________________
અભયકુમાર ચરિત્ર
૨૮૦ મરીને આ બંને દુર્ગતિમાં ઉત્પન્ન થયા. ૯૩. સ્વર્ગમાં સુખ ભોગવતા ધનેશ્વર અને ધનશ્રીનો જેટલો કાળ ગયો તેટલો કાળ ભવમાં ભમતા સાગર અને નર્મદાનો દુઃખમાં ગયો. ૯૪. આયુષ્ય પૂર્ણ કરીને ધનેશ્વર શ્રેષ્ઠીનો જીવ કાશપુર નગરમાં શ્રાવક શિરોમણિ ઉત્તમ ભદ્ર નામનો વણિક થયો. ૯૫. ધનશ્રીનો જીવ પણ દેવલોકમાંથી ચ્યવીને જાણે બીજી લક્ષ્મી ન હોય તેમ લક્ષ્મી નામની તેની પત્ની થઈ. ૯૬. તે જ નગરમાં ધનચંદ્ર નામનો ધનવાન શ્રેષ્ઠી હતો અને તેને ઘણાં લક્ષણવાળી ધનવતી નામે પત્ની હતી. ૯૭. તે બે શેઠ-શેઠાણીનો પ્રેમ ચાંદની અને કમલિની જેવો થયો પણ સંતાન નહીં થવાથી ખેદ પામ્યા. ૯૮. એકવાર રાત્રિના મધ્યભાગમાં બુઝાઈ ગયેલ અંગારાના ઢગલાને મુખમાં પ્રવેશતો જોયો અને એકવાર સ્વપ્નમાં લક્ષ્મી જોઈ. ૯૯ તલ્લણ આ જાગી. ખેદને પામેલી સતિ શિરોમણિએ કુસ્વપ્ન પતિને જણાવ્યું. ૯૦૦. તેણે સામાન્યથી અસુંદર ફળવાળા સ્વપ્નને જાણ્યું. બાળક પણ હંસની સુંદરતા અને કાગડાની અસુંદરતાને જાણે છે. ૯૦૧. તો પણ તેણે સવારે સ્વપ્ન પાઠકને બોલાવીને પુછયું. સ્વપ્ન પાઠકે યથાર્થ જણાવ્યું. કેમ કે ઉત્તમ જ્ઞાનીઓ અવંચક હોય છે. ૨. હે શ્રેષ્ઠિનું! જો તમને શાસ્ત્ર પ્રમાણ છે તો તારે નિર્લક્ષણમાં શિરોમણિ, બીજાના પુણ્ય ઉપર જીવનારો, સર્વજનોને દ્રષ્ય (અણગમતો) પુત્ર થશે. ૩. હે શ્રેષ્ઠિનું! તમારે પુત્રનો જન્મ મહોત્સવ ન કરવો અને તેનું અભદ્ર નામ પાડવું. ૪. તમારે એનો આદર ન કરવો કેમકે ગુણો જ પૂજનીય છે. એમ કહ્યું એટલે શેઠે સન્માન કરીને નૈમિત્તિકને રજા આપી. ૫. ત્યારથી માંડીને લક્ષ્મીએ અભાગ્યના સાગર સમાન જીવને ગર્ભમાં ધારણ કર્યો. જાણે સાપને જ નિધિમાં સ્થાપન ન કર્યો હોય. દ. જેમ સૂર્યની પત્ની છાયાએ શનિને જન્મ આપ્યો તેમ લક્ષ્મીએ યોગ્ય સમયે સ્વપ્ન પાઠકે બતાવેલા લક્ષણોથી યુક્ત પુત્રને જન્મ આપ્યો. ૭. માતા-પિતાએ તેનું અભદ્ર નામ પાડ્યું. મહોત્સવને બાજુ રાખો પણ સારું નામ ભાગ્ય હોય તો જ પડે છે. ૮.
જેમ લોક આકાશમાં કેતુલેખિકાને જુએ તેમ કયારેક ધનવતીએ રાત્રે સ્વપ્નમાં શ્યામ ધૂમ રેખાને જોઈ. ૯. તેણીએ તે જ પ્રમાણે પતિને કહ્યું. પતિએ સ્વપ્ન પાઠકને કહ્યું. તેણે બધું અભદ્રની જેમ કહ્યું અને પરંતુ અલમિકા નામ પાડવાનું કહ્યું. ૧૦. ધનવતીએ નર્મદાના આત્માને ગર્ભમાં ધારણ કર્યો કાળે ગુણોથી અભદ્રની સમાન પુત્રીને જન્મ આપ્યો. ૧૧. માતાપિતાએ સ્વપ્ન પાઠક વડે બતાવેલ અલક્ષ્મી એવું નામ પાડ્યું કહેવત છે કે જેવો યક્ષ તેવો બલિ. ૧૨. કલ્યાણના ઈચ્છક માતાપિતાએ યોગ્ય વયને પામેલ અભદ્રને ભણવા માટે કલાચાર્યને સોંપ્યો. ૧૩. ભણાવાતો હોવા છતા કંઈપણ ન ભણ્યો ફક્ત બીજા વિદ્યાર્થીઓ સાથે ભાંડણ કર્યું. ૧૪. જો ઉપાધ્યાય તેને કંઈક હિત શિક્ષા આપે તો આણે પણ ઉપાધ્યાયને વંઠ ઉત્તરો આપ્યા. ૧૫. ઉપાધ્યાયની ઉપેક્ષાથી આ અભણ રહ્યો કેમકે શસ્ત્ર અને શાસ્ત્રનો બોધ ઉપાધ્યાયને આધીન હોય છે. ૧૬. માતાપિતાએ ધનવતીની પુત્રી અલક્ષ્મીની સાથે પરણાવ્યો. નિપુણવિધિ જે જેને યોગ્ય હોય તે તેને આપે છે. ૧૭. યુવાન થયા પછી ડોક ઊંચી રાખીને ચાલનારા અભદ્ર પોતાના અફળ આચારને સફળ માન્યું. પોતાની દુર્ભગતાને શુભગતા માની, વાચાળતાને ચતુરાઈ માની, પોતાની મહામૂર્ખતાને સર્વજ્ઞતા માની ૧૯. અભદ્ર પત્ની લક્ષ્મીને પોતાના ઘરે તેડી લાવ્યો. ખરેખર કુલવૂધઓ શ્વસૂરગૃહે શોભે છે. ૨૦. આવ એમ બોલાવાયેલી અલક્ષ્મી દૂર ભાગે છે. ચાલી જા એમ કહેવાયેલી અલક્ષ્મી આવે છે. રસોઈ કરતી હોય ત્યાં ગાંડા જેવી થાળીને ભાંગે છે. ૨૧. ઘરને સાફ કર એમ કહેવામાં આવે ત્યારે ઘરની બહાર સાફ કરે છે. બહાર કચરો સાફ કર એમ કહેવાયેલી ઘરમાં વાળે છે. રર. પાણી ભરવા ગઈ હોય ત્યારે પનીહારીઓની સાથે હંમેશા કજિયો કરીને અથવા ઘડાને ભાંગીને ઘરે આવે છે.