________________
અભયકુમાર ચરિત્ર
૨૭૪
પાછો ફર કેમકે શકુન મુખ્ય ન્યાયધીશ છે. ૧૮. રાજ્યના પ્રધાનો રાજાને વારતા હોવા છતાં પણ અહંમાની રાજા યુદ્ધથી વિરામ ન પામ્યો. બુદ્ધિ કર્માનુસારી હોય છે. અર્થાત્ જેવો કર્મોનો ઉદય થાય તેવી બુદ્ધિ થાય. ૧૯. રામ રાવણની જેમ 'ઉદાયન અને પ્રદ્યોત બંને રાજાનું સૈન્ય પરસ્પર મળ્યું. ૨૦. પોતપોતાના સ્વામીનું સમીહિત કરવાની ઈચ્છાવાળા, સંતુષ્ટ ચિત્તવાળા થઈને સૈન્યોએ પરસ્પર સિંહનાદ કર્યો.
તેમ
આ બાજુ જાણે બીજો બૃહસ્પતિ હોય તેવા ચંડપ્રધોતે સૌથી આગળ સેનાપતિ છે એવા સૈન્યને બોલાવીને શિક્ષા આપી. ૨૨. અરે ! બાજપક્ષી જેમ બીજા પક્ષીઓને જીતી લે તેમ તમોએ જગતમાં મહાશક્તિશાળી, મહાપરાક્રમી બીજા રાજાઓને જીતી લીધા છે. ૨૩. આ શત્રુ ઉદાયન રાજા અત્યંત પરાક્રમી અને ગરુડની જેમ દુર્જોય છે. ૨૪. આ રાજાનો એક પુત્ર અભીચિ પણ જેમ સિંહ હાથીઓને જીતે . શત્રુ સૈન્યોને જીતવા સમર્થ છે. ૨૫. અને ભાણેજ કેશી જેમ મહામુનિ કેશને લીલાથી ઉખેડે તેમ સર્વ પણ વિપક્ષોને ઉખેડે છે. ૨૬. આના બીજા પણ ભાઈઓ શત્રુઓને બાંધવામાં દુર્ધર છે. જાણે બીજા કુંભકર્ણો હોય તેમ સંગ્રામમાં ત્રાસ આપે છે. ૨૭. આને મહાસેન વગેરે બીજા દશ મુકુટબદ્ધ રાજાઓ છે તેના ભયથી જાણે દશેય પણ દિક્પાલો દિશા લઈને નાશી ગયા છે. ૨૮. આના બીજા પણ સામંતો દેવોને પણ દુર્જાય છે. છેલ્લો પણ સામંત એક હજારની સાથે લડે છે. ૨૯. તેથી તમો એકતાન થઈને એવી રીતે યુદ્ધ કરો જેથી તરત જ શત્રુઓને જીતીને વિજય મળે. ૩૦.
એ પ્રમાણે ઉદાયન રાજાએ પણ પોતાના સુભટોને શિક્ષા આપી કે સર્વ પણ પારકા ભાણામાં મોટા લાડુ જુએ છે. ૩૦. આ પ્રમાણે પોત પોતાના સ્વામી વડે શિક્ષા અપાયેલ સુભટો એકી સાથે લાખગુણા ઉત્સાહવાળા થઈ યુદ્ધ માટે સજ્જ થયા. ૩૧. જેમ પંડિતો ગ્રંથોની પૂજા કરે તેમ તેઓએ ખડ્ગ–સ્ફરક ધનુષ્ય, બાણ, ગદા—શક્તિ વગેરેની પૂજા કરી. ૩૩. ત્યારે યુદ્ધભૂમિમાં જોશથી તાડન કરાતા રણવાજિંત્રોએ બંને સૈન્યમાં જાણે બ્રહ્માંડને ફોડયો. ૩૪. સંગ્રામ કરવામાં ઉત્સાહથી ઉચ્છ્વાસ લેતા ભટોના શરીર ઉપર બખતરની જાળીઓ જીર્ણ દોરડીની જેમ તૂટી. ૩૫. વીરોએ મદે ભરાતા હાથીઓને તૈયાર કર્યા. હર્ષ પામેલ ઘોડેસવારોએ હેષારવ કરતા ઘોડાઓને બખતર પહેરાવ્યા. રથિકોએ રથોમાં અસ્ત્રોના ભારને (સમૂહને) ભર્યા. પદાતિઓ બખતર પહેરી હાથમાં શસ્ત્રો લઈને કૂદવા માંડયા ૩૭. પૂર્વના પુરુષોના નિર્મળ ચારિત્રોને યાદ કરાવતા, તે ક્ષણે આરંભાયેલ યુદ્ધના નિર્વાહના ફળનું વર્ણન કરતા બંને સૈન્યમાં હાથી, ઘોડા, રથ અને પદાત્તિમાં રણનો ઉત્સાહ વધે તે માટે ફરી ફરી કીર્તિને ગાતા, ખટિકાને કારણે સફેદ હાથવાળા, કીર્તિને લલકારતા ભાટચારણો જેમ તલવારો રાત્રિમાં ભમે તેમ અહીં તહીં ભમવા લાગ્યા. ૪૦. ભાલાની સાથે ભાલાને શૂળની સાથે શૂળને, સ્ફરકની સાથે સ્ફરકને, શક્તિની સાથે શક્તિને, દંડની સાથે દંડને મુદ્ગરની સાથે મુદ્ગરને, ચક્રની સાથે ચક્રને, તલવારની સાથે તલવારને પરસ્પર ટકરાવતા, નામ લઈને મોટેથી વર્ણન કરતા રથીઓ, ઘોડેશ્વાર પદાતિનો સમૂહ, શૂરવીરો, મહાવતો વગેરે શ્રેષ્ઠ પરાક્રમીઓ જેટલામાં યુદ્ધ કરવા લડાઈના મેદાનમાં આવ્યા તેટલામાં અસાધારણ કરુણામૃતના સાગર, સિંધુદેશના સ્વામી ઉદાયન રાજાએ ક્ષણથી ભટોને યુદ્ધ કરતા વાર્યા. ૪૪. ત્યારે જ સિંધુ દેશના સ્વામી ઉદાયન રાજાએ કાર્યમાં સમર્થ શીઘ્ર પોતાની ઉત્તમ દૂતને ચંડપ્રદ્યોત રાજાની પાસે મોકલ્યો. ૪૫. દૂતે જઈને ચંડપ્રદ્યોતને સ્વામીનો સંદેશો જણાવ્યો. હે રાજન્ ! ઉદાયન રાજાએ આ પ્રમાણે સંદેશો કહેવડાવ્યો છે. ૪૬. જીવ અને કર્મની જેમ આપણા બેનું જ વૈર છે. તેથી બાકીના નિરપરાધી જીવોનો દાવાનળની જેમ શા માટે સંહાર કરાય ? મત્ત સાંઢો લડે છે અને ઝાડનો કચ્ચરઘાણ નીકળે છે. ૪૮. આથી આવતીકાલે