________________
અભયકુમાર ચરિત્ર
૨૯૮ આ દુષ્ટ મકરધ્વજ રાજાનો નિગ્રહ કરવા ત્રણ જગતમાં એક વીર સંવર જ શક્તિમાન છે. ૩૯. તે આ પ્રમાણે સર્વ નગરોમાં ઉત્તમ ભુવનભોગ નામનું નગર છે. જ્યાં વાણીરૂપી સમુદ્રમાં સંપૂર્ણ વિશ્વ સમાઈ ગયું છે. ૪૦. જેમાં યોનિરૂપી નેપથ્ય (પડદા)માંથી નીકળેલા કર્મરૂપી ઉપાધ્યાય વડે ભણાવાયેલા નવા પ્રકારના રસોથી યુક્ત નવા નવા ઉત્તમ અધમ પાત્રો બનીને જીવો વિવિધ પ્રકારના અભિનયપૂર્વકના નાટકોને દિવસ રાત કરી રહ્યા છે. ૪૨. તેમાં ત્રણ જગતને મોહિત કરનાર, મોહરાજાનો પૌત્ર,વશીકરણ કરવામાં દક્ષ, રાગકેશરીનો પુત્ર, અભિલાષા-અતિરેકતા દેવીની કુક્ષિમાં જન્મેલ, સર્વત્ર પ્રસિદ્ધ મકરધ્વજ નામનો રાજા છે. ૪૪. જેમ નીલકંઠ મસ્તક ઉપર શિખાને ધારણ કરે છે તેમ દામોદર–હર-બ્રહ્માદેવો-દાનવો પણ મકરધ્વજની આજ્ઞાને ધારણ કરે છે. ૪૫. પ્રજ્ઞપ્તિ-રોહિણી વગેરે સેંકડો વિદ્યાના બળ થી ઉન્મત્ત થયેલા, અસાધારણ સૌભાગ્યવંત જે આ વિદ્યાધરેશ્વરો છે તે પણ ખરીદાયેલ દાસ જેમ સ્ત્રીઓના પગમાં પડે છે તેમ ચાકાર કરતા તેની આજ્ઞામાં વર્તે છે. ૪૭. બાકી કીડા સમાન, સામાન્ય ભૂમિચર પુરુષ, સ્ત્રી અને રાજાઓની વાત પણ શું કરવી? ૪૮. જેઓને તેવા પ્રકારનું (કામનું) જ્ઞાન નથી, વાણી નથી તે પશુઓ પણ જેને વશ છે તે અહો! આની (કામની) વશીકરણ શક્તિ કેવી છે! ૪૯. કામને વશ થયેલ સ્ત્રીઓના સમૂહો યમની જીભ જેવી વિકરાળ જ્વાળા ફેલાવતી અગ્નિને લીલાથી આલિંગન કરે છે. ૫૦. જેમ જીવો ક્રીડા સરોવરમાં પ્રવેશ કરે તેમ જેની વાણીથી જળચરોથી ભરપૂર, ઊંડા, ઉછળતા મોજાઓથી ભયંકર સમુદ્રમાં પ્રવેશ કરે છે. ૫૧. જેમ જીવ કદલીના વનમાં પ્રવેશ કરે તેમ કામાધીન જીવો ધનુષ્ય-ખડ્યાદિથી ભયંકર યુદ્ધભૂમિમાં પ્રવેશ કરે છે. પર. પ્રાયઃ આ જગતમાં એવો કોઈ બહાદુર નથી કે તેની આજ્ઞાને ન માને. મોહના વંશમાં ઉત્પન્ન થયેલ આ (કામ) વિશ્વમાં ન હોત તો શું અસંભવ રહેત? ૫૩. તેને રતિ નામની ભાર્યા છે. ખરેખર કોઈક વિરલને જ અનુરૂપ પત્ની મળે છે. ૫૪. આને જગતને વિસ્મય પમાડે તેવું રૂપ હોય છે. જે રૂપવતી સ્ત્રીઓમાં દષ્ટાંત રૂ૫ વર્તે છે. ૫૫. જેમ શંકર પાર્વતી વિના રતિ પામતો નથી તેમ કામ સૌભાગ્ય શાલિની રતિ વિના એક ક્ષણ પણ આનંદ પામતો નથી. ૫૬. મકરધ્વજ રાજાને સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય નામના ચાર સુભટો છે. ૫૭. તેને રણકાર્યમાં સમર્થ એવી રસના નામની વીર રાણી છે. કેટલીક રાણીઓ પુરુષ સમોવડી હોય છે. ૫૮. જેમ નિર્મળ સ્ફટિકની અંદર પ્રતિબિંબ પ્રવેશે છે તેમ શેષ ભટોને અસાધ્ય એવા પુરમાં સ્પર્શન નામનો ભટ પ્રવેશે છે. ૫૯. આ ભટ માખણ જેવા કોમળ સ્ત્રીના શરીરને તથા પટ્ટ, ગાદી-તકિયા આદિ વસ્તુને ઈચ્છે છે. બોરડી, કપિકચ્છાદિનો તિરસ્કાર કરે છે. ૬૦. મોહ ઉત્પન કરવામાં દક્ષ કોમલ સ્પર્શને પ્રાપ્ત કરીને અતુલ પરાક્રમી બનેલ આ કામ જગતને મોહમાં લપટાવે છે. ૬૧. વૈતાઢય પર્વતની ગુફાની જેમ અદષ્ટજન સંચાર નાસિકાના વિવરમાં ઘાણ ભટનું ઘર છે. દર. જેમ બાળક અભક્ષ્યના લાભથી આનંદ પામે તેમ ગંધ-કુંકુમ–કપૂર–કસ્તૂરી–ફૂલો વગેરેને મેળવીને ઘાણ હર્ષથી નૃત્ય કરે છે. ૬૩. જેમ કંજુસ ભિક્ષાચર આવે ને ઘરના દરવાજા બંધ કરે તેમ ઘાણ નાકમાં આવતી દુર્ગધ વાસને રોકે છે. ૪. દુર્ગધની જેમ ગંધથી શત્રુઓના આવાસને અભિવાસિત (વાસિત) કરીને લીલાથી આ શત્રુના ગંધને પણ ક્ષણથી નાશ કરે છે. અર્થાત્ શત્રુને મૂળથી નાશ કરે છે. ૫. સંપૂર્ણ વિશ્વને જોનારો ચક્ષુરાજ ત્રીજો સૈનિક છે જેમ જ્ઞાનદષ્ટિથી ક્રિયા સંચરે છે તેમ તેની દષ્ટિથી બીજા સંચરે છે. ૬૬. મુખરૂપી મહેલમાં રહેલા બે આંખના વિસ્તૃત ગવાક્ષમાં બેઠેલો આ લોકોના રૂપ જોવામાં લંપટ છે. ૬૭. જેમ અતિખુભુક્ષિત બ્રાહ્મણ મોદક જોઈને આનંદ પામે તેમ બીજી નાયિકાઓના સુરૂપ અંગોને