંદાનો દીક્ષા મહોત્સવ કર્યો. પછી નંદાએ શ્રીમદ્ મહાવીર જિનેશ્વરના ચરણકમળમાં દીક્ષા લીધી. ૮૩. જિનેશ્વરે નંદા સાધ્વીને દીક્ષા અને શિક્ષા આપીને સાધ્વીઓને અર્પણ કરી. કેમકે હંસી હંસલીઓમાં શોભે છે. ૮૪. સાધ્વીઓમાં શિરોમણિ, પાપકર્મોનો નાશ કરતી, સર્વક્રિયાઓનો અભ્યાસ કરતી, જિનેશ્વર અને ગુરુઓને નમસ્કાર કરતી નંદાએ ઉલ્લાસપૂર્વક ચારિત્રનું પાલન કર્યું. ૮૬. સજ્જનોને રાજ્યના પ્રસંગમાં રાજ્યનું અને તપના પ્રસંગમાં તપનું લક્ષ્ય હોય છે. ૮૭. તેણીએ ચોથભક્ત, છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ તથા પંદર ઉપવાસ, માસ ખમણ વગેરે તપોથી પોતાને શોષવી નાખી. ૮૮. આ ઉત્તમ વિદુષીએ અગિયાર અંગ ભણી લીધા. દીક્ષાને વશ વરસ થયા પછી ઘાતી કર્મનો નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અઘાતી કર્મોને ખપાવીને નંદા સાધ્વી મોક્ષમાં ગઈ. ૮૯. આ બાજુ અભયમુનિ પણ મુનિઓના મનરૂપી કમળમાં ભ્રમરની લીલાને ધારણ કરતો લીલાપૂર્વક ઘણું શ્રુત ભણ્યો. ૯૦. સિદ્ધાંતમાં કહેવાયેલ અનેક અભિગ્રહો લેવામાં ઉદ્યત કમળપત્રની જેમ હંમેશા નિર્લેપ, જીવની જેમ અપ્રતિઘાત, શંખની જેમ નિરંજન, પવનની જેમ અપ્રતિબદ્ધ, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય, પક્ષીની જેમ મુક્ત આકાશની જેમ નિરાશ્રય, ભારંડની જેમ અપ્રમત્ત, ગેંડાના શૃંગની જેમ એકાકી, બળદની જેમ સમર્થ, હવનના અગ્નિની જેમ સુદીપ્ત, હાથીની જેમ પરાક્રમી, સિંહની જેમ સુદુર્ધર્ષ (કોઈથી પરાભવ ન કરી શકાય તેવો) સૂર્યની જેમ તેજસ્વી, ચંદ્રની જેમ શીતળ, સાગરની જેમ ગંભીર, સુમેરુની જેમ નિષ્પકંપ, પૃથ્વીની જેમ સર્વસહશરદઋતુના પાણીની જેમ સ્વચ્છ, વાસીથી છોલનાર અને ચંદનથી લેપ કરનાર ઉપર સમદફ કોમલ અને કઠિન સ્પર્શમાં, મધુર અને પરુષ સ્વરમાં, દુર્ગધ અને સુગંધમાં, કુરૂપ અને સુરૂપમાં, રંક અને રાયમાં, ડાહ્યા અને મૂર્ખમાં, નિર્ધન અને ધની વિશે, સુભગ અને દુર્ભાગમાં, વિકલાંગ અને કામદેવ વિશે સમભાવને ધારણ કર્યો મધુર અને કડવા રસમાં સમભાવી, વધારે કહેવાથી શું? ભવમાં અને મોક્ષમાં સમાન, ઘણા ભેદવાળા દ્રવ્યમાં, ગ્રામપુરાદિક ક્ષેત્રમાં, સમય વગેરે કાળમાં, પર્યાય વગેરે ભાવમાં, બાલ્ય, કુમાર, તારુણ્ય, વૃદ્ધ વગેરે અવસ્થાઓમાં અને બીજે પણ સર્વત્ર રાગથી રહિત એવા સત્ત્વ મહોદધિ અભયમુનિએ તિર્યંચ મનુષ્ય અને દેવો વડે કરાયેલ પ્રતિકૂળ કે અનુકૂળ મોટા ઉપસર્ગોને સહન કર્યા. આ પ્રમાણે વિવિધ પ્રકારના લોકોત્તર ચરિત્રોથી અભય મુનિએ જનમાનસમાં સતત આશ્ચર્યને ઉત્પન કર્યુ. ૩૦૪.

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322