________________
અભયકુમાર ચરિત્ર
૧૯૬
પણ પ્રાણપ્રિય પુત્રી પરઘરે જાય છે. વત્સ દેશની રાજાની સામે પરમ આદરથી (રસપૂર્વક) આવો સંરંભ કેમ કરો છો ? ૪૮. હે દેવ ! તારી પુત્રી પોતાની બુદ્ધિથી પણ ગુણવાન વત્સેશ્વર પતિને વરી છે તો તેમાં અનુચિત શું થયું ? હંસી જો હંસને અનુસરનારી હોય તો શું પ્રશંસનીય ન બને ? ૪૯. હે રાજન્ ! ગુણના હૈ ભંડાર વત્સરાજ સિવાય બીજા કયા ઉત્તમ જમાઈને મેળવત નારાયણે સમુદ્રનું મંથન કરીને કેટલા કૌસ્તુભ મણિઓને મેળવ્યા ? ૫૦. અને બીજું હે રાજન્ ! વત્સરાજે તારી પુત્રીના કુમારભાવને હર્યું છે તેથી ઉદયનને છોડીને બીજાને તારી પુત્રી પરણાવવી ઉચિત નથી. ૫૧. તું વત્સરાજને પુત્રીનો પતિ માન. તારી પાસે આનું આટલું લેણું હતું. જો આવું ન હોત તો તને તેની પાસે પોતાની પુત્રીને ભણાવવાની બુદ્ધિ કેવી રીતે થાત ? અને તે પણ અહીં કેવી રીતે આવત ? પર.
આ પ્રમાણેના સુમંત્રીના વચનોથી રાજાનો કોપ શાંત થયો. અને રાજાના હૈયામાં હર્ષ ઉત્પન્ન થયો. રાજાએ જમાઈના ભાવ (સંબંધ)ને માન્ય કરે તેવા વિવિધ પ્રકારના હાથી-ઘોડા–રથ-શ્રેષ્ઠ માણેક—સુવર્ણનો રાશિ–વસ્ત્રો તથા અનેક ભેટણાઓ ક્ષણથી મોકલાવ્યા. અથવા હાથમાં રાજમુદ્રાને ધારણ કરનારને કઈ મન ઈચ્છિત વસ્તુઓ નથી મળતી ? ૫૪.
એવામાં એકવાર રાજ્યસંપત્તિ-ધાન્યસંપત્તિ-વ્યાપાર સંપત્તિ તથા નિર્ભયતા આદિ અનેક ગુણોને ધરાવતી ઉજ્જૈની નગરીમાં લોકોના આક્રંદની સાથે ભયંકર આગ લાગી. ૫૫. હે લોકો ! અનાદિ કાળથી તમે સપ્તાર્ચિસ્ એ નામથી મને બોલાવો છો એ હેતુથી લોકોને ભય પમાડવા, ઘણી જ્વાળાને ધરતા અગ્નિએ ભયભીત કરાયેલ મનુષ્યના મનની જેમ જ્વાળાઓ છોડી. ૫૬. ખીલાના સમૂહના બાનાથી રસના–જીભ (=જ્વાળા)ને પ્રસારીને ધગ્ ધગ્ ધક્ એ પ્રમાણે ઉગ્રગર્વથી વારંવાર શબ્દો છોડ્યા. શું આ અગ્નિ ધૂમાડાના ગોટાના કારણે કાંતિ વિનાના થયેલ સૂર્યનો વિપ્લવ કરશે ? એવી શંકા થઈ. ૫૭. સાંધા તૂટવાથી વિકટ વાંસના ઘણાં પ્રકારના શત્ શત્ કરનારા શબ્દોથી અગ્નિએ જેમ શંખના ફૂંકવાના અવાજથી વૈરીવર્ગ ત્રાસ પામે તેમ લોકના ચિત્તમાં ઘણાં ભયને ઉત્પન્ન કર્યો. ૫૮. જેમ કટુમુખવાળો કુનેતા ગાળો ભાંડીને લોકોને પીડા ઉપજાવે તેમ દિશારૂપી ગંગનાંગણને ધૂમાડાના ગોટાથી ભરી દેતા અગ્નિએ લોકોની આંખમાંથી પાણી પડાવતા આખા જગતને આંધળું કર્યું. ૫૯.
ધૂમાડાથી અવલિપ્ત ચંદ્રના બિંબથી મનોહ૨, રાત્રે ઉડતા અગ્નિના કણિયાઓથી વ્યાપ્ત, લાલવસ્ત્ર અને સૂતરના ફુલોથી ભરેલું જાણે નીલવસ્ત્ર ન હોય તેમ ત્યારે આકાશ શોભી ઉઠયું. ૬૦. મારા વૈરી પાણીએ જેની અતિશય વૃદ્ધિ પમાડી છે એવી ઘણી ડાળીવાળા ગાઢ પાંદડાવાળા, ઊંડા મૂળવાળા, બીજાને આશ્રય આપનાર વૃક્ષોને અગ્નિએ ક્રોધથી બાળ્યા. ૬ ૧. જીવિતવ્યને સંદેહ કોટિમાં ચડાવીને ઘણાં બળતા ઘરમાં પ્રવેશીને, લોકો ઘણી કિંમતી વસ્તુને લાવીને બહાર રાખી અથવા શું સળગતો પણ દંડ ખેંચી લેવાતો નથી ? ૬૨. ત્યાં ચોરની ટોળી આવી, ચારેબાજુ ફરી વળી, સળગતા ઘરમાંથી બધી વસ્તુઓ ઉપાડીને પોતાના ઘરમાં લઈ ગયા. અથવા કરંબકનો ઘડો કાગડા માટે ભાંગ્યો. ૬૩. ભાગ્યહીન લોકોનું ધન જે ઘરની અંદર રહી ગયું હતું તેને અગ્નિને બાળી નાખ્યું. અને બીજું જે બહાર કાઢીને રાખ્યું હતું તેને લૂંટારાની ટોળી જલદીથી લૂંટી ગઈ. શું હજામત કરાવવાના ભયથી માથું કપાવાય ? ૬૪. પોતાના નગરમાં ગાઢ અગ્નિને ઉઠેલા જોઈને શું કરવું એની ગડમથલમાં પડેલા રાજાએ અભયકુમારને બોલાવીને પુછ્યું. નદીમા પૂર આવે ત્યારે ટેકરી યાદ આવે છે. ૬૫. હંહો ! પોતાના ગોત્રરૂપી ગગન સ્થળમાં રહેલ સૂર્યના બિંબ સમાન ! હે બુદ્ધિથી બ્રહ્માની બુદ્ધિનો પરાભવ કરનાર અભય ! ભવ્ય જીવના ઘણાં પણ કર્મજાળની