________________
સર્ગ-૮
૧૭૯ સૈનિક ધનુષ્ય પર બાણ પણ ચડાવી ન શક્યું. યોધાઓ સ્વામીની સાથે (હાજરીમાં)યુદ્ધ કરે છે. કોણ એવો છે આજ્ઞા આપનાર સ્વામીની ગેરહાજરીમાં યુદ્ધને ઈચ્છે? ૪૬. જેમ તેવા કોઈક અભિમાનના પ્રસંગે કૌટુંબિકના વૈભવને ભય વગરનો અધિકારી ગ્રહણ કરે તેમ આણે (શ્રેણીકે) ચંડપ્રદ્યોત રાજાના સૈન્યમાંથી ઘણાં ઘોડા–રથ-હાથી વગેરે મુખ્ય વસ્તુને લઈ લીધી.૪૭.
આ અવંતિપતિ શ્રેણિક રાજાની ભૂમિને વેગથી ઓળંગી ગયો. તેને શ્રેણિકનો દેશ બહુ નાનો લાગ્યો અર્થાત્ ચંડપ્રદ્યોત ભયથી અતિ વેગથી પલાયન થયો. વધારે શું કહેવું? સસલો પ્રાણ લઈને દરમાં જાય તેમ ચંડપ્રદ્યોત પોતાના નગરમાં પહોંચ્યો. ૪૮. બીજા પણ મુકુટબંધ રાજાઓ આ શું? એમ ચિત્તમાં વિચારતા પ્રદ્યોત રાજાની પાછળ ભાગ્યા. પોતાનો સ્વામી પલાયન થયે છતે ભૂંડનો સમૂહ રહેતો નથી. ૪૯. અમે અને સૈનિકોએ પણ આજે શત્રુનો વાળ બંધ કર્યો હતો તે વાળ બંધ કરવો અમને શોભતો નથી. અર્થાત્ રાજાઓએ અને સૈનિકોએ એવી પ્રતિજ્ઞા કરી હતી કે શત્રુને જીતીને ન આવીએ ત્યાં સુધી માથાના વાળ બાંધશું નહીં તેથી હમણાં વાળ બાંધવા અમને શોભતા નથી. એમ વિચારીને છૂટા માથાના વાળ રાખીને કોઈક રીતે અવંતી નગરીમાં પાછા ફર્યા. ૫૦. અંજલિ જોડીને સામંત રાજાઓએ ચંડપ્રદ્યોતને જણાવ્યું સ્વામિન્! મોટી પ્રતિજ્ઞાવાળા તમોએ આ શું કર્યું? અમે અહીં કોઈ પરમાર્થ જાણતા નથી. તેથી તમે કૃપા કરીને પરમાર્થ જણાવો. ૫૧. જેમ રોગી વૈધની આગળ પોતાના પરમાર્થને જણાવે તેમ ચંડપ્રદ્યોતે પોતાના વિકારબીજને પોતાના હૈયામાં જે ખોટી શંકા થયેલી તેને) જણાવ્યું. રાજાઓએ કહ્યું : હે રાજન્ ! અમે સ્વયં તમારા ચરણકમળને સ્પર્શીને રહ્યા હતા ત્યારે વંચન (ઠગાઈ) કેવી રીતે ઘટે? પર. પછી પોતાના બે હાથને ઘસતા ચંડપ્રદ્યોતે કહ્યું પ્રપંચને રચીને અભયે મને પણ ઠગ્યો. અથવા તો આણે સકલ પૃથ્વીને સકલ કાળ કેવળ ફૂટબુદ્ધિથી ભોગવી છે. પ૩. શિવાદેવી મારી માસી થાય છે કહીને આ કુટિલ અભયે અકુટિલ એવા મને છેતર્યો. આ મારા સ્વજન થાય એમ જાળ બિછાવીને ધૂર્તો, ધનવાનોનું સુખપૂર્વક જ ભક્ષણ કરે છે. ૫૪. - જો હું તેને બાંધીને અહીં મંગાવું તો હું પૃથ્વી ઉપર જન્મ્યો છું એમ માનીશ એમ હૃદયમાં વિચારીને દઢ નિર્ણય કરીને રહ્યો. શું ઇર્ષાળુ શત્રુના ઘાતને ભૂલે? પ૫. શ્રેષ્ઠ ઐશ્વર્યથી યુક્ત ઈન્દ્ર સભાની જેમ સામંતરાજા સચિવો વગેરેથી સહિત મહાસભામાં, દઢ નિશ્ચયી, પ્રકૃતિથી ક્રોધી ચંડપ્રદ્યોતે નવા મેઘના ગંભીર અવાજ સમાન વાણીથી આ પ્રમાણે કહ્યુંઃ ૫૬. આ સભામાં શું કોઈ એવો છે જે અભયને બાંધીને મને જલદીથી અર્પણ કરે? ત્યાં એક વેશ્યાએ કહ્યું હું આ કામ કરી આપીશ. સ્થાને ઘણાં કૃષ્ણપાક્ષિક જીવો હોય છે. અર્થાત્ અધમ કાર્ય કરનારા જીવો ઘણાં હોય છે. ૫૭. તું જ એક મારા રાજ્યમાં વસે છે. તું જ શૂર છે. તે જ સદાચતુર છે. આ પૃથ્વી ઉપર તું જ વિદૂષી છે. તું જ એક લીલાપૂર્વકની કલાથી યુક્ત છે. ૫૮. અહીં વધારે કહેવાથી શું? હે મધુરગાત્રી! તું જ મારું સુદઃકર કાર્ય કરી આપીશ. રાજાએ સ્વયં તેની આ પ્રમાણે પ્રશંસા કરી. પ્રક્ષિત (ઉજણ કરાયેલી) ધૂરા ગાડાનું નામ ધારણ કરે છે. ૫૯. હે કલાની સમુદ્ર ! જો તું દ્રવ્યાદિ સામગ્રીને ઈચ્છે છે તો હું તેને પૂરી પાડીશ કારણ કે તંતુ તુરિ અને વેમ વિના વણકર પણ વસ્ત્ર બનાવવા સમર્થ થતો નથી. એ પ્રમાણે રાજાએ વેશ્યાને કહ્યું. ૬૦. તે બુદ્ધિમાની વેશ્યાએ લાંબા સમય સુધી હૈયામાં વિચાર્યું રાજાની સમક્ષ પ્રતિજ્ઞા તો કરી તો પણ હમણા હું તેને કેવી રીતે પાર પાડીશ? કારણ કે બોલવું સહેલું છે કરવું અઘરું છે. ૬૧. મગધદેશના મહેન્દ્રનો વિખ્યાત પુત્ર અભય ધીર
૧. વાળબંધ: વાળનો બંધ, કેશ બાંધીને જે પ્રતિજ્ઞા કરાય છે.