________________
સર્ગ-૧૧
૨૭૫ એકલા આપણા બેનો પરસ્પર યુદ્ધ થાઓ. જે જીતીને વિજયી થાય તેના મસ્તકે તિલક કરવું. ફક્ત રથમાં બેઠેલા આપણે બંનેએ યુદ્ધ કરવું. એમ દૂતના સર્વ વચનો પ્રદ્યોત રાજાએ સ્વીકાર્યા. ૫૦. જેમ બ્રાહ્મણોને ભોજન કરતા અટકાવાય તેમ ઉદાયનની આજ્ઞાથી પ્રતીહારે પોતાના સૈનિકોને યુદ્ધ કરતા નિવાર્યા. ૫૧. હે ભટો ! જેમ હાથી હાથીની સાથે યુદ્ધ કરે તેમ તમારો ઉત્તમ સ્વામી પ્રદ્યોત રાજાની સાથે દ્રવ્યુદ્ધથી યુદ્ધ કરશે. પર. જેમ સજ્જ થયેલા ભિલ્લો બે સિંહનું યુદ્ધ જુએ તેમ તમારે દૂર રહીને યુદ્ધ કરતા બે રાજાના કૌતુકને જોવું. ૫૩. જેમ તાવથી પીડિત ભોજનથી વિરામ પામે તેમ તમે સર્વે પણ રથ, હાથી અને ઘોડાઓને પાછા લઈ જઈને યુદ્ધથી વિરામ પામો. ૫૪. જેમ કંજુશ ધનને ભંડારમાં મૂકે તેમ તલવારોને મ્યાન કરો. જેમ પુસ્તકમાં પત્રોને મૂકે તેમ મોચકમાં (ભાલાને મુકવાનું સાધન) ભાલાઓને મૂકો. ૫૫. દોરીમાંથી ધનુષ્યને ઉતારો, ધનુષ્યમાંથી બાણોને ઉતારો, બાણના ભાથામાં બાણોને મૂકો, મુગરોને ઊંધા મૂકો. ૫૬. આ પ્રમાણે રાજાના વચનથી જાણે વજથી હણાયા ન હોય તેવા થયા. આથી વિચાર્યું કે અહો! કોણે શત્રુની સાથે આવી મંત્રણા કરી? ૫૭. જેમ આકાશગામિની વિદ્યા સિદ્ધ થતાં જ યાત્રાનો પ્રસંગે ઉપસ્થિત થાય તેમ લાંબા સમયથી પ્રતિક્ષા કરતા અમને આ યુદ્ધનો પ્રસંગ મળ્યો હતો. ૫૮. સ્વામીને ઊંધી શિખામણ આપીને યુદ્ધને અટકાવી દીધું તે અધમ પાપીએ આપણા સર્વસ્વ જીવિતનું હરણ કર્યુ. ૫૯. આપણી યુદ્ધની રણેચ્છા પૂરી કરે તેવો કયો બીજો પ્રદ્યોત સમાન શત્રુ આપણા સ્વામીને મળશે? ૬૦. આપણા શસ્ત્રોનો અભ્યાસ, શસ્ત્રોનું ધારણ તથા બાહનું વીર્ય અને બીજું બધું સ્થળમાં કમળ રોપવા સમાન થયું. ૬૧. જો આપણે સ્વામીને કયાંય ઉપયોગી ન થયા તેથી આપણે ફોગટ જ સ્વામીનું લૂણ ખાધું. હવે આપણે કયાં ઉપયોગી થશું? ૨. આ પ્રમાણે વિલખા મુખવાળા નિશ્વાસને મૂકતા ભટો યુદ્ધમાંથી પાછા ર્યા. અથવા તો સેવકો સ્વામીને વશ હોય છે. ૬૩. એજ સમયે પ્રદ્યોત રાજાએ પણ આ પ્રમાણે પોતાના સુભટોને પ્રતિહારના મુખે યુદ્ધ કરતા અટકાવ્યા. ૬૪. બીજે દિવસે ઉઠીને સ્નાનથી પવિત્ર થઈને ઉદાયન રાજાએ સુગંધિ પુષ્પોથી જિનેશ્વરના બિંબોની પૂજા કરી. ૫. રાજાએ વજથી દુર્ભેદ્ય બખતરને ધારણ કર્યું. વિશ્વનું રક્ષણ કરવા સમર્થ છતાં પણ મસ્તકે શિરસ્ત્રાણને ધારણ કર્યું. દ૬. પીઠમાં વિવિધ પ્રકારના બાણોથી ભરેલા બે ભાથા બાંધ્યા. ડાબી બાજુ ભુજામાં ઉદંડ ધનુષ્યને ધારણ કર્યું. ૬૭. હે રાજ! આનંદ પામ, આનંદ પામ! ક્ષણથી શત્રુઓ ઉપર વિજય મેળવે એમ મોટેથી મંગલો ગાતા બંદિઓ વડે આશ્વાસન અપાતો રાજા સવારે બહાર આવ્યો અને યુદ્ધના રથ ઉપર આરૂઢ થયો. કેમકે સંતો સદા પ્રતિજ્ઞા પાલનમાં ઉપયોગવાળા હોય છે. ૬૯. રથમાં બેઠેલ આ રાજા અજય છે એમ ચિત્તમાં વિચારતો પ્રદ્યોત અનિલવેગ હાથી ઉપર આરૂઢ થઈને આવ્યો. ૭૦. તેને એ રીતે આવેલો જોઈને ઉદાયન રાજાએ કહ્યું ઃ જો કે તું પોતાના વચનનો ભંગ કરીને હાથી ઉપર આરૂઢ થયો છે તો પણ ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળા યતિની જેમ તારો છૂટકારો નહીં થાય. પ્રતિજ્ઞાના ભંગથી તું વાદીની જેમ જિતાય ગયો છે. ૭૨. અરે ! હમણાં પણ તું ભદ્ર (સરળ) થા એમ બોલતા ઉદાયન રાજાએ શત્રુના કાનને ભેદતા ધનુષ્યનો ટંકાર કર્યો. ૭૩. વીતભયના દક્ષ સ્વામીએ જલદીથી શત્રુને વટવા માટે સારથિ પાસે મંડલાકારે રથને જમાડાવ્યો. ૭૪. ભાથામાંથી બાણોને ખેંચતા ધનુષ્ય ઉપર ચડાવતા, અને ખેંચતા કે છોડતા લોકોએ ઉદાયન રાજાને ન જાણ્યા. અર્થાત્ આ ક્રિયા એટલી ઝડપથી કરી કે લોકો તેને જોઈ શક્યા નહીં. ૭૫. જેમ ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો મેઘ ધારા વરસાવે તેમ બાણની શ્રેણીને છોડતો ઉદાયન રાજાની લોકોએ શંકા કરી કે શું અર્જુન ફરી આવ્યો છે? ૭૬. જેમ ઉત્તમ તાર્કિક પ્રતિવાદીએ આપેલ દોષોનું ખંડન કરે તેમ ઉદાયન રાજાએ પોતે છોડેલા શસ્ત્રોનું