________________
સર્ગ-૧૧
૨૬૯ અહીં પણ કુબ્બાએ દેવપૂજાનું સફળ મેળવ્યું. જે ઈચ્છિત સંપત્તિને આપનારી ગુટિકાઓ મળી. ૭૦. પોતાના અલ્પાયુને જાણતા મહામતિ ગાંધાર શ્રાવકે દુર્ગધની જેમ (ઉકરડાની જેમ) ગૃહસ્થપણાનો ત્યાગ કરીને દીક્ષા લીધી. ૭૧. રૂપને ઈચ્છતી આણે ક્ષણથી રૂપરૂપી અંકુરાને ઉગવા માટે વાદળ સમાન એક ગુટિકાને મુખમાં નાખી. ૭૨. જેમ પૂર્વે વિશ્વકર્માએ સૂર્યની મૂર્તિનું સર્જન કર્યું હતું તેમ ગુટિકાના પ્રભાવથી તે જલદીથી દિવ્ય રૂપવાળી થઈ. ૭૩. ગુટિકાના પ્રભાવથી સુવર્ણવર્મા થયેલી કુન્જાનું નામ લોકોએ સુર્વણગુલિકા પાડ્યું. ૭૪. જેમ જંગલમાં ઉગેલી માલતી નકામી છે તેમ સુંદર પતિ વિના મારી આ સર્વ રૂપસંપત્તિ નિષ્ફળ છે. ૭પ. આ રાજા ઉદાર રૂપવાન, શૂરવીર છે તે ગંગાને ભગીરથની જેમ ફક્ત મારે પિતા તુલ્ય છે. મારી સમક્ષ જે આ બાકીના રાજા છે તે જેમ ચંદ્રના સેવકો તારા છે, અને સૂર્યના સેવકો ગ્રહો છે તેમ આના સેવકો છે. ૭૭. આમાંથી જો એકને હું પતિ બનાવીશ તો મારી ખ્યાતિ નહીં રહે કારણ કે ઘોડાનો ખરીદનાર કેવો છે તે મુજબ ઘોડાની કિંમત અંકાય છે. ૭૮. પ્રદ્યોત રાજા શ્રેષ્ઠ છે તેથી તે મારો પતિ થાઓ. માગેલું જો મળે છે તો માંગવામાં કરકસર શેની રખાય? ૭૯. આ પ્રમાણે અવંતિના રાજા માટે તેણીએ બીજી ગુટિકા હર્ષથી મુખમાં નાખી. લોભથી લોભ વધે છે. ૮૦. તે વખતે જ દેવતાએ દૂતીની જેમ ચંડપ્રદ્યોતની પાસે જઈને ચેટીના રૂપનું સુંદર વર્ણન કર્યુ. ૮૧. હે રાજનું! તારું અંતઃપુર ગમે તેટલું સારું હોય તો પણ આ સુવર્ણગુલિકા આગળ કંઈ વિશાતમાં નથી. તેના પગના અંગુઠામાં બંધાયેલી સ્ત્રી (કુરુપપણ) શોભે છે. પણ દૂર રહેલી બીજી કોઈ સ્ત્રી (સારી હોય તો પણ) શોભતી નથી. ૮૨. જેમ ચતુર રમ્યકથામાં ઉત્કંઠિત થાય તેમ રાજા તેના દર્શન કરવા માટે જલદીથી ઉત્કંઠિત થયો. ૮૩. રાજાએ તત્ક્ષણ તેની પાસે દૂત મોકલ્યો ખરેખર ગરજ પડે ત્યારે મોટાઓ પણ નાનાની પાસે યાચક બને છે. ૮૪. આણે જઈને ચેટિકાને (સુવર્ણગુલિકાને) કહ્યું : હે સુરેખા ! રૂપથી સુંદર અમારા સ્વામી અવંતિ દેશનો રાજા રમણ કરવાની ઈચ્છાથી તને ચાહે છે. ૮૫. પછી આ કલકંઠીએ મધુરવાણીથી કહ્યું સૂર્યની જેમ વિખ્યાત થયેલ પ્રદ્યોતને કોણ ન ઈચ્છે? પણ અહીં જાતે આવીને તે પોતાનું રૂપ બતાવે કેમકે ખરીદનારાઓ માલ જોઈ કરીને ખરીદે છે. ૮૭. દૂતે પાછા આવીને હકીકત જણાવી ત્યારે તેના રૂપથી અત્યંત મોહિત થયેલ રાત્રે નલગિરિ ઉપર બેસીને અહંકારી રાજા દાસી પાસે આવ્યો. શું સોયની પાછળ દોરો નથી આવતો? ૮૯. જેમ નિપુણ દરજીથી સીવાયેલ વસ્ત્ર એક થાય તેમ ઈચ્છા મુજબ જોતા આ બંનેના ચિત્ત એક થયા. ૯૦. રાજાએ પરમ પ્રેમથી દાસીને કહ્યું હે ગૌરાંગી ! હે વિશાલાક્ષી! તું હમણાં મારા નગરમાં આવ. દેશ-કાલ અને અવસ્થાને ઉચિત તારા સર્વ ચિંતિત મનોરથને પૂરા કરીશ. ૯૨. કારણ કે દૂર રહેલાઓ ફક્ત આવવા જવાની ક્રિયા કરે છે. આવો–જાઓ એમ કરવામાં અધિક સ્વાર્થ સિદ્ધ થતો નથી. કહેવાનો ભાવ એ છે કે હું અવંતિમાં રહું અને તું અહીં વીતભય નગરમાં રહેતો આવવા જવામાં મારો સમય પૂરો થઈ જાય તેથી તું ત્યાં આવી જા. ૯૩. તેણીએ પણ કહ્યું કે હે કામદેવના રૂપના અભિમાનને મર્દન કરનાર ! હું આવવા માટે તૈયાર છું પરંતુ હે સ્વામિન્! સાંભળો જેમ મનુષ્યની ગરમી વિના ઝુંટણાક પણ જીવી શકતું નથી. તેમ હું દેવાધિદેવની પ્રતિમા વિના જીવી ન શકે. ૯૫. તમે ચંદનની બીજી પ્રતિમા બનાવીને લાવો. જેમ આદેશીના સ્થાને આદેશ કરાય છે તેમ આ પ્રતિમાને સ્થાને તે મુકાય. ૯૬. બીજી પ્રતિમા કરાવવા માટે તેણે પ્રતિમાનું નિરીક્ષણ કર્યું. નહીંતર આવા પ્રકારના કાર્યોમાં તે નિરુદ્યમ હતો.
૧. આદેશી ગમ ધાતુને શિતુ પ્રત્યય લાગતા ગચ્છ આદેશ થાય છે. ગમે આદેશી કહેવાય અને ગચ્છ આદેશ કહેવાય. આદેશ હંમેશા શત્ર જેવો હોય તે આદેશીને ખસેડીને આદેશના સ્થાને બેસી જાય.