________________
અભયકુમાર ચરિત્ર
૧૨ દઈએ કારણ કે આનો પરિચય શુભને માટે નથી. ૭૧. રાજપુત્રીને પડદાની અંદર રાખીને ઉદયન પાસે ભણવાની વ્યવસ્થા કરવામાં આવી. હું માનું છું કે બિલાડીની આગળ ઉત્તમ દૂધની પાત્રી ધરવામાં આવી. ૭૨. રાજાએ તેને પરમ આદરથી સાત સ્વર, સકલ રાગ, અનેક ભાષા, ત્રણ ઉત્તમ ગ્રામ રાગ, બહુમૂછન ગીત, ઘનભિદ કલા શીખવાડવા પ્રારંભ કર્યો. ૭૩. અહો ! એમ ગુરુ-શિષ્યા ભાવને ધારણ કરતા, હંમેશા એકબીજાને નહીં જોતા, બંનેનો કેટલોક કાળ સુમૂઢતાથી પસાર થયો. અહીં કોઈક કોઈક રીતે કાળ પસાર કરે છે. ૭૪.
ગાંધર્વકલાના જાણનારા મારા ગુરુ કેવા છે તેને હું આજે જલદીથી જોઉં પાઠ ભણતી પણ રાજપુત્રીએ એક ચિત્તે વિચાર કર્યો. બાળકો પોતાનું ચપળપણું ક્યાં સુધી રોકી શકે? ૭૫. અધ્યાપકે જે રીતે પાઠ આપ્યો તે રીતે એણે પાઠને ગ્રહણ ન કર્યો પણ અન્યચિત્ત થયેલી તેણીએ વિપરીત રીતે ગ્રહણ કર્યો. રોજ અભ્યાસુ મનુષ્યના હૈયામાં સમ્યક પરિણામ પામતું નથી તો બીજાની શું વાત કરવી? ૭૬. પછી તેણે માલવરાજની પુત્રીની તર્જના કરતા કહ્યું : હે કાણી ! તું ગીતશાસ્ત્રના પાઠને કેમ યાદ નથી રાખતી? પૂર્વના ઋષિઓ કષ્ટ સહન કરીને મહાન ગ્રંથોની રચના કરી છે. મૂર્ખાઓ તેનો નાશ કરે છે. ૭૭. હે દુઃશિક્ષિતા! માતાપિતાએ તને ઘણી માથે ચડાવી છે જેથી તું આમ સરખી રીતે ભણતી નથી. જ્યાં સુધી સંતાનોને દમદાટી આપીએ ત્યાં સુધી જ કહેલું કરે છે. ૭૮. તે વખતે તર્જનાથી દુભાયેલી વાસવદત્તા બોલીઃ રે કોઢી! તું પોતાનો દોષ જોતો નથી જેથી મને રોકટોક વગર કાણી કહે છે. અથવા અહીં સર્વ પણ લોક જગતને પોતા સમાન જુએ છે. ૭૯. ઉદયન રાજાએ વિચાર્યુંઃ રાજપુત્રીએ મને જે રીતે કોઢી જાણ્યો છે તે રીતે જ આ કાણી લાગે છે. કારણ કે જ્ઞાની પુરુષો અનુમાનથી સર્વ જાણે છે. ૮૦. કર્મ જ સાક્ષાત્ મેલા૫ અને વિઘટન કરનારું છે એમ વિચારીને ત્યારે કપડાનો પડદો દૂર કર્યો. કેમકે મનુષ્યોને અભિમાન સહજ હોય છે. ૮૧. ઉદયન રાજાએ યુવાનના લોચનરૂપી પક્ષીને ગળી જવા માટે જંગલી પશુ સમાન દેવકન્યા જેવી રાજપુત્રીને જોઈ. તેણીએ પણ રૂપથી વૈમાનિક દેવોનો પરાભવ કરે તેવા ઉદયન રાજાને જોયો. ૮૨. સુંદર રૂપવાળો મૃગાવતીનો પુત્ર હર્ષ પામ્યો અને આ બાજુ ઘણાં સૌરભને ધારણ કરતી રાજપુત્રી હર્ષ પામી. જેમ પુનમનો ચંદ્ર કમલિનીને હર્ષ કરે તેમ પરસ્પર જલદીથી બંનેએ સ્મિત ફરકાવ્યું. ૮૩. હૈયામાં હર્ષને ધારણ કરતી રાજપુત્રીએ કહ્યું : હે સૌભાગ્ય રત્નના સમુદ્ર ! હું પિતા વડે ઠગાઈ છું. કેમકે મિથ્યાત્વથી વાસિતની જેમ આટલા દિવસ સુધી મેં એકાંત સુખકર તારા દર્શનનું પાન ન કર્યું. ૮૪. આ ઘન વસ્ત્રના પડદાથી વંચિત રખાયેલી હું તમારા અનઘ સંબંધને ન પામી. શું કૃતિકા નક્ષત્રની પાસે રહેલી રોહિણી પ્રિયા પણ દૂર રહેલા ચંદ્રના યોગને પામે છે? ૮૫. હે સ્વામિન્ ! તમે મને જે આ કલા શીખવાડી છે તે સદા નિશ્ચયથી તમારા ઉપયોગમાં આવો. તેથી હે કામદેવ સમાનરૂપવાળા ! તમે મારા પતિ થાઓ. સૃષ્ટિના કર્તા (બ્રહ્મા) યોગ્યનો યોગ કરીને વિખ્યાત થાઓ. ૮૬. વિકસિત થયેલ રોમરાજીવાળા અને હીરાથી ભૂષિત અંગવાળા ઉદયન રાજાએ રાજપુત્રીને કહ્યું : હે પૂર્ણિમા ચંદ્રમુખી ! તું કાણી છે એમ તારા પિતાએ આપેલ પરિચયથી હું ઠગાયો છું. ૮૭. જેમ વાસુદેવ રુમિણિને લઈ ગયા તેમ અવસરને મેળવીને હું તને લઈ જઈશ. પ્રજ્ઞા વિશેષથી બૃહસ્પતિની બુદ્ધિને જીતનારી હે વાસવદત્તા તું અહીં મનમાં અન્યથા નહીં વિચારતી. ૮૮. અહીં પણ રહેલા આપણે એને ત્રીજા પુરુષાર્થની સિદ્ધિ (કામ)ની પ્રાપ્તિ થાઓ. હે સુતનુ! હૃદયની સાથે હૃદય મળી જાય તો શું કંઈ ગોપનીય છે? ૮૯. અનુરાગના પૂરથી ચતુરાઈભર્યા વાર્તાલાપને કરતા તે બેનું સ્વયં દૂતપણું થયું. જલદીથી પરસ્પર શરીરથી પણ સંયોગ થયો.