________________
અભયકુમાર ચરિત્ર
૨૯૨ સ્ત્રીઓના શીલાદિ ગુણોને ધરનારી ધારિણી નામની સ્ત્રી થઈ. ૫૦. દેવ-ગુરૂપી પર્વતમાં રાગી થયેલા હાથીઓ ન હોય તેવા ચાર પુત્રો ધારિણીની કુક્ષિમાં જન્મ્યા. ૫૧. તેમાં પ્રથમ ધનપાલ, બીજો ધનદેવ, ત્રીજો ધનગોપ અને ચોથો ધનરક્ષક. પર. તે ચારેયને ક્રમથી ઉક્ઝિકા, ભોગવતી, રક્ષિકા અને રોહિણી નામે ઉત્તમ પત્નીઓ થઈ. પ૩. આવા ઘર પરીવારથી શોભતા સુબુદ્ધિમાન શ્રેષ્ઠીએ કેટલોક પણ કાળ ઝડપથી પસાર કર્યો. ૫૪. એકવાર સૂઈને જાગેલા ધનશ્રેષ્ઠીએ કયારેક રાત્રિના છેલ્લા પહોરમાં ચિંતન કરવા લાગ્યા. ૫૫. જેમ ગુણવાન મનુષ્ય ઘર ચલાવે છે તેમ ગુણવંતી સ્ત્રીઓ નિશ્ચયથી ઘર ચલાવે છે. ૫૬. પરીજન ભોજન કર્યા પછી ભોજન કરે પરીજન સુઈ ગયા પછી સુવે, પરીજન જાગે એની પૂર્વે જાગે. તે ગૃહિણી ખરેખર ગૃહલક્ષ્મી છે. ૫૭. સ્વજન-અતિથિ ચાકર વર્ગ તથા પશુઓની સંપૂર્ણપણે જે ચિંતા કરે છે તે ખરેખર ગૃહલક્ષ્મી છે. ૫૮. આવા ગુણવાળી પુત્રની માતાએ મારા ઘરને આખા ભવ સુધી સારી રીતે સંભાળ્યું છે. કોઈની ક્યારેય ફરિયાદ આવી નથી. ૫૯. હમણાં કઈ પુત્રવધૂ ઘરનો કારભાર સંભાળશે તે જાણવા સર્વપુત્રવધૂઓની પરીક્ષા કરું કેમકે ઘર સ્ત્રીઓને આધીન છે. ૬૦.
- સવારે શ્રેષ્ઠીએ રસોઈયાઓ પાસે રસોઈ તૈયાર કરાવી અને જલદીથી પુત્રવધૂઓના માવતરના ઘરોને તથા નગરવાસીઓને આમંત્રણ આપ્યું. ૬૧. તેણે બધાને ઉત્તમ ભોજયોથી આદરપૂર્વક ભોજન કરાવ્યું. રક્ષણ કરાતું ધન નાશ પામે છે પણ ભોજનના વ્યયથી નહીં. દ૨. પુષ્પ, તાંબૂલ, વિલેપનથી લોકનું સન્માન કરી, મંડપમાં બેસાડીને શ્રેષ્ઠીએ પ્રથમ પુત્રવધૂને બોલાવી. ૬૩. પાંચ ડાંગરના દાણા આપી સસરાએ તેને કહ્યું હે વત્સ! સર્વજનની સમક્ષ તને પાંચ દાણા આપું છું. ૬૪. હું જ્યારે પાછા માગું ત્યારે તારે મને આપવા. આ પ્રમાણે રજા અપાયેલી પ્રથમ પુત્રવધૂએ ચિત્તમાં વિચાર્યુઃ ૬૫. આ સસરાના રૂપની સાથે શરીર સંકોચાઈ ગયું છે. વાળ અને કાનની સાથે ગતિ કુંઠિત થઈ ગઈ છે. ૬૬. મધુર વચનોની સાથે દાંત પડી ગયા છે. જાણે લજ્જાની સાથે સ્પર્ધાન કરતી હોય તેમ મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ૬૭. જેમ કરોડિયાના મુખમાંથી લાળ પડે તેમ આના મુખમાંથી અધિક લાળ પડે છે. વળીઓ લટકે છે, વૃક્ષની ડાળીની જેમ માથું કંપે છે. ૬૮. તો પણ આના આજ્ઞાનું ઐશ્વર્ય કોઈક એવું છે જે લજ્જિત કાર્ય કરતા આને કોઈ વારતું નથી. દ૯. મહાન ઠઠારો કર્યો પણ ડાંગરના પાંચ દાણા આપ્યા. અથવા ચકલાને ઉડાળવા મોટો અવાજ કર્યો. ૭૦. અહો ! પાંચ દાણા આપવાના હતા આમાં તો કેટલો મોટો ઉત્સવ કર્યો ડુંગર ખોદીને ઊંદર કાઢ્યો. ૭૧. આણે પાંચ દાણા આપીને અમને હલકા ચીતર્યા. શું મારા પિતાના ઘરે પાંચ દાણા નથી? ૭ર. લોકમાં હાસ્ય કરાવે એવા આ પાંચ દાણાનું મારે શું પ્રયોજન છે? જો પાંચ વરસ પછી વૃદ્ધ માગશે તો બીજા લાવીને આપી દઈશ. ૭૩. એમ વિચારીને આણીએ પાંચ દાણાને ફેંકી દીધા. તે જ રીતે ધન શ્રેષ્ઠીએ બીજી પુત્રવધૂને પાંચ દાણા આપ્યા. ૭૪.
તે પણ વિચારવા લાગી શું આજે સસરા ભ્રાન્ત થયા છે? અથવા ઉમર થતા આની બુદ્ધિ બહેર મારી ગઈ છે? ૭૫. જે આ પ્રમાણે નિરર્થક દ્રવ્ય વ્યય કરે છે. પ્રયોજન વિના દાનને આપતા જીવો દારૂડિયા જેવા કહેવાયા છે. ૭૬. આટલો ઠઠારો કર્યો અને દાણા તો પાંચ જ આપ્યા. અહો! ખાંડણિયો ખાલી છે અને ખાંડવા માટે સાંબેલા બે બે રાખ્યા છે ! ૭૭. લાભ અને વધામણી વિના આટલો ખર્ચ કર્યો તે મંડક વિના મોઢામાં ચબચન કર્યું. ૭૮. ભાઈ, પુત્ર કે સાસુ કોઈપણ કહેવા માટે સમર્થ થયા નહીં વૃદ્ધ જ સ્વયં સ્વામી છે. ૭૯. જો કે વૃદ્ધ સસરો યુક્ત કે અયુક્ત કરે તો પણ તેનું સાંભળે કોણ? કેમકે બાલ અને વૃદ્ધ સમાન છે. ૮૦. તો પણ જેણે લોકોની સમક્ષ સ્વયં દાણાને આપ્યા છે તો હું કણોને કેવી રીતે ફેંકી