Book Title: Abhaykumar Charitra
Author(s): Sumtishekharvijay
Publisher: Govardhannagar Vinanagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 295
________________ અભયકુમાર ચરિત્ર ૨૯૦ કાઢતી ? હે નિર્લજ્જ ! તું શ્વસુરવર્ગથી લજ્જા નથી પામતી? ૮૮. અતિશય કૌતુકરૂપી નાટકથી નચાવાયેલી છે ગજગામિની! કાન ઉપરથી આભૂષણ પડી ગયું છે એનું ભાન નથી? ૮૯. અતિ સૌભાગ્યના ગર્વથી સતત પાગલ થયેલી હે હલા (સખી) ! પૃથ્વી ઉપર પડી ગયેલા પોતાના હારને જોતી નથી. ? ૯૦. હે અત્યંત સ્થૂલશરીરિણી ! જો તારે અભયકુમારને જોવાનું પ્રયોજન હોય તો જલદી જલદી દોડ. ૯૧. હે કુતૂહલને વશ થયેલી સખી! દઢચિત્તા આવા પ્રકારના કૌતુક જો જે કયારે જોવા મળ્યું નથી અને મળશે પણ નહીં. ૯૨. હે બે આંખને ફાડીને જોનારી! તું કયાં સુધી જોયા કરીશ. કેડ ઉપરથી સરકતા વસ્ત્રવાળી તું લોક વડે હસાય છે. ૯૩. અરે ! ગુરુજન સમક્ષ લજ્જાનો ત્યાગ કરનારી! તું શા માટે દોડે છે. તારા ઉપર ગુસ્સો કરાવવામાં મને કેમ નિમિત્ત આપે છે? ૯૪. અરે ! રૂપ-યૌવન, પતિના પ્રેમ અને ધનથી ગર્વિત ! અતિ વિસ્તૃત ગવાક્ષને એકલી કેમ રોકીને રહી છો? ૯૫. કેવળ બીજાના કૌતુક જોવામાં ભાનભૂલી તે પોતાના સ્થૂળ શરીરને જોતી નથી? ૯૬. આજન્મ સુધી (આ ભવમાં જન્મથી માંડીને અત્યાર સુધી) કૌતુક જોઈને તે વૃદ્ધા! તું તૃપ્ત થઈ નથી જેથી આમ માર્ગ રોકીને તું બધાથી આગળ ઊભી છે. ૯૭. હે ક્ષિપ્રઘાતા ! હે સદા ઉન્મત્ત ! હે માતા વગેરે વડે શિક્ષા નહીં અપાયેલી ! ઘણી વૃદ્ધ મને વારંવાર હડસેલા કેમ મારે છે? ૯૮. હે વિદ્ર માનિની ! વાચાટ ! લવારો કેમ બંધ કરતી નથી? આ અભયકુમાર આવી ગયો છે સાવધાન થઈને જો. ૯૯. આ પ્રમાણે સ્ત્રીઓ જેટલામાં વિવિધ આલાપ-પ્રલાપ કરી રહી છે તેટલામાં અભયકુમાર પણ નજીક આવી ગયો. ૧૦૦. રાજપુત્ર અભયને જોતો નર-નારી વર્ગ સાથે જ તત્ક્ષણ પથ્થરમાં આલેખાયેલની જેમ સ્તબ્ધ થયો. ૧૦૧. રાજ્યને ચલાવતા ચલાવતા ત્રણ પુરુષાર્થને સાધતા તેણે સર્વ પણ પૃથ્વી ઉપર એક પરોપકાર વૃત્તિને કરી. ૨. આ અભયકુમાર પોતાના મનુષ્ય ભવને સફળ કરશે એમ દરેક લોકો વડે હજારો આંખોથી જોવાતો, જેમ કમુદો વડે ચંદ્ર, જેમ કમળો વડે સૂર્ય તેમ લોકો વડે હજારો આંખોથી સ્થાને સ્થાને જોવાતો, આ ધન્ય છે, આ કૃતપુણ્ય છે, આ લક્ષણવંત છે, આ વિદ્વાન છે, આ સૂર છે, આ ધીર છે, આ બુદ્ધિમાન છે, જીર્ણ દોરડાની જેમ મોટા, મનોહર રાજ્યને છોડીને જે આજે સંપૂર્ણ લક્ષ્મીના મૂળ શ્રીમદ્ વીર જિનેશ્વરની પાસે નિર્મળ વ્રત લઈને મોક્ષને સાધશે આ પ્રમાણે વચનમાળાઓથી હર્ષપૂર્વક સ્તવના કરાય છે. ૭. વિધિ અનુકૂળ થાય અને માંગેલું મળે તો અભયકુમારની જેમ અમારી પણ મતિ આવી થજો જેથી આપણે પણ ભવસમુદ્રમાંથી પોતાનો ઉદ્ધાર કરીએ, એમ ધાર્મિક લોક વડે મનોરથો પૂર્વક પ્રાર્થના કરાતો હતો. ૯. આનું જેવા પ્રકારનું રૂપ છે, આની જેવા પ્રકારની કાંતિ છે, આનું જેવા પ્રકારનું લાવણ્ય છે, આનું જેવા પ્રકારનું સૌભાગ્ય છે, તેવું જો અમને મળે તો સારું થાય. એમ અભય ઐહિકફળના કાંક્ષીઓ વડે પ્રાર્થના કરાતો હતો. ૧૧. ગુણોથી આકર્ષિત થયેલ નર-નારી વર્ગે અંજલિ જોડી. જેમ સૂર્ય સર્વત્ર લોકોની અંજલિઓ સ્વીકાર કરે છે તેમ આણે પણ સ્વીકાર કરી. ૧૨. આ બાજુ હે સુબુદ્ધિ અભયકુમાર ! તું ઘણાં દિવસ ઘણાં પક્ષ, ઘણાં માસ, ઘણાં અયનો, ઘણાં વરસો, સુધી સારી રીતે ચારિત્રનું પાલન કરજે એમ લોકો તરફથી સ્થાને સ્થાને ઘણી આશિષને પામતો, લોકમાં પ્રભાવના કરતો. ઉત્તમ ભાવનાને ભાવતો, ભવના નૈગુણ્યને બતાવતો, વિષયની કટુતાને બતાવતો, અદ્વૈત આનંદ અને પરમ સંવેગને ઉત્પન્ન કરતો, ચારિત્રથી લોકોના ચિત્તમાં ચમત્કાર કરતો, જેના માર્ગને પિતા સ્વયં અનુસરી રહ્યા છે, સન્માર્ગનો દીપક અભયકુમાર સમવસરણની પાસે પહોંચ્યો. સમવસરણને જોઈને વિધિજ્ઞ અભય જેમ ઈન્દ્ર વિમાનમાંથી ઉત્તરે તેમ શિબિકામાંથી ઉતર્યો. ૧૮. રાજાદિ પરીવારથી વીંટળાયેલ, પગે ચાલતો તે જાણે મોક્ષનું દ્વાર ન હોય તેવા સમવસરણના દરવાજે પહોંચ્યો.

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322