________________
અભયકુમાર ચરિત્ર
૨૭૬
ખંડન કર્યું. ૭૭. ઉદાયને તરત જ સોય જેવા અણીવાળા બાણોથી ચંડપ્રદ્યોતના મનની સાથે અનિલવેગના ચારેય ચરણોને વીંધ્યા. ૭૮. તથા કાંટા જેવા તીક્ષ્ણ બાણોથી શલ્કિત થયેલી અનિલવેગ લંગડાની જેમ એક પગલું ભરવા સમર્થ ન થયો. ૭૯. ઉધઈ વડે ખવાઈ ગયેલ મૂળવાળું વૃક્ષ જેમ જમીન ઉપર પડે તેમ ખટ્ કરતો હાથી તુરત જ પૃથ્વીતલ ઉપર પડયો. ૮૦, ચંડપ્રદ્યોતને હાથી ઉપરથી પાડીને જીવતા કેદીની જેમ પકડયો. જ્યાં ધર્મ ત્યાં જય. ૮૧. પછી રોષથી દાસીપતિ એ પ્રમાણે નાલેશીને જણાવનાર અક્ષરોથી પ્રદ્યોત રાજાને કપાળે તોફણું તોફાવ્યું. ૮૨. બાકીના સૈન્ય અને સકલ લોકે ચંડપ્રદ્યોતને દોરડાના બંધનમાંથી છોડાવ્યો નહીં કેમકે નાયક વિનાનું સૈન્ય હતાશ હતું. ૮૩.
પછી ચંડપ્રધોત રાજાને સ્વવશ કરી ઉદાયન રાજા પ્રતિમાની પાસે ગયો. ૮૪. દેવાધિદેવની પ્રતિમાને નમીને, પૂજીને જેટલામાં ઉપાડવા લાગ્યો તેટલામાં શાશ્વતી પ્રતિમાની જેમ જરા પણ હલી નહીં. ૮૫. વિશેષથી પૂજીને ઉદાયન રાજાએ આ વિનંતિ કરી કે દેવના વિષયમાં મારો પ્રાણ નહીં ટકે અર્થાત્ દેવ ત્યાં નહીં આવે ત્યાં સુધી હું જીવી શકીશ નહીં. ૮૬. હે દેવ ! તારા માટે મેં સર્વ આરંભ કર્યો કેમ કે ચિંતારત્ન હાથમાંથી પડી જાય તો કોણ લેવા પ્રયત્ન ન કરે ? ૮૭. હું મને ભાગ્યહીન માનું છું. અથવા તો શું ભક્તિ વિનાનો થયો છું. જેથી હે જિનેશ્વર ! તમે હમણાં મારા દેશમાં પાછા નથી પધારતા ? ૮૮. પ્રતિમાના અધિષ્ઠાયક દેવે કહ્યું : હે રાજન્ ! તું ખેદ ન કર કેમકે વીતભય નગર રેતીમાં દટાવાનું છે.૮૯. તે હેતુથી હું તારા નગરમાં નહીં આવું. અધિષ્ઠાયક સહિતની પ્રતિમાઓમાં અને અધિષ્ઠાયક વિનાની પ્રતિમાઓમાં આટલું અંતર હોય છે. ૯૦. હે ઉત્તમ શ્રાવક ! પણ તું ભાગ્યશાળી છે જેને દેવાધિદેવ ઉપર અપ્રતિપાતિ ભક્તિ છે. ૯૧. પછી જરા પણ ખેદ પામ્યા વગર જ પ્રતિમાને પ્રણામ કરીને પોતાનું કાર્ય સિદ્ધ ન થયું હોવા છતાં પણ ઉદાયન રાજા બંદી કરાયેલ પ્રદ્યોતની સાથે પોતાના દેશમાં પાછો ફર્યો. ૯૨. પાછા ફરી રહ્યા હતા ત્યારે જાણે કોપના તાપને શાંત કરવા વર્ષાૠતુ શરૂ થઈ. ૯૩. અરે પૃથ્વી ! સ્વામી બંધનમાં પડે છતે તું પાતાળમાં કેમ ચાલી જતી નથી ? એટલે જ તો વાદળે સ્થૂળ ધારાઓથી પૃથ્વીને ભેદી. ૯૪. અખંડ ધારાથી વરસાદ વરસે છતે કુતીર્થિકના માર્ગોની જેમ માર્ગો કાદવવાળા થયા. ૯૫. પછી રાજા ત્યાંજ નિવાસ કરીને રહ્યો. વર્ષાઋતુ કોની સ્ખલના માટે ન થાય ? ૯૬. વરસાદથી બચવા દશ પણ મુકુટ બદ્ઘ રાજાઓ માટીનો કિલ્લા બનાવીને રહ્યા. ૯૨. દશ રાજાઓએ માટીનો કિલ્લો બનાવ્યો હતો તેથી તે નગરનું નામ દશપુર તરીકે પ્રસિદ્ધ થયું. જે અત્યારે પણ હૈયાત છે. (અત્યારે મંદસોર તરીકે પ્રસિદ્ધ છે.) ૯૮. ઉદાયન રાજાએ ભોજનાદિથી પોતાની જેમ જ પ્રદ્યોતની કાળજી કરાવી કેમકે ઉચિત વ્યવહાર મહાપુરુષોનું લક્ષણ છે. ૯૯. ત્યાં ઉદાયન રાજા વર્ષાકાળમાં સુખપૂર્વક વસતા હતા ત્યારે ચંડપ્રધોતના પુણ્યથી એકવાર પર્યુષણ પર્વ આવ્યા. ૮૦૦. શ્રાવક શિરોમણિ સિંધુ દેશના સ્વામીએ આ દિવસે ઉપવાસ કર્યો. જઘન્ય પણ શ્રાવક તે દિવસે કંઈક પચ્ચક્ખાણ કરે છે જ. ૮૦૧. પછી રસોઈયાએ જઈને ચંડપ્રદ્યોતને પુછ્યું : હે રાજન્ ! તમારે આજે ભોજન કરવાનું છે કે કેમ ? તે કહો. ૨. તેનું વચન સાંભળી ચંડપ્રદ્યોત ભય પામ્યો. શત્રુના હાથમાં રહેલાઓને ડગલે પગલે ભય હોય છે. ૩. જે આ આજે ભોજન વિશે પૂછે છે તે મને સારું (કલ્યાણકારી) લાગતું નથી. કસાયો પશુનું જે રીતે કરે છે તેવું આ મારું કરશે. ૪. આ મારી મશ્કરી કરે છે. દાઝયા ઉપર દામ દેવા સમાન છે એમ વિચારતા અવંતીશે રસોઈયાને કહ્યું ઃ ૫. તું આજે કેમ મને ભોજનનું પૂછે છે ? શું આજે કાંઈ વિશેષતા છે ? નહીંતર રોજના કાર્યમાં શા માટે પૂછવું પડે ? ૬. રસોઈયાએ કહ્યું : આજે પયુર્ષણનો દિવસ છે તેથી અંતઃપુરના પરીવાર સહિત અમારા રાજાને ઉપવાસ