________________
અભયકુમાર ચરિત્ર
૨૫૬ આવેલ છે. ૯૩. જ્યાં એકવાર વાવેલા ધાન્યો જાત્યાદિ ફૂલોની જેમ અથવા દૂર્વાકુરોની જેમ ઘણીવાર લણાય છે. ૯૪. જ્યાં દુકાળ પ્રાયશઃ પોતાના વૈરી પાણીથી પૂર્ણ સિંધુ નદીના શ્રવણથી એક પગલું ભર્યું નથી. ૫. ત્યાંના રહેતા લોકોના ઘરે આવેલો મુસાફર કોઈજાતની ઓળખાણ નહીં હોવા છતાં ભોજન કર્યા વિના પાછો જતો નથી. ૯૬. કહેવાનો ભાવ એ છે કે ઓળખાણ–પીછાણ વિનાનો કોઈ મુસાફર આવેલ હોય તો દયાળુ લોકો એને ભોજન કરાવ્યા વિના ન રહેતા. અથવા તે દેશનું અમે કેટલું વર્ણન કરીએ? ત્યાંના રહેવાસીઓ ઘણી સરળ પ્રકૃતિવાળા હતા. ૯૭. તે દેશમાં ચોર-પરચક્રાદિથી ઉત્પન્ન થયેલ ભયથી રહિત હોવાથી યથાર્થ નામનું વિતભય નગર હતું. ૯૮. જેમાં પ્રાસાદના શિખરો ઉપર ફરકતી ધ્વજાઓમાં કંપન હતું. પથ્થરોમાં જ કઠોરતા હતી, તલવારોમાં જ તીક્ષ્ણતા હતી, તલના વિકારોમાં ખલ હતું. (તલને પીલવા પછી વધેલ દ્રવ્યને ખલ કહેવાય.) કાવ્યોમાં જ બંધન હતું. સ્વપ્નમાં જ વિયોગ હતો. ધર્માદિના ઉપાર્જનમાં ચિંતા હતી. વિચિત્ર ચિત્રક્રિયામાં જ વર્ણશંકર હતું. હાથીઓમાં જ મત્તત્વ હતું પણ લોકમાં આમાનું કશું ન હતું. ૨૦૧. હે મહામતિ! તે નગરમાં એક જ દોષ એ હતો કે સર્વ લોક પરના દુઃખે દુઃખી હતો. ૨૦૨. આ નગરમાં ઉદાયન નામનો રાજા થયો. જે કમળ જેવી આંખવાળો હતો, તેની આંખો ઈર્ષારૂપી ઝેરથી રહિત હતી, જાણે બીજો મુક્ત મુનિ ન હોય તેવો હતો. ૨૦૩. હું માનું છું કે જેમ સતી સ્ત્રી પતિ સિવાય કોઈને આલિંગન કરતી નથી તેમ વીરવૃત્તિ બાયલાઓને છોડીને હર્ષથી તેને આલિંગન કરતી હતી. ૪. ઉદાર ઉદાયન રાજાનો હાથ બંને રીતે કમળના નાળ જેવો કોમળ હતો. તેના હાથે સકલ પણ પૃથ્વીને સુખી કરી. ૫. વિષયમાં આસકત ચિત્તવાળો હોવા છતાં પણ તે વિષય લંપટ ન હતો. પરદારાથી નિવૃત્ત થયેલો હોવા છતાં તે પરદારા સહોદર હતો. દ. મને શંકા થાય છે કે ન્યાયપ્રિય આ રાજાના દેશમાંથી અપમાનિત થયેલ અન્યાય પોતાનું મોટું લઈને બીજા દેશમાં ચાલ્યો ગયો. ૭. તે ઉદાયન વીતભય વગેરે ત્રણસો ત્રેસઠ નગરનો નાયક હતો અને સિંધુ સૌવીર વગેરે સોળ દેશોનો સ્વામી હતો. ૮. તે મહાસન વગેરે દશ મુગુટ બદ્ધ રાજાનો સ્વામી હતો. હે શ્રેણિક નંદન! બીજા પણ રાજાઓને આ જીતનારો હતો. ૯. આ રાજાને સ્નેહાળ સારી વાટોથી યુક્ત પ્રભાવાળી દીવાની જ્યોત જેવી પ્રભાવતી નામની રાણી હતી. ૧૦. તેનું અલંકાર શીલ હતું પણ તે શીલની અંલકાર થઈ. અર્થાતુ જેમ સુવર્ણની વિટીથી મણિ શોભે અને મણિથી સુવર્ણની વીંટી શોભે તેમ. શીલથી શોભી અને તેણીએ શીલને શોભાવ્યું. ૧૧. તેની લજ્જાળતા શોભી અત્યંત વલ્લભતાને ધારણ કરતી પોતાના ભાઈ શીલને ખોળામાં રમાડવા લજ્જાળુતા પ્રભાવતીની પાસે આવી એમ હું માનું છું. ૧૨. ક્ષીર સમુદ્રના ફીણ અને ચંદ્રના કિરણની નિર્મળતાને જીતનાર જે ચેટક રાજાની પુત્રી પ્રભાવતીના કૂળની અમે શું વાત કરીએ? ૧૩. શ્રાવકધર્મની ધરાનો આધાર હતી, સમ્યગ્દર્શનથી સુંદર હતી અને તેણીએ પોતાના ચરિત્રથી તીર્થની પ્રભાવના કરી હતી. આ રાજાને પ્રભાવતીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ અભીચિ નામનો પુત્ર હતો. અભીચિ પત્ર અભિજિત નક્ષત્રમાં જન્મ્યો હોવાથી શૂરવીર હતો. અભીચિએ યૌવરાજ્ય લક્ષ્મીનું પાલન કર્યું અર્થાત્ તે યુવરાજ હતો. આ રાજાને વિખ્યાત કેશી નામનો ભાણેજ હતો. ૧૬.
આ બાજુ ચંપા નગરીમાં કુમારનંદી નામનો સોની હતો જેણે કુબેરની જેમ પોતાના ધનની સંખ્યાને ન જાણી. ૧૭. કબૂતરની જેમ તે સ્વભાવથી અત્યંત કામ લંપટ હતો અને કામે પણ તેને આવા પ્રકારની વિડંબનામાં નાખ્યો. સંકટ ક્યાં સુલભ નથી? ૧૮. તેણે જ્યાં જ્યાં રૂપવતી કન્યા જોઈ કે સાંભળી ત્યાં ત્યાં રૂપવતી કન્યાને પરણવાને માટે પાંચશો સોનામહોરો આપી. ૧૯. ધનના લોભથી માતાપિતા વડે