________________
સર્ગ-૧૧
૨૭૩
અત્યંત વિષમ કરતી ચાલી. ૮ ૬. જેમ રાગી મમત્વમાં પડે તેમ પરમ ઉત્સાહમાં જતું રાજાનું સમસ્ત પણ સૈન્ય નિર્જન દેશમાં પડ્યું. ૮૭. વૈરિણીપિપાસાએ સમસ્ત પણ પરાક્રમી સૈનિકોને પાણીના અભાવથી પીડિત કર્યા. ૮૮. તરસથી ઘણા દુઃખી થતા એક માત્ર પાણીનું ધ્યાન કરતા સૈનિકો શમી વગેરે વૃક્ષોની પાતળી છાયામાં ઊભા રહ્યા. ૮૯. કયાંય પણ પાણીને નહીં જોતા તૃષ્ણાથી અત્યંત દુઃખી થયેલા કેટલાક સૈનિકો સન્નિપાતીની જેમ જ્યાં ત્યાં આળોટયા. ૯૦. તૃષ્ણાને શમાવવા પાંદડા અને આંબલીના ફળોને અને બીજી ઠંડક ઉત્પન્ન કરે તેવી વસ્તુઓને મોઢામાં નાખી. ૯૧. જળ ન મળવાથી દીન બનેલા સૈન્યની જીવવાની આશા સર્વથા ચાલી ગઈ કારણ કે પાણી વિના જીવન ટકતું નથી. ૯૨. રાજાએ તરત જ પ્રભાવતી દેવનું સ્મરણ કર્યુ અથવા કંઠમાં પ્રાણ આવી ગયા હોય ત્યારે સંજીવની યાદ કરાય છે. ૯૩. જેમ દાસ સિદ્ધપુરુષની પાસે ક્ષણથી હાજર થાય તેમ યાદ કરવા માત્રથી પ્રભાવતી દેવ રાજાની પાસે હાજર થયો. ૯૪. દેવે તત્ક્ષણ ત્રણ ઉત્તમ પુષ્કરોને (કૂવાને) પાણીથી ભરી દીધા અને કીર્તિથી ત્રણ ભુવનને ભર્યું. ૯૫. પાણી પીવાની બિલકુલ ઈચ્છા ન રહે ત્યાં સુધી પાણી પી પીને સૈનિકો સુખી થયા. અભાગ્યની જેમ પ્રાણીઓના ભાગ્યની સીમા હોતી નથી. ૯૬. એમ દેવે રાજાની આપત્તિનું નિવારણ કર્યુ. અથવા તો દેવે આને ભાવ આપત્તિમાંથી ઉગાર્યો. ૯૭. એમ રાજાનું પ્રિય કરીને દેવ સત્વર અદશ્ય થયો. દેવ સરોવરમાં ઉત્પન્ન થયેલા કમળો કેટલીવાર પ્રગટ રહે ? ૯૮. સૈન્ય સહિત ઉદાયન રાજાએ આગળ પ્રયાણ કર્યુ. અથવા તો સત્પુરુષોના પગ પીછે હટ કરે ? ૯૯. ઉદાયન રાજા પ્રદ્યોતના દેશના સીમાડે પહોંચ્યા ત્યારે તેના દેશમાં ભયથી ભાંડની સાથે ભાંડ ફૂટયા. અર્થાત્ પ્રદ્યોતના દેશમાં ક્ષોભ ઉત્પન્ન થયો. ૭૦૦. પરચક્ર આવી પહોંચ્યું છે તેથી આપણું શું થશે ? એમ આખો દેશ ચિંતામાં ડૂબી ગયો. ૭૦૧. માલવ દેશમાં વહાનો અને સમગ્ર પણ કરિયાણા તથા સમગ્ર વસ્તુઓ મોંઘી થઈ. ૨. ''ન્યાયનિષ્ઠ રાજાએ પોતાના દેશની પ્રજાની જેમ પૃથ્વીની સર્વે પ્રજાનું પાલન કરવું જોઈએ એ ન્યાયથી માલવ દેશમાં ઉપદ્રવ નહીં કરતો ઉદાયન રાજા ઉજ્જૈની નગરીમાં પહોંચ્યો. અથવા પૃથ્વીમંડળ ઉપર મોટાઓથી પણ મોટા હોય છે. ૪. પ્રદ્યોત રાજાએ પણ યુદ્ધ માટે અત્યંત ઉદ્યમ કર્યો ગુસ્સે થયેલ તેણે પા પા સૈન્યના બે ટૂકડે રોધ કર્યો. ૫. રાજાની આજ્ઞાથી વગાડાતી ભેરી વિરસ વાગવા માંડી મારા સ્વામીનું વિરહ થશે એમ ખરેખર સૂચવતી હતી. ૬. જયકુંજર હાથીને તૈયાર કરવામાં આવતો હતો ત્યારે કોઈએ સ્વપક્ષના ક્ષયની સૂચક છીંક ખાધી. ૭. જાણે સાક્ષાત્ સ્વામીનો ભાગ્યોદય ન હોય એવો લાવવામાં આવતો વિજયધ્વજ કયાંય અફળાઈને તરત જ સ્ખલના પામ્યો. ૮. ત્યારે રાજા માટે છત્ર લઈ આવતો છત્રધાર ખાડા પાસે આવીને તરત જ પૃથ્વીતલ ઉપર પડ્યો. ૯. જાણે સાક્ષાત્ વી૨ ૨સ હોય તેવા ક્ષત્રિયોના કપાળ ઉપર કરાયેલ ચંદનના તિલકો ક્ષણથી સુકાયા. ૧૦. ત્યારે બખ્તર પહેરતા સુભટોના શરીર ઉપરથી સાક્ષાત્ જાણે પરાક્રમ ન હોય તેમ પરસેવો પડયો. ૧૧. તે વખતે વાદકો વડે વગાડતા રણવાજિંત્રો અતિદુઃખથી કરુણ સ્વરના બાનાથી રડયા. ૧૨. પ્રદ્યોત રાજાના સંતાપને સૂચવવા માટે દિગ્દાહ થયો રજથી ખરડાયેલી સર્વ દિશાઓ રજોધર્મવાળી સ્ત્રીની જેમ મલિન થઈ. ૧૩. સૈન્યના ભારથી પૃથ્વી ઘણી કંપી. શું આની પ્રતાપશ્રેણીઓ ન હોય તેમ ઉલકાઓ દિવસે પડી. ૧૪. યુદ્ધ કરવા જતા નક્કીથી આનું વારણ ન કરતો હોય તેમ પ્રચંડ પવન ઘણો સન્મુખ વાયો. ૧૫. નગરમાંથી નીકળતા રાજાને બાંધવા માટે શું દોરડી તૈયાર ન કરી હોય તેમ આડો કાળો સર્પ ઉતર્યો. ૧૬. આ પ્રમાણે કુશકુનોથી વરાતો હોવા છતાં રાજા આગળ ચાલ્યો. અથવા માનીઓ કશું ગણકારતા નથી. ૧૭. હે નીતિ વિશારદ ! અશુભ શકુનો થાય છે તેથી યુદ્ધના આરંભથી