________________
અભયકુમાર ચરિત્ર
૨૮૮
ન
ચિત્રોને ધન ઘરઘાટી ધ્વજા અને નાના ધ્વજા વિશેષથી નગરને શણગાર્યું. ૩૦. રાજાએ તેઓની પાસે નંદાપુત્રના દીક્ષા મહોત્સવ માટે સ્નાત્રપૂજાની ઉત્તમ સામગ્રી કરાવી કેમકે તે વાત્સલ્ય વિધિનો અવસર છે. ૩૧. પછી સુકુમાલ હાથવાળા મનુષ્યોએ સુગંધિ તેલોથી અભયકુમારને સર્વસંવાહના સુખપૂર્વક અવ્યંગન કર્યું. ૩ર. તેઓ નંદાપુત્ર પ્રત્યે સ્નેહવાળા હોવા છતાં તેના શરીરમાંથી નરમ લોટથી સ્નેહને (ચિકાશને) સારી રીતે ઉતાર્યો. ૩૩. પછી તેને સિંહાસન ઉપર બેસાડીને સુવર્ણ–રજત, સુવર્ણ–મણિ અને રજત સુવર્ણ એમ દ્વિક યોગવાળા અને સુવર્ણ–રજત–મણિ એમ ત્રિક યોગવાળા તથા માટીના દરેકના એકસો આઠ ઉતમ કુંભોંથી જેમ વાદળ મંદિરના કળશને નવડાવે તેમ સ્નાન કરાવ્યું. ૩૫. પછી મૃદુ, સૂક્ષ્મ, દશીવાળા ગંધકાષાયી વસ્ત્રોથી તેના અંગને લુછ્યું જાણે કે સ્પર્શેન્દ્રિના વિષયની લાલચ ન આપતા હોય ! ૩૬ માથા બંધનથી ખેંચાયેલ કેશપાશે ભવિષ્યમાં મારો લોચ થશે એમ દુઃખથી જાણે પાણીના ટીપાના બાનાથી આંસુઓ સાર્યા. ૩૭. અહો ! આશ્ચર્ય છે કે આઓએ ગોશીર્ષ ચંદનની સાથે સુગંધિ પદાર્થોને લઈને સર્વાંગે વિલેપન કર્યું. ૩૮. આઓએ સુંદર રીતે વાળને ઓળીને લોચ થશે એટલે હર્ષથી અધિવાસ કરતા ફૂલો ભરાવ્યા. ૩૯. જાણે બે પુણ્યલક્ષ્મીને પૂજવા માટે ન હોય ! તેમ આઓએ માથામાં ફૂલોનો મુગુટ અને છાતી ઉપર ફૂલની માળા પહેરાવી. ૪૦. સેવકોએ ઘોડાના મુખના ફીણ જેવા કોમળ, ફૂંકથી પણ ઊડી જાય તેવા સુવર્ણથી ભરેલા છેડાવાળા, નિર્મળ, હંસના લક્ષણવાળા, સફેદ બે વસ્ત્રો અભયકુમારને પહેરાવ્યા. અને ચંદન-અક્ષત અને દહીં આદિથી કૌતુક મંગલ કર્યું. ૪૨. મસ્તક ઉપર સર્વાલંકારોમાં શિરોમણિ ચૂડામણિ, કપાળે સુંદર મુગુટ, બે કાનમાં બે ઉત્તમ કુંડલ કંઠે શૃંખલહાર, અર્ધહાર અને રત્નાવલિ તથા સત્કનકાવલી, એકાવલી અને મુક્તાવલી, બે બાહુમાં અંગદ અને કેયૂર અને ત્રીજી બાહુ રક્ષિકા, તથા કાંડા ઉપર મણિતિ કડા હાથ અને પગની આંગડીઓમાં વજ્ર અને રત્નજડિત વીંટીઓ આ સર્વે પણ અભયકુમારના અંગ ઉપર યથાસ્થાને પહેરાવ્યું. ૪૬. અશ્રુપૂર્ણ આંખોથી માતાપિતાએ અભયને કહ્યું : હે પ્રિયંવંદા ! ઈચ્છિતને કહે. હે વત્સ ! હમણાં તારું શું કરીએ તે કહે. ૪૭. અભયે કહ્યું ઃ મારા માટે રજોહરણ અને પાત્રા મંગાવો બાકી બધું શેષનાગ સર્પની જેમ દૂર રહો. ૪૮. તરત જ બે લાખ આપીને વદાન્ય (ઉદાર, દાનશીલ) શ્રેણિકે કુત્રિકાપણ' માંથી પાત્રા અને રજોહરણ મંગાવ્યા. ૪૯. રાજાએ મોક્ષદાયિની શિબિકા તૈયાર કરાવી. તે કેવી છે. ? જોનાર લોકના ચક્ષુને થંભાવી દે તેવી હતી. અર્થાત્ લોકો તેને જોયા જ કરે તેવી જેમાં શ્રેષ્ઠ ચંદરવા બાંધવામાં આવેલ હતા. જેમાં મોતીની માળાની અવચૂલિકા (અવચૂલિકા એટલે ઉપર ફરકતું વસ્ત્ર) શિબિકાના દરેક થાંભલા ઉપર ફરકતી પુતળીઓ ગોઠવવામાં આવી હતી. આગળના ભાગમાં મનોહર વિધાધર યુગલના પુતળા ગોઠવવામાં આવ્યા હતા. મધ્યભાગમાં ઉત્તમ સિંહાસન સ્થપાયેલું હતું. તેમાં ઘુઘરીઓનો ઘમકાર થતો હતો. શોભાથી મનોહર ચારે બાજુથી પહોળા અને ઊંચા ગવાક્ષોથી સુશોભિત હતી. મધુર રણકાર કરતા ઘંટાના ટંકારથી આકાશને ભરી દેતી હતી. જેમાંથી કિરણોનો સમૂહ પ્રસરી રહ્યો હતો એવા સુવર્ણ કળશોથી યુક્ત હતી. જેમાં મંદ પવનથી શ્વેત ધ્વજાના છેડા ફરફરતા હતા. મનુષ્ય, સિંહ, હાથી, ગાય, દીપડા, મોર, તથા
૧. પ્રશ્ન ઃ કૃત્રિકાપણનો અર્થ શો છે ?
ઉત્તર ઃ કુ એટલે પૃથ્વી આદિ, ત્રિક એટલે સ્વર્ગ, મૃત્યુ, પાતાળ આ ત્રણ લોકમાં રહેલી ૧. જીવ ૨. ધાતુ અને ૩. મૂળાત્મક વસ્તુ તેની આપણ એટલે પુણ્યશાળી મનુષ્યોના ઈચ્છિતો પૂર્ણ કરનાર પૂર્વ ભવના સંબંધિત દેવથી અધિષ્ઠિત દુકાન. દુકાનમાંથી તે કોઈપણ પુણ્યાત્મા મનુષ્ય ખરીદ કરે તો તેને વસ્તુ માત્ર મળી રહે છે. પૂર્વે આવી દેવ–અધિષ્ઠત દુકાનો ઉજ્જયિની રાજગૃહ આદિ નગરીઓમાં હતી.