________________
સર્ગ-પ
૧૧૭
સુધર્યા. ૧૨. ધર્મથી રંગાયેલ કુટુંબને જાણીને જિનદત્તે બાકીના ત્રણ નિધાનોને પ્રગટ કરી આપ્યા. ૧૩. સાતક્ષેત્રની અંદર પોતાનું ધન વાવીને પોતાના સમયે જિનદત્ત વગેરે સર્વ પરમ સુરસંપદાને પામ્યા. ૧૪. કેટલાક ભવો પછી કેવળજ્ઞાન પામીને એકાંતિક સુખથી વ્યાપ્ત શાશ્વતી સિદ્ધિને પામશે. ૧૫.
દર્દુરાંક દેવનું કથાનક
હે ભવ્યો ! ધર્મના માહત્મ્યને જાણીને તેમાં આદરપૂર્વક પ્રયત્ન કરો જેથી હંમેશા સુખ સંપત્તિ મળે. ૧૬. પ્રભુએ એમ મધુરવાણીથી ઉપદેશ આપ્યો ત્યારે પંચવર્ણ મણિઓથી ખચિત, સુવર્ણના ભૂમિતળવાળું, દેવો અને મનુષ્યોથી ભરેલ સમોવસરણની ભૂમિમાં કોઈક ગળતા કોઢવાળો જેમ દેવમંદિરમાં કાગડો આવે તેમ આવ્યો. ૧૮. જેમ ચિત્રા નક્ષત્રનો મેઘ પાણીથી કણોનું સિંચન કરે તેમ કોઢીએ શંકા વિના પ્રભુના બે ચરણ ઉપર પરુ વગેરેની છાંટથી સતત સિંચન કર્યું. ૧૯. તે જોઈને મગધાધીશ કોઢિયા ઉપર ઘણા ગુસ્સે થયા કેમકે જિનાદિની અશાતના કરનાર ઉપર વિવેકીઓ ગુસ્સો કરે તે યોગ્ય છે. ૨૦. આ પાપી છે, મર્યાદા વિનાનો છે, લજ્જા વગરનો છે, ભય વિનાનો છે, જે ઈન્દ્રાદિની હાજરીમાં પ્રભુની સામે પ્રતિકૂળ વર્તન કરે છે. ૨૧. ઈન્દ્રો વગેરે પાપ કરનાર આને કોઈક હેતુથી જો શિક્ષા નથી કરતા તો ભલે ન કરે ૨૨. હું પણ આને સ્ફુટપણે યોગ્ય ઔષધને આપું. કેમકે દેહાંતદંડ સિવાય બીજો કોઈ દંડ આપવો ઘટતો નથી. ૨૩. ગુરુનો પરાભવ થતો જોઈને જે હાથ જોડી બેસી રહે છે તે નિકૃષ્ટ શિરોમણિની માતા મરો. ૨૪. આ પ્રમાણે રાજા વિચારે છે ત્યારે ભગવાનને છીંક આવી. કોઢીએ પ્રભુને કહ્યું : હે પ્રભુ ! આપ મરો તો સારું. ૨૫. રાજાને છીંક આવી ત્યારે તમે જીવો તો સારું પણ નંદાના પુત્રને છીંક આવી ત્યારે કહ્યું : જીવો તો સારું અથવા મરો તો સારું. કાલસૌરકને છીંક આવી ત્યારે જીવો તો સારું નહિ, મરો તો સારું નહિ એમ કહ્યું. ત્યારે રાજા અગ્નિમાં નંખાયેલી આહુતિની જેમ તેના ઉપર અધિક ઉકળી ઉઠયો. ૨૭. કોઢીની ચેષ્ટા કરતા પણ તેના દુર્વચનો દાઝયા ઉપર ડામ લગાડવાની જેમ વધારે પીડાકારક થયા. ૨૮. સમવસરણની મધ્યમાં રહેલા આને હું શું કરી શકું ? આને બહાર નીકળવા દો પછી મંગળ દેખાડું. અર્થાત્ શિક્ષા આપું. ૨૯. દેશના પૂરી થઈ એટલે કોઢી ભગવાનને નમીને ઉભો થયો. રાજાએ તેને પકડવા માટે પોતાના માણસોને સંજ્ઞા કરી. ૩૦. રાજાના માણસો જેટલામાં પકડવા ગયા તેટલામાં દિવ્યરૂપ ધારણ કરનાર તે પક્ષીની જેમ આકાશમાં ઊડ્યો. ૩૧. પુરુષોએ આવીને કોઢીનો વૃત્તાંત જણાવ્યો ત્યારે વિસ્મિત રાજાએ ત્રિજગતના ગુરુને પુછ્યું : ૩૨. હે પ્રભુ ! આ કોઢી કોણ છે ? શા માટે પરુથી તમારા ચરણનું લીંપન કર્યું ? જે દિવ્ય રૂપ કરીને આકાશમાં ઊડી ગયો. ૩૩. હાથમાં રહેલ આમળાની જેમ વિશ્વની સમસ્ત વસ્તુને જોતા પ્રભુએ તુરત જ તેના વૃત્તાંતને કહેવાની શરૂઆત કરી.-૩૪.
હે રાજન્ ! ગાય-બળદ-વાછરડાઓ જેમાં ચારો ચરી રહ્યા છે એવા વત્સ દેશમાં જઘન્ય–મધ્યમ લોકની માતા એવી કૌશાંબી નામની નગરી છે. ૩૫. તે નગરીમાં દેવ મંદિરોના શિખરો ઉપર ફરકતો ધ્વજપટ શોભી રહ્યો છે. ધર્મની આરાધના કરતા લોકને જોઈને જાણે ધર્મ પ્રીતિથી નૃત્ય ન કરી રહ્યો હોય તેમ જણાતું હતું. ૩૬. તે નગરમાં ઉત્તમ ભૂમિતળમાંથી શોભતા ધનવાનોના વિશાળ ઘરોમાં યક્ષકર્દમને છોડીને બીજો કોઈ કર્દમ (કાદવ) નથી. ૩૭. તે નગરમાં પણ્યના સમૂહોથી ભરેલી ચાર દુકાનોમાંથી બધી ચીજવસ્તુઓની પ્રાપ્તિ થાય છે પણ જે વસ્તુ જગતમાં નથી તે નથી મળતી અર્થાત્ તે નગરમાં ચાર કૃત્રિકાપણ હતી. ૩૮. ત્યાં બંધ અને પાત ગુણશ્રેણીમાં હતો, માયા, લોભ અને મદનો ઉદય તથા ભય,
૧. યક્ષકર્દમ – કર્પૂર, અગર, કસ્તૂરી અને કંકોલને સમાન ભાગે મિશ્રિત કરીને બનાવેલો લેપ.