Book Title: Abhaykumar Charitra
Author(s): Sumtishekharvijay
Publisher: Govardhannagar Vinanagar S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 291
________________ અભયકુમાર ચરિત્ર ૨૮૬ પામેલ અભીચિ ત્યાં પોતાના ઘરની જેમ સુખે સુખે રહેશે. આ કારણથી સ્વજનોનું શરણ સ્વીકારાય છે. ૬૮. જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા, હંમેશા શુદ્ધ ક્રિયામાં તત્પર પર કાર્ય કરનાર અભીચિ ત્યાં રહીને ઘણાં વરસો પસાર કરશે. ૬૯. શોકના તરંગોનો નાશ કરી અભીચિ શ્રાવક ધર્મની આરાધના કરશે. ઉદાયન અને પ્રભાવતીના પુત્રને આવા પ્રકારનો શ્રાવક ધર્મ સંગત છે. ૭૦. જેમ ચંદ્રમાં કલંકને ન છોડે તેમ શ્રાવકધર્મની આરાધના કરતો અભીચિ પિતા ઉપરના કાલુષ્યને હૃદયમાંથી છોડશે નહીં. ૭૧. આરાધના કરીને પ્રાંતે જાણે પોતે કરેલી ધર્મ—ખંડનાને ન સૂચવતો હોય તેમ અર્ધા માસનું અનશન કરશે. ૭ર. પિતા ઉપરના મત્સરનો અત્યાગી તે મહર્દિક અસુર કુમાર દેવ થશે કેમકે ક્રોધ સદ્ગતિનો ઘાતક છે. ૭૩. અસુરકુમારમાં એક પલ્પોપમનું આયુષ્ય ભોગવી, ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મનુષ્ય ભવ પામીને સિદ્ધ થશે. ૭૪. હે અભયકુમાર ! અમે તારી આગળ ઉદાયન રાજાનું ભૂત-ભવિષ્યકાળનું સર્વચરિત્ર જણાવ્યું. ૭૫. અભયે કહ્યું : હે પ્રભુ! તમે મારી ઉપર ઘણી કૃપા કરી. અથવા તો હે પ્રભુ! કોની ઉપર તમારી અમીદષ્ટિ નથી? ૭૬. દીક્ષા લેવાના પરીણામી અભયકુમારે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી, નમીને કહ્યું : ૭૭. હે પ્રભુ! આ અપાર સંસાર સાગરમાં ડૂબતા જીવને માટે તમે વહાણ સમાન છો. ૭૮. કષાયરૂપી અગ્નિથી તપેલા જીવ માટે પાણી સમાન છો. મહામોહરૂપી અંધકારમાં ફસાયેલા જીવો માટે સૂર્ય સમાન છે, કામગ્રહથી ગૃહીત થયેલા જીવો માટે મંત્ર સમાન છો. અનેક શોકરૂપી સંતાપથી ખરડાયેલા જીવો માટે પવન સમાન છો. જન્મ, જરા અને મૃત્યરૂપી કંદ માટે તમે અગ્નિ સમાન છો. હે પ્રભુ ! સમસ્ત મંગલના અંકુરા ઉત્પન્ન થવા માટે બીજ સમાન છો. આરોગ્ય સંપત્તિને આપવામાં જમીન સમાન છો. ૮૧. સ્વર્ગ અને અપવર્ગના સુખના સમૂહને આપવામાં ઉદ્યત છો. અથવા સર્વ અર્થને આપવામાં તું કલ્પવૃક્ષ છે. ૮૨. જેમ કરજદાર કે ઘણી કન્યાનો પિતા કે નિર્ધન કૌટુંબિક ખેદ પામે તેમ હું ક્ષણથી કેદીની જેમ ભવના કષ્ટથી ખેદિત થયો છું. ૮૩. હે પ્રભુ! હું આજે સંપૂર્ણ ગૃહવાસને અગ્નિની જ્વાળામાં બળતા ઘરની સમાન માનું છું. ૮૪. મને કામ શત્રુના જેવો દુષ્ટ, સુંદરી રાક્ષસી જેવી, ભોગો રોગના સમૂહ જેવા લાગે છે. ૮૫. સંયોગ કપિ કચ્છ જેવો (કપિકચ્છ-ખજવણી વનસ્પતિ જે ચામડીને અડે તો બળતરાપૂર્વક ઘણી ખંજવાળ ઉત્પન્ન કરે છે.) લક્ષ્મી ડાકણ જેવી, રાજનો પ્રસાદ વિષાદ જેવો લાગે છે. ૮૬. ત્રણ જગતના જીવો ઉપર કૃપા વર્તાવનાર હે પ્રભુ! અનંત સંસાર સાગરથી મને તારો તારો. ૮૭. જેમાં રાજ્યના યુવરાજપણાની મારામાં યોગ્યતા હતી તેમ જો મારામાં દીક્ષાની યોગ્યતા હોય તો હે ભુવનપ્રભુ! પ્રસન્ન થઈને મને આ દીક્ષા આપે. ૮૮. સમસ્ત ત્રણ જગતના જીવોને તારવા સમર્થ જિનેશ્વર ભગવાને અભયને આ પ્રમાણે કહ્યું : ૮૯. હે અભય! ફોતરાના ઢગલાની જેમ અસાર સંસારમાં વિવેકી તને જે ખેદ થયો છે તે સ્થાને છે. ૯૦. તમારા જેવા બુદ્ધિમાનોને દીક્ષા ઉચિત જ છે. આંખવાળા જીવોને મુખનું મંડન કરવું યોગ્ય છે. ૯૧. હે દેવાનાં પ્રિય! તારા સમીહિતમાં વિધાન ન થાઓ. હે દઢ નિશ્ચય! કયાંય પણ પ્રતિબંધ (ઢીલ – વિલંબ) ન કરીશ. ૯૨. માતા પિતાની રજા લઈને હું તમારી પાસે મનુષ્ય જન્મ સફળ કરીશ. ૯૩. એવી વિનંતી કરીને વીર જિનેશ્વરને પ્રણામ કરીને મેરુપર્વત જેવો ધીર અભય મને કોઈ ધન્ય ક્ષણે દીક્ષા મળશે એમ હર્ષથી પુલકિત પોતાને ઘરે ગયો. ૯૪. એ પ્રમાણે શ્રી જિનપતિ સૂરિના પટ્ટલક્ષ્મીભૂષણ શ્રી જિનશ્વરસૂરિના શિષ્ય શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય વિરચિત શ્રી અભયકુમાર મહર્ષિ ચરિત્ર અભયાંકમાં શ્રી મહાવીર પરમાત્માનું રાજગૃહમાં ગમન, નમસ્કારના ફળ પ્રતિપાદક કથાનકો તથા અંતિમ રાજર્ષિ ઉદાયનનું ચરિત્રગ્રહણ અને અભયકુમારના વ્રતના અભિલાષનું વર્ણન કરતો અગિયારમાં સર્ગ પૂરો થયો.

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322