________________
અભયકુમાર ચરિત્ર
પર
થઈને આણે તેને ઘરની સ્વામિની કરી. શ્રીમતીથી પ્રતિબોધ પામેલ તે પણ ઉત્તમ ઉત્તમ શ્રાવક થયો. ૮૮. આ પ્રમાણે નમસ્કાર તેને કામભોગ આપનાર થયો. હવે આનાથી મળેલ આરોગ્યફળને સાંભળો. ૮૯. નમસ્કાર મહામંત્ર ઉપર શ્રાવકનું દૃષ્ટાંત
પૂર્વે એક નદીના કાંઠે સુંદર નગર હતું. તે નગરનો મનુષ્ય શરીરની ચિંતા માટે નદી ઉપર ગયો. ૯૦. તેણે પાણીમાં તણાઈને આવતા બીજોરાને જોયું. લાભોદય કર્મ ઉદયમાં આવ્યું છે એમ માનતા તેણે બીજોરાને લઈ લીધું. ૯૧. તેણે રાજાને બીજોરું આપ્યું. રાજાએ રસોઈયાને આપ્યું. રસોઈયાએ રાંધીને ભોજન સમયે રાજાને પીરસ્યું. ૯૨. વર્ણ–ગંધ અને પ્રમાણથી સારી રીતે સંસ્કારિત કરાયેલ સ્વાદિષ્ટ બીજોરાનું ભોજન કરતા રાજાને અનેરો આનંદ થયો. ૯૩. ખુશ થયેલ રાજાએ તેના ઉપર ઘણો પ્રસાદ કર્યો. માણસોને કહ્યું કે આની ઉત્પત્તિનું મૂળ શોધો. ૯૪. પથ્યનું ભાથું લઈને તેઓ નદીના કાંઠે કાંઠે ચાલ્યા. નિરીક્ષણપૂર્વક જતા તેઓએ ઉત્તમ વનખંડને જોયું અને વિચાર્યું કે ૯૫. આ વૃક્ષ નક્કીથી દેવ અધિષ્ઠિત હોવું જોઈએ. ફળને લેનારો અહીં મરતો હોવો જોઈએ. નહીંતર આ વૃક્ષ ઉપર આટલા બધા ફળો ન હોત ! ૯ ૬ . તેઓ આવીને રાજાને હકીકત જણાવી. રસની લંપટતાથી રાજા બીજોરાની લાલસાથી વિરામ ન પામ્યો. ૯૭. અરે ! બીજો મરે કે જીવે મારે ફળ જોઈએ જ એમ રાજાએ કહ્યું. અથવા બીજાનું માથું બીજાનો છૂરો મારે શું ? ૯૮. પછી રાજાના આદેશથી લોકોના નામની ચિઠ્ઠિઓ બનાવીને ઘડામાં નાખી. રાજાઓ પાપથી ભય પામતા નથી. ૯૯. જેના નામની ચિઠ્ઠિ નીકળે તે વનખંડમાં જઈને બીજોરું લાવીને બહારના ભાગમાં રહેલ મનુષ્યને આપે છે. પોતે અંદર જલદીથી મરે છે. ૧૦૦.
આ પ્રમાણે યમ જેવો વિકરાળ કાળ પસાર થાય છે. ત્યારે એકવાર શ્રાવકના નામની ચિકિ નીકળી. કોઈપણ રાજાના પંજામાંથી ન છૂટી શકે. ૧૦૧. આ કોઈ (વૃક્ષનો અધિષ્ઠાયક દેવ) વિરાધિત વ્રતવાળો હોવો જોઈએ. હવે આ વિરાધિત વ્રતવાળો જ ન રહી જાય અને કદાચ નમસ્કાર મંત્રના સાંભળવાથી બોધ પણ પામી જાય એમ વિચારીને બુદ્ધિમાન શ્રાવકે મુખકોશ બાંધીને નિસીહિ, નિસીહિ, નિસીહિ એમ ત્રણવાર બોલીને નમસ્કાર મંત્રને મોટેથી બોલતો તે શ્રાવક વનખંડમાં પ્રવેશ્યો. ૩. નમસ્કાર મંત્ર સાંભળીને વ્યંતર દેવ વિચારવા લાગ્યો કે મેં પૂર્વભવમાં જિનધર્મની આરાધના કરી અને અહો ! વિરાધના કરીને વ્યંતર કેવી રીતે થયો ? ૪. આણે મને કોઈ ઉપાયથી બોધ ન પમાડયો હોત તો જીવ વધ કરીને હું ભવસાગર પડત. તેથી આ શ્રાવક ધર્મદાતા ગુરુ છે. નિશ્ચયથી આ પૂજ્ય છે. ૬. વંદન કરીને વ્યંતરે કહ્યું ઃ અરે શ્રાવક પુંગવ ! અહીં કોઈએ બીજોરું લેવા ન આવવું. હું જાતે જ સુંદર બીજોરાને આપીશ. ૭. શ્રાવકે આવીને રાજાની આગળ તે વાત જણાવી. રાજાએ હર્ષથી શ્રાવકને ઘણું ધન આપ્યું. ૮. વ્યંતરે રાજાના ઓશીકે રોજ એકેક બીજોરાને મૂકયું. દેવો પ્રતિજ્ઞાપાલક હોય છે. ૯. નમસ્કાર મંત્રના પ્રભાવથી શ્રાવકે જલદીથી લક્ષ્મી અને આરોગ્યને પ્રાપ્ત કર્યા. જીવિતથી બીજું કોઈ ઉત્તમ આરોગ્ય નથી. ૧૦. હવે અમે નમસ્કાર મહામંત્રના પરલોકના ફળને કહીએ છીએ. તે આ પ્રમાણે–
વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા થયો. ૧૧. તે નગરમાં લીલાવતી નામની વેશ્યા હતી. તે શ્રાવિકા થઈ અને તે ચંડપિંગલ ચોરની સાથે રમણ કરે છે. ૧૨. એકવાર ચોરે રાજાના ઘરે ખાતર પાયું. અને ઉત્તમ હાર ચોર્યો કેમકે ચોરો સાહસિક હોય છે. ૧૩. ચોરે લીલાવતીને હાર આપ્યો. તેણીએ હારને છૂપાવીને રાખ્યો. એકવાર તે નગરમાં મોટો ઉદ્યાનિકોત્સવ થયો. ૧૪. આભૂષણ પહેરીને વેશ્યા અને દાસીઓ ઉદ્યાનમાં ગઈ. હું આજે બધી દાસીઓને બતાવી દઉં કે તમારા કરતા ઘણી સંપત્તિવાળી છું એમ